તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
જો તમને શોપિંગ મોલ કે સુપર બજારમાંથી ચોરી કરવાની આદત હોય તો હવે સંભાળવું પડશે. બ્રિટનના સુપર બજાર અને શોપિંગ મોલમાં હવે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ધરાવતા ફેશિયલ રેકગ્નિશન ટેકનિકવાળા કેમેરા નજર રાખીને આવા લોકોની ઓળખ કરી રહ્યાં છે.
કંપનીએ લોકોના વોચલિસ્ટ તૈયાર કર્યા
હકીકતમાં બ્રિટનમાં ફેશિયલ રેકગ્નિશન ટેકનિકથી જોડાયેલા સ્ટાર્ટઅપ ફેસવૉચે એવા લોકો પર નજર રાખીને માહિતી મેળવી છે કે લોકો સૌથી વધુ ડાઈપર, લેઝર બ્લેડ, ડિયોડ્રન્ટ જેવી વસ્તુ પોતાના ગજવામાં મૂકી દે છે. કંપનીએ આવી પ્રવૃત્તિ કરનારા લોકોનું વોચ લિસ્ટ તૈયાર કર્યું છે અને તેને સ્ટોર તથા શોપિંગ મોલમાં ઉપલબ્ધ કરાયું છે. ખાસ વાત એ છે કે આવી વ્યક્તિ શોપિંગ મોલ કે સુપર બજારમાં પ્રવેશતા જ કે સીસીટીવી કેમેરામાં દેખાશે તો તરત જ એઆઈ આધારિત ફેશિયલ રેકગ્નિશન ટકનિક સ્ટોર કર્મચારીઓના મોબાઈલ એપ પર એલર્ટ મોકલી આપે છે કે અગાઉ સામાન ચોરી કરનાર વ્યક્તિ આવી ગઈ છે.
શોપલિફ્ટિંગ સંબંધિત હિંસામાં 80 ટકા વધારો
આ ટેકનિકથી સ્ટાફને આવા લોકો સાથે કેવો ખેલ કરવો તેનો પૂરતો સમય મળી જાય છે. તેઓ સરળતાથી નક્કી કરે છે કે કયા પગલાં ભરવા જોઈએ. પહેલા તેમને સન્માનપૂર્વક સમજાવવામાં આવે છે કે તેઓ સ્ટોરની બહાર જતા રહે. જો તેઓ ન માને તો પોલીસ બોલાવવામાં આવે છે. હકીકતમાં અનેક કેસમાં આવા લોકો સ્ટાફ પર હુમલો પણ કરે છે. એક સ્ટોરના પ્રવક્તાએ કહ્યું કે શોપલિફ્ટિંગ સંબંધિત હિંસામાં છેલ્લા થોડાક વર્ષોથી 80 ટકાનો વધારો થયો છે. આથી તેઓ ન માને તો પોલીસ બોલાવવામાં આવે છે.
દર વર્ષે 3 લાખ કેસ, 18 મહિનામાં 3000થી વધુ ચોરી અટકી
બ્રિટનમાં દર વર્ષે શોપલિફ્ટિંગના 3.40 લાખથી વધુ કેસ આવે છે. આ એડવાન્સ ટેકનિકથી 18 મહિનામાં શોપલિફ્ટિંગના 3000થી વધુ કેસ અટકાવવામાં મદદ મળી છે. કોરોના દરમિયાન ફેશિયલ રેકગ્નિશન ટેકનિકમાં વધુ એક સાધનનો ઉપયોગ થયો છે. હવે માસ્ક પહેરનારા લોકોને પણ આ ટેકનિકથી ઓળખી લેવાય છે.
પોઝિટિવઃ- આજે તમારી અંદર કામ કરવાની ઇચ્છા શક્તિ ઓથી રહેશે, પરંતુ જરૂરી કામકાજ તમે સમયે પૂર્ણ કરી લેશો. કોઇ માંગલિક કાર્યને લગતી વ્યવસ્થામાં તમે વ્યસ્ત રહી શકો છો. તમારી છવિમાં નિખાર આવશે. તમે તમારા સા...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.