• Gujarati News
 • International
 • In The Liz Truss Rishi Sunak Race, 1.60 Lakh Conservative Party Members Will Decide The Name Of The New Prime Minister.

બ્રિટનનાં ત્રીજા મહિલા PM બન્યાં લિઝ ટ્રસ:ભારતીય મૂળના ઋષિ સૂનકને હરાવ્યા; ક્વિન એલિઝાબેથના કાર્યકાળમાં 15મા પ્રધાનમંત્રી તરીકે શપથ લેશે

લંડન3 મહિનો પહેલા

47 વર્ષનાં લિઝ ટ્રસ બ્રિટનના નવા પ્રધાનમંત્રી બનશે. તેમણે ભારતીય મૂળના ઋષિ સુનકને હાર આપી છે. દક્ષિણપંથી લિઝ બોરિસ જોનસનની જગ્યા લેશે. લિઝને બ્રિટનના રાજકારણના ફાયરબ્રાન્ડ નેતા તરીકે પણ ગણવામાં આવે છે. બે મહિનાથી ચાલી રહેલા ઈલેક્શન કૈમ્પેઇનમાં પણ તેમનો અપ્રોચ ક્યારેય પણ ડિફેન્સિવ રહ્યો નહતો. પ્રોગ્રામ જણાવ્યા પ્રમાણે નવા પ્રધાનમંત્રી રિઝલ્ટ જાહેર થયા પછી તરત જ ડાઉનિંગ સ્ટ્રીટ પાસે સંબોધન કરશે. આ એક પરંપરા છે.

લિઝ ત્રીજા મહિલા પ્રધાનમંત્રી બનશે. પહેલા માર્ગરેટ થેચર અને થેરેસા મે આ પદ ઉપર રહી ચૂક્યાં છે. લિઝ માર્ગરેટ થેચરને પોતાના આદર્શ માને છે.

કોને કેટલા વોટ મળ્યા
લિઝ ટ્રસ: 81,326
ઋષિ સૂનક: 60,399
કેટલા વોટ હતા: 172,437
કુલ વોટિંગ: 82.6%
વોટ રિજેક્ટ થયા: 654

7 જુલાઈએ બોરિસ જોનસને પાર્ટીના પદ ઉપરથી રાજીનામુ આપ્યુ હતુ. તેના પછી કંઝર્વેટીવ પાર્ટીમાં લિઝનો સામનો ભારતીય મૂળના ઋષિ સુનક સામે થયો હતો. પાર્ટીના અંદાજે 1.60 લાખ સદસ્યોએ વોટીંગ કર્યુ હતુ.

આ જીત ખાસ કેમ?
કંઝર્વેટિવ પાર્ટીના સાંસદોના વોટિંગમાં પાંચ રાઉન્ડમાં સૂનકે લિઝ ટ્રસને હાર આપી હતી. પરંતુ અંતિમ નિર્ણય તો પાર્ટીના અંદાજે 1.60 લાખ રજિસ્ટર્ડ મેમ્બર્સ જ કરે છે. જેમાં લિઝે બાજી મારી લીધી હતી. બોરિસ જોનસન પણ સૂનકની તરફેણમાં નહોતા.

હાર બિલકુલ પસંદ નથી
લિઝ જ્યારે 7 વર્ષનાં હતાં, ત્યારે તેમણે સ્કૂલના નાટકમાં પૂર્વ પ્રધાનમંત્રી, પોતાના આદર્શ અને આઈરન લેડી માર્ગારેટ થેચરનો રોલ કર્યો હતો. લિઝના ભાઈએ એક ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું કે 'તેને બાળપણથી જ હારથી સખત નફરત હતી. મને યાદ છે તેને બાળપણમાં જ્યારે અમે રમતાં હતાં, ત્યારે તે હારી ના જાય, એટલા માટે કરીને ગેમની વચ્ચેથી ભાગી જતી હતી.'

લિઝ વિદેશમંત્રી રહી ચૂક્યાં છે, ભારત-બ્રિટનના સંબંધ વધુ સારા થશે
સૂનકને બદલે લિઝ બ્રિટનનાં વડાપ્રધાન બન્યાં એ ભારત માટે પણ સારા સંકેત છે. તેઓ બ્રિટનમાં વિદેશમંત્રી રહી ચૂક્યાં છે. અગાઉ બંને દેશના સંબંધને નવી ઊંચાઈએ પહોંચાડવામાં તેઓ મદદરૂપ સાબિત થયાં છે, એટલે ભારત-બ્રિટનના સંબંધ વધુ સારા થવાની આશા છે. હાલનાં વર્ષોમાં કોઈપણ બ્રિટિશ વડાપ્રધાને ભારત તરફ ધ્યાન નથી આપ્યું. બોરિસ જોનસને 7 જુલાઈએ પાર્ટીના નેતા તરીકે રાજીનામું આપ્યું હતું.

રેસમાં ટ્રસ કેવી રીતે આગળ વધ્યાં

 • આ દોડમાં સૌથી છેલ્લે સામેલ થયાં, પરંતુ રોજેરોજ તેજ, હોશિયાર સાબિત થતાં ગયાં.
 • લિઝ અનેક રાજીનામાં પછી પણ બોરિસ જોનસન સાથે રહ્યાં.
 • ટ્રસે વચન આપ્યું છે કે તેઓ આવકવેરામાં 1.25% સુધી કાપ મૂકશે. કોર્પોરેશન ટેક્સમાં વધારાને પાછો ખેંચશે.
 • રશિયા-યુક્રેન યુદ્ધને લઈને તેમનું વલણ સ્પષ્ટ રહ્યું. વ્લાદિમીર પુતિનને યુદ્ધ માટે જવાબદાર ઠેરવતાં રહ્યાં.

બ્રિટન મહિલા નેતૃત્વ ધરાવતો વિશ્વનો 19મો દેશ, ટ્રુસ વિદેશમંત્રી રહી ચૂક્યાં છે
બ્રિટનને શિક્ષક દિવસે સોમવારે જ નવા વડાપ્રધાન મળી ગયા છે. 46 વર્ષીય લિઝ ટ્રસ વડાપ્રધાન બન્યાં છે. તેમની સામે ભારતીય મૂળના 42 વર્ષીય હરીફ ઋષિ સૂનક આ દોડમાં પાછળ રહી ગયા. શિક્ષક પિતા અને નર્સ માતાની પુત્રી લિઝ રાજકારણમાં આવતાં પહેલાં એકાઉન્ટન્ટ હતાં. માર્ગારેટ થેચર અને થેરેસા મે પછી તેઓ બ્રિટનનાં ત્રીજા મહિલા વડાપ્રધાન બન્યાં છે. હાલ દુનિયાના 18 દેશમાં મહિલાઓનું નેતૃત્વ છે, જેમાં 15 દેશમાં વડાપ્રધાન અને ત્રણમાં રાષ્ટ્રપતિ છે.

લિઝ ટ્રસ

 • 46 વર્ષનાં લિઝ ટ્રસનું પૂરું નામ એલિઝાબેથ મેરી ટ્રુસ છે.
 • લિઝનો જન્મ 1975માં ઓક્સફર્ડમાં થયો હતો. પિતા ગણિતના પ્રોફેસર હતા અને માતા નર્સ હતાં.
 • 1994માં તેમણે બ્રિટિશ રાજાશાહીનો ખુલ્લેઆમ વિરોધ કર્યો હતો. ટ્રસ 2010માં પ્રથમ વખત સાંસદ તરીકે ચૂંટાયાં હતાં.
 • તેઓ સાઉથ વેસ્ટ નોર્થફોકનાં સાંસદ છે. લિઝ ફોરેન કોમન વેલ્થ એન્ડ ડેવલપમેન્ટ અફેર્સ સેક્રેટરી છે.
 • ટ્રુ બે વર્ષ માટે આંતરરાષ્ટ્રીય વેપાર સચિવ પણ હતાં. ગયા વર્ષે તેમને યુરોપિયન યુનિયન સાથે વાટાઘાટો કરવાનું મુખ્ય કાર્ય સોંપવામાં આવ્યું હતું.
લિઝ (ડાબે) લોકોમાં ખૂબ જ લોકપ્રિય છે. તેમનો એક ફોટો વાઇરલ થયો હતો, જેમાં તેઓ ટેન્ક પર બેઠાં હતાં. 1986માં બ્રિટનનાં પ્રથમ મહિલા વડાપ્રધાન માર્ગારેટ થેચરનો પણ આવો જ ફોટો સામે આવ્યો હતો.
લિઝ (ડાબે) લોકોમાં ખૂબ જ લોકપ્રિય છે. તેમનો એક ફોટો વાઇરલ થયો હતો, જેમાં તેઓ ટેન્ક પર બેઠાં હતાં. 1986માં બ્રિટનનાં પ્રથમ મહિલા વડાપ્રધાન માર્ગારેટ થેચરનો પણ આવો જ ફોટો સામે આવ્યો હતો.

2019માં પણ આ પ્રકારની ચૂંટણી થઈ હતી
નેતૃત્વ માટે આવી ચૂંટણી 2019માં યોજાઈ હતી. ત્યારે 10 ઉમેદવાર મેદાનમાં હતા. પ્રથમ તબક્કાના મતદાન બાદ બોરિસ જોનસન અને ભૂતપૂર્વ આરોગ્ય સચિવ જેરેમી હંટે બે ઉમેદવાર બચ્યા હતા. બીજા તબક્કામાં જ્યારે પક્ષના સભ્યોએ તેમના મત આપ્યા, ત્યારે જોનસનને બે તૃતીયાંશ મત મળ્યા હતા.

મંગળવારે એટલે કે 6 સપ્ટેમ્બરે શું થશે?

 • 6 સપ્ટેમ્બરે, બોરિસ જોનસન પીએમ હાઉસ 10 ડાઉનિંગ સ્ટ્રીટમાંથી વડાપ્રધાન તરીકે તેમનું છેલ્લું ભાષણ આપશે. ત્યાર બાદ તેઓ મહારાણીને રાજીનામું સોંપવા સ્કોટલેન્ડના એબરડીનશાયર જવા રવાના થશે. અત્યારે, રાણી એલિઝાબેથ અહીં જ છે.
 • જોનસન ક્વિનને રાજીનામું આપશે. આ પછી લિઝ ક્વિનને મળશે. પારંપારિક રીતે આ મુલાકાતને 'કિસિંગ હૈંડ્સ' સેરેમની પણ કહેવામાં આવે છે. જોકે આ વખતે ક્વિન એલિઝાબેથની તબિયત ઠીક ના હોવાના કારણે આ સેરેમની સિમ્બોલિક એટલે કે પ્રતિકાત્મક હશે. શપથ સમારોહ સ્કોટલેન્ડના બાલ્મોરલ કાસલ ખાતે યોજાશે.
 • માત્ર 6 સપ્ટેમ્બરે એલિઝાબેથ ઔપચારિક રીતે નવા વડાપ્રધાનની નિમણૂક કરશે, એટલે કે નવા પીએમ શપથ લેશે. શપથગ્રહણ સમારોહ સ્કોટલેન્ડના બાલમોરલ કેસલ ખાતે યોજાશે.
 • સત્તાવાર નિમણૂક થતાં જ નવા વડાપ્રધાન લંડન પરત ફરશે. અહીં 10 ડાઉનિંગ સ્ટ્રીટ પરથી નવા વડાપ્રધાનનું પ્રથમ ભાષણ થશે.
 • લંડનના સમય અનુસાર, લગભગ 4 વાગે ભાષણ આપ્યાં બાદ વડાપ્રધાન તેમની નવી કેબિનેટની નિમણૂક કરશે.
 • નવી કેબિનેટની પ્રથમ બેઠક બુધવારે (7 સપ્ટેમ્બર) યોજાશે. આ પછી વડાપ્રધાન પહેલીવાર હાઉસ (હાઉસ ઓફ કોમન્સ) પહોંચશે.
બ્રિટનના PMનો શપથ સમારોહ લંડનના બંકિંગહામ પેલેસમાં થાય છે. પરંતુ આ વખતે તે સ્કોટલેન્ડના બાલ્મોરલ કાસલમાં યોજાશે. ક્વિન આ સમયે સ્કોટલેન્ડમાં છે.
બ્રિટનના PMનો શપથ સમારોહ લંડનના બંકિંગહામ પેલેસમાં થાય છે. પરંતુ આ વખતે તે સ્કોટલેન્ડના બાલ્મોરલ કાસલમાં યોજાશે. ક્વિન આ સમયે સ્કોટલેન્ડમાં છે.
અન્ય સમાચારો પણ છે...