અમેરિકન પ્રાંત ટેક્સાસના એલ-પાસો શહેરમાં મેક્સિકો સીમાથી સેંકડો પ્રવાસીઓનો સમૂહ પહોંચ્યો છે. આ લોકો નિકારાગુઆથી આવ્યા છે. તેમની સંખ્યા એક હજારથી વધુ છે. આ લોકો સોમવારે અમેરિકા-મેક્સિકો સીમા પર રિયો બ્રાવો નદી પાર કરી અમેરિકાની સીમમાં દાખલ થયા.
એક અધિકારીએ બતાવ્યું કે છેલ્લા એક અઠવાડિયામાં રોજના આશરે 2 હજાર પ્રવાસી ગેરકાયદેસર રીતે અમેરિકા પહોંચી રહ્યા છે. આની પહેલાં ઓક્ટોબર મહિનામાં 50 હજાર પ્રવાસી ગેરકાયદેસર રીતે અમેરિકાની સીમામાં આવ્યા હતા. એની પહેલાં શુક્રવાર અને શનિવારે એલ પાસોમાં 2,600થી વધુ લોકો સીમા પાર કરવામાં સફળ રહ્યા.
ગેરકાયદેસર રીતે નદી પાર કરી રહ્યા
લોકો એનજીઓની મદદથી રિયો બ્રાવો નદી સુધી પહોંચે છે અને ગેરકાયદે રીતે એલ પાસોમાં આવી જાય. મીડિયા રિપોર્ટ અનુસાર પ્રવાસી પોતાના ખભા પર બેગ અને બાળકોને પીઠ પર લઇને મેક્સિકોમાં સ્યૂદાદ જુઆરેજથી અમેરિકાની બોર્ડર ક્રોસ કરવા માટે રિયો બ્રાવો નદીમાં ઊતરે છે.
હકીકતમાં કોરોના દરમિયાન પ્રતિબંધોને લીધે 2020 અને 2021માં પ્રવાસીનું આવવાનું ઓછું થયું હતું. પ્રતિબંધો હટાવ્યા પછી ફરીથી અમેરિકાની આસપાસના દેશોમાંથી પ્રવાસીઓનું આવવાનું શરૂ થયું અને આ સંખ્યા વધતી જ રહે છે. આ બધા બહેતર ભવિષ્યની શોધમાં અમેરિકા આવે છે.
પ્રવાસીઓને અમેરિકન રાષ્ટ્રપતિ બાઇડનની નીતિઓથી આશા
પ્રવાસીઓમાં નિકારાગુઆનું એક ગ્રુપ પણ છે, જેને મેક્સિકોમાં અધિકારીઓએ ગયા વીકમાં પકડી લીધું હતું. તેમને પાછળથી છોડવામાં આવ્યા. ત્યાર બાદ તેઓ અમેરિકા પહોંચ્યા હતા. એક પ્રવાસીએ કહ્યું-તે એક માત્ર રાષ્ટ્રપતિ છે, જે અમારી મદદ કરશે. અમે જાણીએ છીએ તેઓ અમારા માટે દરવાજા ખોલશે.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.