સમસ્યા:USમાં શિક્ષકોને ઓછો પગાર, દરરોજ 10 કલાક ડ્રાઇવર-વેઈટરની પાર્ટ ટાઇમ જોબથી ઘર ચાલે છે

ન્યૂયોર્ક16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • અનેક શિક્ષકોએ નોકરી છોડી, સ્કૂલના બાળકોના અભ્યાસ પર અસર

અમેરિકામાં શિક્ષકોને ઓછા પગારને કારણે ગુજરાન ચલાવવું વધુ પડકારજનક બન્યું છે. અનેક શિક્ષકોએ મજબૂરીમાં નોકરી છોડીને વધુ વેતન આપતી નોકરી શોધી રહ્યાં છે, જેથી ઘરનું ગુજરાન ચાલી શકે. પરિણામે, સ્કૂલોમાં શિક્ષકોની અછતને કારણે બાળકોના અભ્યાસ પર અસર થઇ છે. શૈક્ષણિક ક્ષેત્રે અનેક વર્ષનો અનુભવ ધરાવતા એલિસન હાલે કહે છે કે હોટલ, સલૂન, સિક્યોરિટી જેવા ક્ષેત્રમાં કામ કરીને લોકો વધુ કમાણી કરી રહ્યાં છે.

શિક્ષકો પાર્ટ ટાઇમ જોબ કરવા માટે મજબૂર છે. તેઓ ભણાવવાની સાથે જ આઇસક્રીમ શૉપ, ગ્રોસરી ડિલીવરી, કેબ ડ્રાઇવર, વેઈટર જેવી પાર્ટ ટાઇમ જોબ કરે છે. શિક્ષકો પાર્ટ ટાઇમ જોબ સહિત દરરોજ 10 કલાક કામ કરી રહ્યાં છે. વાસ્તવમાં, અમેરિકામાં એક દાયકાની તુલનામાં શિક્ષકોનો પગાર 10% ઘટ્યો છે. બાકીના શિક્ષકો પર બોજ વધ્યો છે.

એક સરવે અનુસાર અડધાથી વધુ શિક્ષકો આ પ્રોફેશનમાંથી બહાર નીકળવા માટે અન્ય તક શોધી રહ્યાં છે. તેનું પરિણામ સ્કૂલમાં ભણતા બાળકો ભોગવી રહ્યા છે. સ્કૂલમાં તેમને ભણાવવા માટે શિક્ષકો નથી. બાળકો શિક્ષક વગરના ક્લાસની વીડિયો પણ સોશિયલ મીડિયા પર શેર કરે છે. નબળી શિક્ષણ વ્યવસ્થા માટે નેતાઓને જવાબદાર મનાય છે. વર્ષોથી સ્કૂલને પર્યાપ્ત ફંડ અપાતું નથી.

સ્ટાફની અછતને લીધેે શિક્ષકો પર કામનું ભારણ વધ્યું
ઇન્ડિયાના પ્રાંતની જૂનિયર હાઇસ્કૂલમાં કાઉન્સેલર રહેલા એના સુટરે કહ્યું કે સાથી શિક્ષકોએ રાજીનામું આપતા તેમને સ્ટાફના અન્ય કામ કરવા પડે છે. તે પોતાની ક્ષમતાથી 4-5 ગણું વધુ કામ કરી રહી છે. જેની અસર અંગત જીવન પર પડી છે. અંતે રાજીનામું આપ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...