તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • International
  • In The US, 97% Of Women Pay More Attention To The Study Of Children, While 66% Said They Do Not Get The Cooperation Of Their Husbands

સરવે:અમેરિકામાં 97% મહિલા બાળકોના અભ્યાસ પર વધુ ધ્યાન આપે છે, 66%એ કહ્યું, પતિનો સહકાર નથી મળતો

ન્યૂયોર્ક5 મહિનો પહેલાલેખક: ક્લેયર કૈન મિલર 
  • કૉપી લિંક
બાળકીને ભણાવી રહેલી માતા

અમેરિકન અખબાર ન્યૂયોર્ક ટાઈમ્સના તાજા સર્વેક્ષણ પ્રમાણે, લૉકડાઉનમાં 97% મહિલાઓએ કહ્યું છે કે, તેઓ ઘરના કામકાજની સાથે બાળકોના અભ્યાસ પર પણ વધુ ધ્યાન આપે છે, જ્યારે ફક્ત 3%એ કહ્યું છે કે, તેમના પતિ પણ આ તરફ ધ્યાન આપી રહ્યા છે. જોકે, પુરુષો આ વાતનો સ્પષ્ટ ઈનકાર કરી રહ્યા છે. સરવેમાં 20% પતિઓએ તર્ક કર્યો છે કે, ઘરના કામકાજ કે બાળકોની સંભાળની જવાબદારી ફક્ત પત્નીઓની છે. એપ્રિલમાં લૉકડાઉન દરમિયાન 2,200 પરિવાર સાથે વાત કરીને કરેલા આ સર્વેક્ષણમાં જાણવા મળ્યું છે કે, અત્યાર સુધી ઘરનું અને બાળકોની સંભાળનું કામ પુરુષો-મહિલાઓ વહેંચીને કરતા, પરંતુ હાલ તેઓ આ કામને વહેંચતા નથી. 70% મહિલાઓનું કહેવું છે કે, લૉકડાઉન પછી બાળકોની સંભાળ સહિત તમામ પ્રકારના ઘરના કામ તેઓ જ કરી રહી છે. જ્યારે 66% મહિલાઓએ કહ્યું છે કે, આ મામલામાં પતિઓ તરફથી કોઈ જ સહકાર નથી મળતો. આવા દંપત્તિ, જે લૉકડાઉમાં સંયુક્ત રીતે વર્ક ફ્રોમ હોમ કરી રહ્યા છે, તેમનામાં આ ભેદભાવ ઓછો જોવા મળ્યો છે. આવા દંપત્તિઓમાં 67% મહિલાઓ બાળકોને ભણાવી રહી છે. 
કોરોનાની વધુ ચિંતાથી હાર્ટએટેક અને ઈમ્યુન સિસ્ટમને ખતરો, આનંદ મળે તેવા કામ કરો

જેન ઈ બ્રોડીઃ કોરોના વાઈરસના કારણે લોકોમાં ભયનો માહોલ છે. આ સંજોગોમાં તણાવ લાંબા સમય સુધી રહે તો તેનાથી આરોગ્યને નુકસાન થઈ શકે. ડૉક્ટરો સલાહ આપે છે કે, એક હદ સુધી ચિંતા વાજબી છે, પરંતુ તેના વિશે સતત વાંચતા રહેવાથી શારીરિક અને માનસિક આરોગ્ય પર ખરાબ અસર પડે છે. ચિંતા અને ગભરાટ હાર્ટ એટેક અને નબળી ઈમ્યુન સિસ્ટમ જેવી મુશ્કેલીઓ લાવી શકે છે. હાવર્ડ સ્કૂલ ઓફ પબ્લિક હેલ્થના ડેવિડ રોપિક કહે છે કે, ઈતિહાસમાં આવી ઘટના નથી બની, જ્યારે દરેક વ્યક્તિ ફક્ત એક જ બાબતને લઈને ચિંતિત હોય. પહેલા આવો કોઈ ખતરો ન હતો, જે દુનિયાના 780 કરોડ લોકો સુધી આટલો ઝડપથી ફેલાયો હોય.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે આકરી મહેનત અને પરીક્ષાનો સમય છે. પરંતુ તમે તમારા લક્ષ્યને પ્રાપ્ત કરવામાં સફળ રહેશો. વડીલોનો સ્નેહ અને આશીર્વાદ તમારા માટે જીવનની સૌથી મોટી પૂંજી રહેશે. પરિવારની સુખ-સુવિધાઓ પ્રત્યે પણ ત...

વધુ વાંચો