બ્રિટનના મુસાફરોને રાહત:બ્રિટનના ઝુક્યા બાદ ભારતે પણ બ્રિટિશ મુસાફરોને રાહત આપી, હવે 10 દિવસ ક્વોરન્ટાઈન નહી રહેવું પડે

15 દિવસ પહેલા
  • કૉપી લિંક
ફાઈલ ફોટો - Divya Bhaskar
ફાઈલ ફોટો

બ્રિટનના ક્વોરન્ટાઇન નિયમો સામે ઝૂક્યા બાદ ભારત સરકારે પણ બુધવારે તેની સુધારેલી માર્ગદર્શિકા પાછી ખેંચી લીધી છે. બ્રિટને કડક વલણ અપનાવ્યા બાદ આ માર્ગદર્શિકા 1 ઓક્ટોબર, 2021ના રોજ જારી કરવામાં આવી હતી. આ અંતર્ગત ભારત સરકારે યુકેથી આવતા લોકોને વેક્સિનનો ડોઝ હોવા છતાં 10 દિવસ સુધી ક્વોરેન્ટાઇનમાં રહેવું ફરજિયાત બનાવ્યું હતું અને તે પણ તેમના પોતાના ખર્ચે. આ ઉપરાંત 72 કલાક પહેલા RT-PCR રિપોર્ટ લાવવો પણ ફરજિયાત કરવામાં આવ્યો હતો. સાથે જ ભારત આવ્યાના આઠ દિવસ બાદ ટેસ્ટિંગ પણ કરાવવું પડ્યું હતું. ભારત સરકારના આ વલણ પછી બ્રિટિશ સરકાર બેકફૂટ પર આવી ગઈ હતી.

હવે ફેબ્રુઆરીમાં આવેલ નિયમ લાગૂ રહેશે
માર્ગદર્શિકા પરત લીધા બાદ હવે ફેબ્રુઆરીમાં જાહેર કરવામાં આવેલા નિર્દેશો જ લાગૂ રહેશે. તે પ્રમાણે 10 દિવસ સુધી ક્વોરન્ટાઈન નહી રહેવું પડે અને ઘણા નીયમોમાં છૂટ મળશે.

ભારતના કડક વલણથી બ્રિટન બેકફુટ પર આવ્યું હતું
ભારત સરકારે કડક વલણથી બ્રિટન સરકારે જાહેરાત કરી હતી કે 11 ઓક્ટોબરથી કોવિશિલ્ડ તથા યૂકેમાં મંજૂરી પામેલી કોઈ પણ અન્ય વેક્સિનને લગાવનાર ભારતીય મુસાફરોને ક્વોરન્ટાઈન નહી કરવામાં આવે.

ભારતની ચેતવણી પર કોવિશિલ્ડને માન્યતા આપી હતી
ભારતની ગંભીર ચેતવણી બાદ સપ્ટેમ્બરમાં બ્રિટને કોવિશિલ્ડને માન્યતા આપી હતી, પરંતુ તેમા એક નવો નીયમ નાખી દીધો હતો. તેમાં ભારતમાં બનેલી કોવિશિલ્ડ લેનારા યાત્રીઓને 10 દિવસો માટે ક્વોરન્ટાઈન અનિવાર્ય કરી દીધું હતું. ત્યાર બાદ ભારત સરકારે બ્રિટનના આ વલણ પર કડક કાર્યવાહી કરવાનો નિર્ણય લીધો હતો.

અન્ય સમાચારો પણ છે...