તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

ભારતની પ્રશંસા:WHOએ કહ્યું- કોરોનાની વેક્સીન તૈયાર કરવામાં ભારતની મુખ્ય ભૂમિકા, આંતરરાષ્ટ્રીયસ્તરે મહત્વનું યોગદાન આપ્યુ

જીનિવા2 મહિનો પહેલા
  • કૉપી લિંક
નવી દિલ્હીના કોમનવેલ્થ ગેમ્સ વિલેજમાં કોવિડ-19 ક્વોરન્ટીન સેન્ટરમાં એક દર્દી ડોક્ટરને રાખડી બાંધી રહ્યા છે
  • WHOએ તમામ દેશોને માસ્ક પહેરવા, સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરવા, હાથ ધોવા,ટેસ્ટિંગ જેવા આરોગ્ય સંબંધિત ઉપાયો લાગૂ કરવા અપીલ કરી
  • WHOએ કહ્યું- કોરોનાના ઈલાજમાં અત્યારે કોઈ ઉપલબ્ધિ મળી નથી, એવુ પણ બને કે ઈલાજ ક્યારેય શક્ય ન બને

વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO) ઈમર્જન્સી પ્રોગ્રામના એક્ઝિક્યુટીવ ડિરેક્ટર ડો.માઈકલ રેયાને સોમવારે જણાવ્યું હતું કે ભારત કોરોનાની રસી તૈયાર કરવામાં અત્યંત મહત્વની ભૂમિકા ભજવી રહ્યું છે. આ સાથે એન્ટી-કોવિડ દવા પણ તૈયાર કરી રહ્યું છે. આંતરરાષ્ટ્રીય સ્તર પર કોરોના સામે લડવા ભારત અત્યંત મહત્વનું યોગદાન આપી રહ્યું છે. ડો. રેયાને મીડિયા બ્રીફિંગ સમયે કહ્યું કે ભારતમાં કોરોનાના કેસ ખૂબ જ ઝડપથી વધી રહ્યા છે, પણ મને લાગે છે કે તેની પાછળનું કારણ ભારતની આશરે 130 કરોડની વસ્તી છે.

એવું પણ બને કે ઈલાજ ક્યારેય શક્ય ન બનેઃ WHOના ડિરેક્ટર
બીજી બાજુ WHOના ડિરેક્ટર જનરલ ટેડ્રોસ એડહોનમ ગેબ્રેસિયોસિસે કહ્યું છે કે કોરોના વાઈરસની ઘણીબધી વેક્સીન ટ્રાયલના ત્રીજા તબક્કામાં છે. તેમ છતા આપણને કોરોના સામે કોઈ ખાસ નક્કર ઉપલબ્ધિ પ્રાપ્ત થઈ નથી. એવું પણ બને કે કોરોનાનો ઈલાજ ક્યારેય શક્ય ન બને

આ મહામારી લાંબા સમય સુધી આપણી વચ્ચે રહે તેવી શક્યતાઃ WHO
ન્યૂઝ વેબસાઈટ અલ જઝીરાના જણાવ્યા પ્રમાણે ડિરેક્ટર જનરલ ટેડ્રોસ અને ડો.રેયાને તમામ દેશોને માસ્ક પહેરવા, સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરવા, હાથ ધોવા તથા ટેસ્ટિંગ જેવા આરોગ્ય સંબંધિત ઉપાયો લાગૂ કરવા અપીલ કરી છે. એક દિવસ અગાઉ WHOએ કહ્યું હતું કે આ મહામારી લાંબા સમય સુધી આપણી વચ્ચે રહેશે.

0

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- સમયની ગતિ તમારા પક્ષમાં રહેશે. સામાજિક સીમા વધશે. છેલ્લાં થોડાં સમયથી ચાલી રહેલી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી રાહત મળશે. કોઇ મોટું રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે. નેગેટિવઃ- બપોર પછી પરિસ્થિત...

વધુ વાંચો