• Gujarati News
  • International
  • India Also Invited Pakistan, If Pakistan's NSA Comes, Will Be The First High level Meeting Between The Two Countries In 5 Years

તાલિબાન મુદ્દે આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સ:ભારતે પાકિસ્તાનને પણ આમંત્રણ આપ્યું, જો પાકિસ્તાનના NSA આવશે તો બંને દેશો વચ્ચે 5 વર્ષમાં પ્રથમ ઉચ્ચ સ્તરીય બેઠક મળશે

નવી દિલ્હીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
ભારતીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ રાષ્ટ્રીય સુરક્ષા પરિષદ સેક્રિટેરિએટ દ્વારા આયોજિત આ બેઠકનું નેતૃત્વ કરી શકે છે. - Divya Bhaskar
ભારતીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ રાષ્ટ્રીય સુરક્ષા પરિષદ સેક્રિટેરિએટ દ્વારા આયોજિત આ બેઠકનું નેતૃત્વ કરી શકે છે.
  • પાકિસ્તાન, રશિયા, ચીન, ઈરાનના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકારોને કોન્ફરન્સમાં ભાગ લેવા આમંત્રણ

આવતા મહિને ભારત અફઘાનિસ્તાનની પરિસ્થિતિ પર ગ્લોબલ કોન્ફરન્સનું આયોજન કરવા જઈ રહ્યું છે. આમાં ભારતે ઘણા દેશોના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકારોને ભાગ લેવા આમંત્રણ આપ્યું છે. આ દેશોમાં પાકિસ્તાન અને રશિયાનો પણ સમાવેશ થાય છે. આ બે દેશો સિવાય ચીન, ઈરાન, ઉઝબેકિસ્તાનને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે.

ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના અહેવાલ અનુસાર, આ બેઠકમાં અફઘાનિસ્તાનમાં તાલિબાનના કબજા બાદ ઉદ્ભવેલી માનવતાવાદી દુર્ઘટના અને સુરક્ષા કટોકટી પર ચર્ચા કરવામાં આવશે. આ વિશે પણ ચર્ચા કરવામાં આવશે કે તાલિબાનોએ તેમના શાસનમાં માનવાધિકારનું રક્ષણ કરવું પડશે. આશા છે કે આ બેઠક રાષ્ટ્રીય સુરક્ષા પરિષદ સેક્રેટેરીએટ દ્વારા આયોજીત કરવામાં આવી રહી છે. ભારતીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ તેની આગેવાની કરશે.

2016 પછી બંને દેશોની પ્રથમ ઉચ્ચ સ્તરીય બેઠક
ભારતમાં સરહદ પારથી આતંકવાદની વધતી જતી ઘટનાઓને કારણે કેન્દ્ર સરકાર સતત ભાર આપી રહી છે કે લશ્કર-તૈયબા અને જૈશ-એ-મોહમ્મદ જેવા આતંકવાદી સંગઠનો પર પાકિસ્તાનને કાબૂ મેળવવો પડશે. આવી સ્થિતિમાં, જોવાનું એ રહેશે કે ભારતમાં યોજાનારી બેઠકમાં પાકિસ્તાનનો હિસ્સો શું રહેશે અને આ કોન્ફરન્સમાં પાકિસ્તાની NSA મોઈદ યુસુફ સામેલ થવા ભારત આવશે.

જો તેઓ હાજરી આપવા માટે ભારત આવે છે, તો તે 2016માં તત્કાલીન પાકિસ્તાનના વડાપ્રધાન નવાઝ શરીફના વિદેશ બાબતોના સલાહકાર સરતાજ અઝીઝની ભારત મુલાકાત પછી બંને દેશો તરફથી આ પ્રથમ ઉચ્ચ સ્તરીય બેઠક યોજાશે.

તાલિબાનને આમંત્રણ નહીં
નવેમ્બરના બીજા સપ્તાહમાં યોજનારી આ બેઠક માટે ભારતે તાલિબાનને આમંત્રણ આપ્યું નથી. જો કે 20 ઓકટોબરે રશિયામાં યોજનારી મોસ્કો ફોર્મેટની વાતચીત માટે તાલિબાનને આમંત્રણ આપવામાં આવ્યું છે. તેમાં ભારત પણ ભાગ લેશે. ભારત સરકાર તાલિબાનને અહીં આમંત્રિત કરવા માટે સાવચેતી રાખી રહી છે કારણ કે તાલિબાન સરકારે અફઘાનિસ્તાનમાં દરેકના અધિકારોનું સન્માન કરવા બાબતે અને સર્વસમાવેશક સરકાર રચવાની આંતરરાષ્ટ્રીય સમુદાયની માગણીનો અત્યાર સુધી કોઈ જવાબ આપ્યો નથી.

અન્ય સમાચારો પણ છે...