પાકિસ્તાને UNમાં ફરી ઉઠાવ્યો કાશ્મીર મુદ્દો:ભારતે કહ્યું- PAK સહાનુભૂતિ મેળવવા જુઠ્ઠાણું ફેલાવી રહ્યું છે, આવા ષડયંત્રમાં તે ક્યારેય સફળ નહીં થાય

17 દિવસ પહેલા
  • કૉપી લિંક

ભારતે ગુરુવારે સંયુક્ત રાષ્ટ્રમાં જમ્મુ-કાશ્મીરનો મુદ્દો વારંવાર ઉઠાવવા બદલ પાકિસ્તાનની ઝાટકણી કાઢી હતી. ભારતે પાકિસ્તાનના આ પગલાને જુઠ્ઠાણા ફેલાવવાનો પ્રયાસ ગણાવ્યો છે. UNમાં ભારતના કાયમી મિશનના કાઉન્સિલર પ્રતીક માથુરે કહ્યું હતું કે જમ્મુ-કાશ્મીર ભારતનું અભિન્ન અંગ છે.

પ્રતીક માથુરે કહ્યું- અમે અહીં UNSC સુધારાની વાત કરી રહ્યા છીએ, પરંતુ પાકિસ્તાનના પ્રતિનિધિએ ફરી જમ્મુ-કાશ્મીરનો અયોગ્ય ઉલ્લેખ કર્યો છે. તેઓ માને કે ન માને, જમ્મુ-કાશ્મીર ભારતનું અભિન્ન અંગ છે. પાકિસ્તાન જુઠ્ઠાણું ફેલાવવાનો પ્રયાસ કરી રહ્યું છે, તે આમાં ક્યારેય સફળ નહીં થાય. તેમણે કહ્યું- પાકિસ્તાન મલ્ટીનેશનલ ફોરમ્સનો ઉપયોગ કરીને જુઠ્ઠાણું ફેલાવી રહ્યું છે. તે કદાચ સહાનુભૂતિ મેળવવા માટે આવું કરી રહ્યું છે. આ બાબત તદ્દન નિરાશાજનક છે.

ભારતે UNમાં પાકિસ્તાનને ઘણી વખત કહ્યું છે કે તે નિવેદનો કરીને પોતાનાં કૃત્યોને છુપાવી નહિ શકે.
ભારતે UNમાં પાકિસ્તાનને ઘણી વખત કહ્યું છે કે તે નિવેદનો કરીને પોતાનાં કૃત્યોને છુપાવી નહિ શકે.

UNમાં પાકિસ્તાને ભારત પર આરોપો લગાવ્યા
મે 2022માં પાકિસ્તાનના વિદેશમંત્રી બિલવાલ ભુટ્ટો ઝરદારીએ સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં ઓપન ડિબેટમાં જમ્મુ-કાશ્મીરમાંથી આર્ટિકલ 370 નાબૂદ કરવાનો અને સીમાંકન કમિશનના આદેશ પર મુદ્દો ઉઠાવ્યો હતો. તેમણે ભારતમાં કાશ્મીરી લોકો પર ભારતમાં શોષણ અને અત્યાચારનો પણ આરોપ લગાવ્યો હતો.

આ આરોપોને ખોટા ગણાવતા સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના સ્થાયી મિશનના કાઉન્સિલર રાજેશ પરિહારે કહ્યું- જમ્મુ-કાશ્મીર અને લદાખ ભારતનાં અભિન્ન અંગ હતાં, છે અને રહેશે. એમાં એ વિસ્તારો પણ સામેલ છે, જે પાકિસ્તાનના કબજા હેઠળ છે. કોઈ દેશ આ વાતને નકારી શકે નહીં. જો પાકિસ્તાન અમને મદદ કરવા માગે છે તો તે સ્ટેટ સ્પોન્સર્ડ આતંકવાદને રોકવામાં યોગદાન આપી શકે છે.

ઝરદારીએ કહ્યું હતું કે ભારત સાથે વાતચીત કરવી અમારા માટે ખૂબ જ મુશ્કેલ બની ગયું છે.
ઝરદારીએ કહ્યું હતું કે ભારત સાથે વાતચીત કરવી અમારા માટે ખૂબ જ મુશ્કેલ બની ગયું છે.

UNGAના 77મા સત્રમાં શાહબાઝે કાશ્મીર મુદ્દો ઉઠાવ્યો હતો
પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફે UNGAના 77મા સત્રને સંબોધિત કરતાં કહ્યું હતું કે તેઓ પાકિસ્તાન અને ભારત વચ્ચે શાંતિ અને સારા સંબંધો ઈચ્છે છે. આ શાંતિ જમ્મુ-કાશ્મીર વિવાદના ન્યાયી અને કાયમી ઉકેલ પર નિર્ભર છે.

શાહબાઝ શરીફે કાશ્મીરને લાંબા સમયથી ચાલતો વિવાદ ગણાવતાં કહ્યું- ભારતે જમ્મુ-કાશ્મીરનો વિશેષ દરજ્જો બદલવા માટે 5 ઓગસ્ટ 2019ના રોજ એકતરફી પગલું ભર્યું. ભારતના નિર્ણયથી ઉકેલ વધુ મુશ્કેલ બન્યો છે. જમ્મુ-કાશ્મીરને હિન્દુ ટેરેટરી બનાવવાનું ષડયંત્ર છે. અહીં ભારતના નિર્ણયથી તેમનો ઉદ્દેશ કાશ્મીરમાંથી કલમ 370 હટાવવાનો હતો.

અન્ય સમાચારો પણ છે...