તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

અમેરિકામાં રાષ્ટ્રપતિની ચૂંટણી:અમેરિકામાં 1.3 કરોડ લોકો મત નાંખી ચૂક્યા છે, 2016ની તુલનામાં 10 ગણા વધારે

ન્યૂયોર્ક12 દિવસ પહેલા
  • કૉપી લિંક
ફાઈનલ મતદાન પહેલાં વધતા મતદાનનું કારણ કોરોના છે. તેના કારણે જ લોકો સુરક્ષિત રીતે મતદાન કરવા પ્રેરિત થયા છે.
  • અમેરિકામાં કોરોનાના ડર પહેલાં મત નાંખવાનો ટ્રેન્ડ વધ્યો

અમેરિકામાં પ્રમુખપદની ચૂંટણીમાં અત્યાર સુધી રેકોર્ડબ્રેક 1.3 કરોડ લોકો મત નાંખી ચૂક્યા છે. ત્રીજી નવેમ્બર મતદાનનો આખરી દિવસ છે. ફાઈનલ ડે પહેલાં મત નાંખવાનો આ ટ્રેન્ડ 2016ની ચૂંટણીની તુલનામાં ઘણો વધારે છે. 2016માં 16 ઓક્ટોબર સુધી ફક્ત 14 લાખ લોકોએ મતદાન કર્યું હતું.

ફ્લોરિડા યુનિવર્સિટીના પોલિટિકલ સાયન્ટિસ્ટ માઈકલ મેકડોનાલ્ડે આ અંગે અભ્યાસ કર્યો છે. તેમના કહેવા પ્રમાણે, બુધવાર સુધી 1,30,15,615 લોકો મત આપી ચૂક્યા છે. તેમાંથી આશરે 60 લાખ લોકોએ મેલ થકી અને બાકીનાએ બેલેટ બોક્સમાં મત આપ્યો છે. પાંચ રાજ્ય મિનેસોટા, સાઉથ ડેકોટા, વર્મોન્ટ, વર્જિનિયા અને વિસ્કોન્સિમાં 2016ની તુલનામાં 20% વધુ લોકો મત આપી ચૂક્યા છે.

ફાઈનલ મતદાન પહેલાં વધતા મતદાનનું કારણ કોરોના છે. તેના કારણે જ લોકો સુરક્ષિત રીતે મતદાન કરવા પ્રેરિત થયા છે. અમેરિકામાં મતદારો મેલ અને કેન્દ્રીય બૂથ પર જઈને બેલેટ થકી ફાઈનલ મતદાન પહેલાં મત આપી શકે છે. જોકે, તેનો ઉપયોગ વિશેષ સંજોગોમાં જ કરાય છે. સામાન્ય રીતે, વૃદ્ધો, સૈન્ય કર્મચારીઓ અને વિદેશોમાં રહેતા અમેરિકનો જ આ સુવિધાનો ઉપયોગ કરે છે.

મેલથી મતદાન કરવાના બે વિકલ્પ છે. પહેલો અનુપસ્થિત મતદાન અને બીજો મેલ ઈન બેલેટ. અનુપસ્થિત મતપત્ર માટે મતદારે એક આવેદન ભરીને મતપત્રનો અનુરોધ કરવાનો હોય છે અને તેમાં તેમણે કહેવાનું હોય છે કે તેઓ નક્કી દિવસે કેમ મત આપી શકે એમ નથી? જોકે, કેટલાંક રાજ્યમાં અનુરોધ વિના જ મતપત્ર કે આવેદન ઓટોમેટિક રીતે દરેક લાયક મતદાતાને મેલ કરી દેવાય છે. કોરોનાના કારણે રાજ્યોએ મેલ ઈન વૉટિંગ પ્રક્રિયાને હળવી બનાવી છે. 34 રાજ્યમાં આ વ્યવસ્થાનો ઉપયોગ થઈ શકે છે, જ્યારે સાત રાજ્યમાં નિયમ પહેલાંની જેમ જ છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે કોઇ સમાજ સેવા કરતી સંસ્થા કે કોઇ પ્રિય મિત્રની મદદમાં સમય પસાર થશે. ધાર્મિક તથા આધ્યાત્મિક કાર્યોમાં પણ તમારો રસ જળવાશે. યુવા વર્ગ પોતાની મહેતન પ્રમાણે શુભ પરિણામ પ્રાપ્ત કરશે. તમારા લક્...

વધુ વાંચો