બદલાવની દિશા:અમેરિકાંમાં 25 વર્ષના યુવા પણ ચૂંટણીમેદાનમાં ઉતરી રહ્યા છે

ન્યુયોર્ક3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ભેદભાવના રાજકારણથી અમેરિકાને નુકસાન થયું હોવાનું માને છે

ગન કલ્ચર અને રંગભેદથી નારાજ અમેરિકાના યુવાઓ હવે બદલાવની દિશામાં છે. 25 વર્ષના યુવાઓ રાજકારણના મેદાનમાં ઉતરી રહ્યા છે. અમેરિકામાં નવેમ્બરમાં યોજાનાર મિડટર્મ ઇલેક્શન માટે સત્તારૂઢ ડેમોક્રેટિક અને રિપબ્લિકન પાર્ટીમાંથી કેટલાક યુવા અમેરિકી સંસદના નીચલા ગૃહની ચૂંટણીના મેદાનમાં ઉતર્યા છે.

જનરેશન જી વાળા આ યુવાઓએ અમેરિકી સમાજમાં સૌહાર્દને મુદ્દો બનાવ્યો છે. ફ્લોરિડાના મેક્સવેલ એલેઝાન્દ્રો ફ્રોસ્ટની ઉંમર 25 વર્ષ છે. તે ફ્લોરિડાથી ચૂંટણીના મેદાનમાં છે. જો તે ચૂંટાશે તો સંભવત: કોંગ્રેસના પહેલા જેન જી સદસ્ય હશે. ફ્રોસ્ટ 2012માં સેન્ડી હુક નરસંહાર બાદથી એક એક્ટિવિસ્ટ તરીકે કામ કરે છે.

તે ‘માર્ચ ફોર અવર લાઇવ્સ’ના નેશનલ ઓર્ગેનાઇઝિંગ ડાયરેક્ટર તરીકે પણ કાર્યરત છે. યુવા નેતૃત્વ ધરાવતું આ સંગઠન ગન કલ્ચરને નિયંત્રિત કરવાની તરફેણ કરે છે. ફ્રોસ્ટ એકવાર ફાયરિંગની ઘટનાનો શિકાર બનતા પણ બચ્યા છે. ફ્રોસ્ટનો અભિપ્રાય છે કે આપણી યુવા પેઢી એવા દોરમાં જન્મી છે જ્યારે અમેરિકનોને માનસિક આઘાત અને સામાજિક અશાંતિનો સામનો કરવો પડી રહ્યો છે.

અન્ય સમાચારો પણ છે...