તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દ્રશ્યો જોઈ નહીં લાગે કોરોના અહીંથી શરૂ થયો હશે:વુહાનમાં ગ્રેજ્યુએશન સમારોહમાં 11 હજાર વિદ્યાર્થી ભેગા થયા, એ પણ માસ્ક કે સોશિયલ ડિસ્ટન્સિંગ વગર

વુહાન3 મહિનો પહેલા
વુહાનમાં ગ્રાન્ડ સ્નાતક સમારોહ ઊજવાયો.
  • વુહાનમાં કોરોનાકાળમાં 76 દિવસનું લોકડાઉન લગાવાયું હતું

સમગ્ર વિશ્વમાં કોરોનાવાયરસ ફેલાવા માટે જવાબદાર ગણાતું વુહાન હવે ન્યૂ નોર્મલમાં પ્રવેશી ગયું છે. અહીં તાજેતરમાં જ વિદ્યાર્થીઓ માટે એક ગ્રાન્ડ સ્નાતક સમારોહની ઉજવણી કરવામાં આવી હતી. વુહાનમાં 'હ્યુજ રેડ બેનર' અંતર્ગત 11,000થી વધારે વિદ્યાર્થીઓનું સ્વાગત કરવામાં આવ્યું હતું.

નેવી ગાઉન અને મોર્ટાર બોર્ડમાં વિદ્યાર્થીઓ સોશિયલ ડિસ્ટન્સિંગ અને માસ્ક વગર એક જ હરોળમાં બેઠા હતા. અહીં એક મોટું બેનર લગાવવામાં આવ્યું હતું, જેના પર લખ્યું હતું કે 2020ના સ્નાતકોનું ફરીથી તેમના ઘરમાં સ્વાગત છે. અમે તમારા દરેકના ઉજ્જવળ ભવિષ્યની પ્રાર્થના કરીએ છીએ. આ ઉપરાંત અહીં એક બેનર પર પ્રાચીન ચીનની કવિતાનો કોટ લઈને લખ્યું હતું કે 'માછલીના કૂદ્યા પછી દરિયો અનંત હોય છે'

કોઈપણ નિયમ વગર ઊજવાયો સ્નાતક સમારોહ.
કોઈપણ નિયમ વગર ઊજવાયો સ્નાતક સમારોહ.

કોવિડ-19 પહેલીવાર 2019ના અંતમાં મધ્ય ચીનના હુબેઈથી રાજ્ય વુહાનમાં ફેલાયો હતો, જેને કારણે 11 મિલિયનના શહેરમાં સખત લોકડાઉન લગાવવું પડે એવી સ્થિતિ ઊભી થઈ હતી. એપ્રિલ 2020 સુધી પ્રતિબંધોમાં કોઈ ઢીલ આપવામાં આવી નહી. અહીં 76 દિવસના લોકડાઉન પછી શહેર ફરી ધીમે ધીમે ખૂલવા લાગ્યું હતું. અહીં સ્કૂલો પણ ઘણા સમય સુધી બંધ રાખવામાં આવી હતી.

રવિવારે અહીં યોજાયેલા સ્નાતક સમારોહમાં 2,200થી વધારે વિદ્યાર્થીઓ એવા હતા, જે વાયરસ પ્રતિબંધોને કારણે ગયા વર્ષે તેમના સમારોહમા સામેલ થઈ શક્યા નહોતા.

એક જ સ્થળે 11,000થી વધારે વિદ્યાર્થીઓ ભેગા થયા હતા.
એક જ સ્થળે 11,000થી વધારે વિદ્યાર્થીઓ ભેગા થયા હતા.

ચીને સખત સીમા નિયંત્રણ, ક્વોરન્ટીન, ઓનલાઈન હેલ્થ કોડ અને સ્થાનિક ટ્રાન્સપોર્ટ પર કડક પ્રતિબંધો લગાવીને કોવિડ-19ની મહામારી પર નિયંત્રણ મેળવ્યું છે. 22 તારીખે અહીં કુલ 20 નવા કેસ નોંધાયા છે, જેમાંથી વિદેશથી આવેલા 18 લોકો સંક્રમિત મળ્યા છે અને બે દક્ષિણી ગ્વાંગડોંગ રાજ્યના સંક્રમિત નોંધાયા છે.

એક સમયે અહીં દુનિયાનું સૌથી કડક લોકડાઉન હતું.
એક સમયે અહીં દુનિયાનું સૌથી કડક લોકડાઉન હતું.

સ્નાતક સમારોહની અન્ય તસવીરો

અહીં બહુ ઓછા લોકોએ નિયમોનું પાલન કર્યું હતુંય
અહીં બહુ ઓછા લોકોએ નિયમોનું પાલન કર્યું હતુંય
અહીં યોજાયેલા સ્નાતક સમારોહમાં 2,200થી વધારે વિદ્યાર્થીઓ એવા હતા, જે વાયરસ પ્રતિબંધોને કારણે ગયા વર્ષે સામેલ થઈ શક્યા નહોતા.
અહીં યોજાયેલા સ્નાતક સમારોહમાં 2,200થી વધારે વિદ્યાર્થીઓ એવા હતા, જે વાયરસ પ્રતિબંધોને કારણે ગયા વર્ષે સામેલ થઈ શક્યા નહોતા.
અન્ય સમાચારો પણ છે...