તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • International
  • In The US, 1.5 Million Mothers Of Children Under The Age Of 13 Have Lost Their Jobs, Forcing Some Parents To Work Late Into The Night.

ધ ઇકોનોમિસ્ટમાંથી:અમેરિકામાં 13 વર્ષથી નાના બાળકોની 15 લાખ માતાઓએ નોકરી છોડવી પડી, કેટલાક માતા-પિતા મોડી રાત સુધી કામ કરવા મજબૂર

વોશિંગ્ટન2 મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર
  • કોરોના મહામારીએ દુનિયાભરના માતા-પિતાઓની જિંદગી બદલી નાખી છે

કોરોના મહામારીએ દુનિયાભરના પેરન્ટ્સની જિંદગી બદલી નાખી છે. પેરન્ટ્સ પર સ્કૂલો અને વર્કપ્લેસ બંધ થવાની સૌથી વધુ અસર થઇ છે. ખાસ કરીને માતાઓને તેનાથી વધુ અસર થઇ રહી છે. અમેરિકાના જાન્યુ. 2021 સુધીના આંકડા ચિંતાજનક છે.

ગત વર્ષે અમેરિકામાં 13 વર્ષથી ઓછી ઉંમરના બાળકોની 15 લાખ (8%) માતાઓએ કામકાજ છોડવું પડ્યું જ્યારે સામાન્ય વર્કિંગ વિમેન્સના કિસ્સામાં આ આંકડો 5.3% છે. તે જ રીતે 13 વર્ષથી ઓછી ઉંમરના બાળકો ધરાવતા 5.6% પિતાએ કામ છોડવું પડ્યું. અમેરિકન સાઇકોલોજિકલ એસો. (એપીએ)ના જણાવ્યા મુજબ, અમેરિકામાં કોરોનાકાળમાં અન્ય લોકોની સરખામણીમાં બાળકોના પેરન્ટ્સ વધુ પરેશાન થયા છે. યુનિવર્સિટી કોલેજ લંડન સાથે જોડાયેલા એલિસ પૉલ પણ કહે છે કે બ્રિટનમાં ઘણાં માતા-પિતા ભારે ચિંતા, માનસિક તાણ અને ડિપ્રેશનથી પીડિત છે. તેમની સૌથી મોટી ચિંતા પરિવારની કફોડી આર્થિક સ્થિતિની છે.

જર્મનીની કેથરીના બોશે વ્યવસાયે વકીલ અને 3 સંતાનની માતા છે. તે કહે છે કે, ‘થોડાં દિવસોમાં જ બધું હાથમાંથી નીકળી ગયું. દીકરીઓની સ્કૂલ 14 મહિના બંધ રહી. વચ્ચે થોડા-થોડા સમય માટે ખુલી પણ ખરી પરંતુ અમારી દિનચર્યા સંપૂર્ણપણે બદલાઇ ગઇ. દીકરીઓને ઓનલાઇન સ્ટડીમાં મદદ કરવી પડી. પોતાના કામ માટે શાંતિપૂર્ણ સમયની જરૂર હતી. એવામાં હું મોડી રાત્રે કે સવારે 4થી 8 વાગ્યા દરમિયાન કામ કરતી હતી.’

બાળકો પર જ ફોકસ, વીકએન્ડનો આનંદ પણ નથી લઇ શકતા
મહામારી અગાઉ પણ બાળકોની સારસંભાળ માટે પેરન્ટ્સે ઘણો સંઘર્ષ કરવો પડતો હતો. જોકે, ત્યારે ચાઇલ્ડ કેર સેન્ટરની મદદ મળી જતી. બ્રિટનમાં મહામારીના કારણે પેરન્ટ્સ બાળકો સાથે વધુ સમય ગાળી રહ્યા છે. તેમણે વીકએન્ડ નાઇટનો આનંદ માણવાનું પણ ઓછું કરી દીધું છે.

અન્ય સમાચારો પણ છે...