ખુલી પાક.ની પોલ:ભારત વિરોધી 20 યુ-ટ્યૂબ ચેનલ પર પ્રતિબંધ, પાકિસ્તાનથી ઓપરેટ થતી 2 વેબસાઈટ સામે પણ લાલઆંખ

5 મહિનો પહેલા

પાકિસ્તાનથી ઓપરેટ થતી 20 યુ-ટ્યૂબ ચેનલ અને 2 વેબસાઈટ પર કેન્દ્ર સરકારે મંગળવારે પ્રતિબંધ લગાવી દીધો છે. આ પગલાં ઈન્ટેલિજન્સ એજન્સીઓ અને સૂચના પ્રસારણ મંત્રાલયના રિપોર્ટ્સના આધારે લેવામાં આવ્યા છે. સરકારના જણાવ્યા અનુસાર, પાકિસ્તાનથી ઓપરેટ કરવામાં આવતી ચેનલ્સ અને વેબસાઈટ ભારત સાથે જોડાયેલા સંવેદનશીલ મુદ્દા પર ફેક ન્યૂઝ ફેલાવાઈ રહ્યા હતા.

કેન્દ્ર સરકારે કહ્યું કે, ઈન્ટરનેટ પર કાશ્મીર, ભારતીય સેના, ભારતમાં અલ્પસંખ્યકોની સ્થિતિ, રામ મંદિર અને જનરલ બિપિન રાવતના હેલિકોપ્ટર ક્રેશ જેવા મુદ્દાઓ પર આ યુ-ટ્યૂબ ચેનલ્સ અને વેબસાઈટ પર ફેક ન્યૂઝ પોસ્ટ કરવામાં આવી હતી. સરકારે જે યુ-ટ્યૂબ ચેનલો પર પ્રતિબંધ મૂક્યો છે તેમાં ધી પંચ લાઈન, ઈન્ટરનેશનલ વેબ ન્યૂઝ, ખાલસા ટીવી, ધી નેકેટ ટ્રુથનો સમાવેશ થાય છે.

આ યુ-ટ્યૂબ ચેનલો પર પ્રતિબંધ
પ્રતિબંધ કરવામાં આવેલી યુ-ટ્યૂબ ચેનલોનું લિસ્ટ આ પ્રમાણે છે- ધી પંચ લાઈન, ઈન્ટરનેશનલ વેબ ન્યૂઝ, ખાલસા ટીવી, ધી નેકેડ ટ્રુથ, News 24, 48 ન્યૂઝ, કાલ્પનિક, હિસ્ટોરિકલ ફેક્ટ, પંજાબ વાયરલ, નયા પાકિસ્તાન ગ્લોબલ, કવર સ્ટોરી, ગો ગ્લોબલ, ઈ-કોમર્સ, જુનૈદ હલીમ ઓફિશિયલ, તૈયબ હનીફ અને જેન અલી ઓફિશિયલનો સમાવેશ થાય છે.

આ ચેનલના 35 લાખ સબ્સસ્ક્રાઈબર્સ, 55 કરોડ વીડિયો વ્યૂઝ
કેન્દ્ર સરકારના જણાવ્યા પ્રમાણે પાકિસ્તાનથી ઓપરેટ કરવામાં આવતી નયા પાકિસ્તાન ગ્રુપ (NPG) પાસે યુ-ટ્યૂબ ચેનલ્સનું એક નેટવર્ક છે. તે સિવાય બીજી અમુક યુ-ટ્યૂબ ચેનલ પણ છે, જોકે તેનો NPG સાથે કોઈ સંબંધ છે કે કેમ તે તપાસ ચાલી રહી છે. આ ચેનલ્સના અંદાજે 35 લાખ સબ્સસ્ક્રાઈબર્સ, 55 કરોડ વીડિયો વ્યૂઝ છે. અમુક યુ-ટ્યૂબ ચેનલ્સ પાકિસ્તાની ન્યૂઝ એન્કર્સ દ્વારા પણ ચલાવવામાં આવી રહી છે.

બે અલગ ઓર્ડર જાહેર કરાયા
આ કેસમાં બે અલગ ઓર્ડર જાહેર કરવામાં આવ્યા છે. પહેલો ઓર્ડર 20 યુ-ટ્યૂબ ચેનલ અને બીજો 2 વેબસાઈટ માટે છે. ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકોમને કહેવામાં આવ્યું છે કે, ઈન્ટરનેટ સર્વિસ પ્રોવાઈડર્સથી આ ચેનલ્સ અને વેબસાઈટ બ્લોક કરાવવામાં આવે.

સરકારના જણાવ્યા પ્રમાણે, આ સાઈટ્સની દેખરેખ કરતા ગ્રૂપમાં જોવા મળ્યું છે કે, આ પ્રકારનો દુષ્પ્રચાર રાષ્ટ્રીય સુરક્ષા માટે જોખમી છે કારણકે તેના દ્વારા ખોટી માહિતી ફેલાવવામાં આવી રહી છે. આ પાકિસ્તાનથી ભારત વિરુદ્ધ સંપૂર્ણ પ્લાનિંગથી ચલાવવામાં આવતું કેમ્પેન છે. જો કે તેની સામે કાર્યવાહી જરૂરી છે.

અન્ય સમાચારો પણ છે...