કાશ્મીર મામલે ભારતે યુએનમાં કહ્યું:ભારતે કહ્યું, દુનિયા જાણે છે કે પાકિસ્તાન 40 હજાર આતંકીઓનો ગઢ અને આશ્રય સ્થાન, દરેક હુમલાના મૂળ પાકિસ્તાન સાથે જોડાયેલા

વોશિંગટન2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કાશ્મીરમાં પેટ્રોલિંગ કરી રહેલી ભારતીય સેના. (ફાઈલ ) - Divya Bhaskar
કાશ્મીરમાં પેટ્રોલિંગ કરી રહેલી ભારતીય સેના. (ફાઈલ )
  • યુએનમાં ભારતના કાયમી પ્રતિનિધિ ટીએસ તિરુમૂર્તિએ આ વાત કરી
  • ભારતે પાકિસ્તાનના પ્રચારને દુનિયાથી ધ્યાન હટાવવા માટેનો નિષ્ફળ પ્રયાસ જણાવ્યો

જમ્મુ કાશ્મીરમાંથી કલમ-370 દૂર થયાને એક વર્ષ પૂર્ણ થવા જઈ રહ્યું છે. હવે પાકિસ્તાન આ બાબતને લઈને નવી યુક્તિઓ અજમાવવાનો પ્રયાસ કરી રહ્યું છે. આ દરમિયાન, સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના કાયમી પ્રતિનિધિ ટીએસ તિરુમૂર્તિએ કાશ્મીર મામલે પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપ્યો છે. તિરુમૂર્તિએ જણાવ્યું છે કે, પાકિસ્તાન આજે પણ આતંકને આશરો આપતા આતંકવાદનો ગઢ છે. પાકિસ્તાનમાં હજુ પણ 40 હજારથી વધુ આતંકીઓને તમામ પ્રકારની સહાયતાઓ કરવામાં આવી રહી છે. કાશ્મીર આંતરરાષ્ટ્રીય નહિ, પણ બે દેશો વચ્ચેનો મામલો છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે કાશ્મીર મામલે વાતચીત દ્વારા જ નિરાકરણ આવી શકે છે.

પાકિસ્તાનમાં આતંકી સંગઠનોનો રાફડો

જાણીતી ન્યૂઝ એજન્સીને આપેલ ઇન્ટરવ્યૂમાં તિરુમૂર્તિએ જણાવ્યું હતું કે, "દુનિયા જાણે છે કે પાકિસ્તાન જ આતંકવાદીઓ અને આતંકવાદનો ગઢ છે.દુનિયામાં જેટલા પણ મોટા આતંકવાદીઓ થયા કે છે તેમનું પાકિસ્તાન સાથે જોડાણ રહેલું છે. પાકિસ્તાનમાં ઘણા આતંકી સંગઠન આજે પણ ખુલ્લેઆમ કામ કરી રહ્યા છે. દુનિયા વિરુદ્ધ ષડયંત્રો રચવામાં આવી રહ્યા છે. જમાત-ઉદ્દ-દાવા, લશ્કર-એ-તૈયબા, જૈશ-એ-મોહમ્મદ અને હિઝબુલ મુઝાહિદ્દીન. આ સિવાય પણ અનેક આતંકી સંગઠનો સક્રિય છે.

યુએન પણ બધું જાણે છે

એક સવાલના જવાબમાં તિરુમૂર્તિએ જણાવ્યું કે- યુએન પણ પાકિસ્તાનમાં આતંકી સંગઠનો સક્રિય હોવાનું અને અન્ય દેશોમાં હુમલાની વાતને માની રહ્યુ છે. તે બાબતના ઘણા રિપોર્ટ આવ્યા છે. હાલમાં જ આ આતંકી સંગઠનો પર નજર રાખવા અને તેને મળનારી મદદ પર રોક લગાવવા માટે વાત કરવામાં આવી છે. સમય-સમય પર ISIS અને અલ-કાયદાના ખતરા પર પણ અમે વાત કરી ચુક્યા છીએ. એક વાત સામાન્ય છે કે દરેક મામલામાં પાકિસ્તાનનું નામ સામેલ હોય જ છે.

કાશ્મીર પર પાકિસ્તાનની દલીલો અર્થવિહીન

કાશ્મીર મામલે પૂછવામાં આવેલ એક સવાલના જવાબમાં તિરુમૂર્તિએ જણાવ્યું હતું કે, "હું એક વાત પર વિશ્વાસ અપાવવા માંગુ છુ, યુએનમાં પાકિસ્તાન કાશ્મીર મામલે જે રાગ આલાપ્યાં કરે છે, જે પ્રયાસ કરી રહ્યું છે , તેનો કોઈ જ લાભ પાકિસ્તાન ને થવાનો નથી. ભારતે દરેક વખતે તેના ષડયંત્રોને નિષ્ફળ બનાવતા ખુલ્લા પાડ્યા છે. સત્ય તે છે કે પાકિસ્તાન પાસે એવો કોઈ અવાજ જ નથી જે યુએનમાં તેને સાચું સાબિત કરી શકે. દુનિયા જાણે છે કે પાકિસ્તના શું કરી રહ્યું છે અને ત્યાં શું ચાલી રહ્યું છે. સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવે ગત વર્ષે ઓગસ્ટમાં 1972ના શિમલા સમજુતીનો ઉલ્લેખ કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...