લદ્દાખમાં સીમા પર તણાવ:ભારતે પણ ચીનની સમકક્ષ સૈનિકો ગોઠવ્યા, ડિપ્લોમસી મારફતે તણાવ ઓછો કરવા પ્રયત્ન જારી

નવી દિલ્હી2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભારત અને ચીન વચ્ચે ડોકલામ વિવાદ બાદ વર્તમાન સમયમાં સૌથી વધારે તંગ પરિસ્થિતિ છે - Divya Bhaskar
ભારત અને ચીન વચ્ચે ડોકલામ વિવાદ બાદ વર્તમાન સમયમાં સૌથી વધારે તંગ પરિસ્થિતિ છે
  • લદ્દાખના પૂર્વ વિસ્તારમાં ભારત અને ચીન વચ્ચે કેટલાક દિવસોથ તણાવ જારી છે
  • ચીન સેનાની ઉસ્થિતિને જોતા ભારતે પણ સૈનિકોની સંખ્યા વધારી છે

ભારત અને ચીન વચ્ચે લદ્દાખના પૂર્વ વિસ્તારમાં તણાવભરી સ્થિતિ છે.ચીને સૈનિકો વધારતા ભારતે પણ અહીં સૈનિકોની સંખ્યા વધારી છે. વાસ્તવિક નિયંત્રણ રેખા (LAC) પર તણાવભરી સ્થિતિ છે. પરિસ્થિતિને જોતા એવું લાગે છે કે બન્ને સેના અહીં લાંબા સમય સુધી રહેવા માટે તૈયારી કરી રહી છે. તણાવને ઓછો કરવા માટે બન્ને દેશે કૂટનીતિક સ્તરે પ્રયાસ શરૂ કરી દીધા છે.
કમાન્ડર્સની બેઠકમાં નિર્ણય

ન્યૂઝ એજન્સીઓના જણાવ્યા પ્રમાણે તાજેતરમાં આર્મી કમાન્ડર્સની કોન્ફરન્સ યોજાઈ હતી. તેમા નિર્ણય લેવામાં આવ્યો હતો કે ચીન તરફથી સૈનિકોની વધતી સંખ્યાને ધ્યાનમાં રાખી ભારતે પણ જવાબી તૈયારી કરવી જોઈએ. ત્યારબાદ ભારતના પૂર્વી લદ્દાખમાં સૈનિકો વધારવાની શરૂઆત કરી. આ કોન્ફરન્સમાં ચીનની દબાણની રાજનીતિનો સામનો કરવાના ઉપાયોગ અંગે પણ વ્યાપક ચર્ચા વિચારણા થઈ.

સેટેલાઈ ઈમેજથી જાણકારી મળી

સૂત્રોના જણાવ્યા પ્રમાણે LAC પર ગાલવન ઘાટીની બીજી બાજુ (ચીનના વિસ્તાર) ચીને હથિયાર અને દારૂગોળો જમા કર્યો છે. સેટેલાઈટથી મળેલી તસવીરોથી આ વાતની પૃષ્ટિ થઈ છે. ભારત માટે આ જોખમના સંકેત છે. ભારતે પણ જવાબી તૈયારી કરવામાં કોઈ જ વિલંબ કર્યો નથી. ભારતીય સેના દુશ્મન સામે કરવા ઈચ્છે છે.

મે મહિનામાં તણાવ વધતો રહ્યો
ભારત અને ચીનના સૈનિકો વચ્ચે લદ્દાખના પૈંગોગમાં પાંચ અને છ મેના રોજ ઝપાઝપી થઈ હતી. અહીં બન્ને દેશ અલગ-અલગ સીમા રેખાનો દાવો કરી રહ્યા છે. તેને લીધે સતત તણાવની સ્થિતિ જળવાઈ રહી છે.

ડોકલામ બાદ સૌથી મોટી ઝપાઝપી

જો ભારત અને ચીનની સેના લદ્દાખમાં સામ-સામે આવી તો વર્ષ 2017ના ડોકલામ વિવાદ બાદ આ સૌથી મોટો વિવાદ હશે. ડોકલામ વિસ્તારમાં બન્ને દેશ વચ્ચે 2017માં 16 જૂનથી 28 ઓગસ્ટ વચ્ચે તંગ સ્થિતિ જળવાઈ હતી. વર્ષના અંતમાં બન્ને દેશોએ સેના પાછી બોલાવવા સહમતિ બનાવી હતી.

અન્ય સમાચારો પણ છે...