તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઈકોનોમિસ્ટમાંથી...:લૂ લાગવાથી સૌથી વધુ મોત ભારત અને ચીનમાં થાય છે

ન્યુયોર્ક4 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • ક્લાઇમેટ ચેન્જથી હીટ વેવવાળા દિવસ વધ્યા, વર્ષમાં કામના 30 હજાર કરોડ કલાક વેડફાય છે

સર્બિયાનું વર્કહોયાંસ્ક ગામ. આ વર્ષે ગરમી શરૂ થયા પહેલાં સુધી દુનિયાભરમાં આ ગામ એટલા માટે જાણીતું હતું કે તે આર્કટિક સર્કલની ઉત્તરે માનવ વસતીવાળો સૌથી ઠંડો પ્રદેશ છે. અહીં તાપમાન -67.8 ડિગ્રી સે. સુધી ગગડી જાય છે. જોકે, ગત જૂનમાં આ ગામે ઉલટો રેકોર્ડ સર્જ્યો.

ત્યારે ત્યાં પારો 38 ડિગ્રી સે. સુધી પહોંચી ગયો અને ગામ આર્કટિક સર્કલની ઉત્તરમાં સૌથી ગરમ પ્રદેશ બની ગયો. અહીંના લઘુત્તમ અને મહત્તમ તાપમાન વચ્ચે અંદાજે 100 ડિગ્રી સે. જેટલો તફાવત જણાયો.

મેડિકલ જર્નલ લેન્સેટમાં છપાયેલા રિપોર્ટ મુજબ, ગરમ થતી દુનિયામાં પૂર, પ્રદૂષણ, રોગચાળા જેવા ઘણાં જોખમ બહુ વધી જાય છે પણ હીટ વેવ (લૂ) સૌથી ખતરનાક સાબિત થઇ રહ્યું છે, ખાસ કરીને વૃદ્ધો માટે. દુનિયાના કોઇ પણ ભાગમાં હીટ વેવથી મોટી ઉંમરના અને પહેલેથી ગંભીર બીમારીથી પીડાતા લોકોના મોતની આશંકા વધી જાય છે.

ગત વર્ષે દુનિયાભરમાં 65 વર્ષના લોકોએ 1986થી 2005ની સરખામણીમાં સંયુક્તપણે હીટ વેવવાળા 290 કરોડ દિવસ વધુ વેઠ્યા. આ સાથે 2016નો રેકોર્ડ તૂટી ગયો છે.

ભારત અને ચીન હીટ વેવથી સૌથી વધુ અસરગ્રસ્ત થયેલા દેશો છે. તેના બે કારણ છે. એક, બંને દેશની વસતી ઘણી વધારે છે. બીજું, આ દેશોમાં પહેલેથી વધુ ગરમી પડે છે.વિશ્વભરમાં ગરમીના કારણે થતા મોત વર્ષ 2000ની તુલનાએ 2018માં 54 ટકા વધ્યા છે. 2018માં હીટ વેવના કારણે 65 વર્ષથી વધુ વયના 2.96 લાખ લોકોના મોત થયા. ચીનમાં 62 હજાર અને ભારતમાં 31 હજાર મોત થયા છે. બીજા તમામ દેશોથી વધુ. ગરમ થતી દુનિયામાં બીજા જોખમો પણ છે.

ગત વર્ષે કામકાજના 30,200 કરોડ કલાક હીટ વેવના કારણે વેડફાયા, જે આ સદીની શરૂઆતની સરખામણીમાં 10,300 કલાક વધુ છે. મોટા કૃષિ ઉદ્યોગના કારણે ભારતની ઉત્પાદકતાને સૌથી વધુ અસર થઇ છે. દેશની બહુ ઓછી કૃષિ જમીનો સિંચિત છે.

પર્યાવરણમાં ફેરફાર પણ કોરોના મહામારી જેવો જ ખતરનાક
સંશોધકોનું કહેવું છે કે પર્યાવરણ પણ કોરોના મહામારીની જેમ જ ગંભીર પડકાર ઊભો કરી રહ્યું છે. જોકે, તેની તીવ્રતા કોરોનાની સરખામણીમાં ઓછી છે. હવામાનમાં તીવ્ર ઉતાર-ચઢાવવાળા દિવસોની સંખ્યા વધશે તેમ-તેમ દેશોએ એ જાણવું પડશે કે વસતીના કયા સમૂહને તેની સૌથી વધુ અસર થઇ શકે છે? તે માટે તેમણે હેલ્થકેર પાછળ વધુ રોકાણ કરવાની જરૂર પડશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ મિત્રો તથા પરિવારના લોકો સાથે મોજ-મસ્તીમાં પસાર થશે. સાથે જ લાભદાયક સંપર્ક પણ સ્થાપિત થશે. ઘરના રિનોવેશનને લગતી યોજના બનશે. તમે સંપૂર્ણ મનથી ઘરના બધા સભ્યોની જરૂરિયાતોને પૂર્ણ કરવા...

  વધુ વાંચો