ડ્રેગનની પોલંપોલ:ઝંડો ફરકાવવાના વીડિયોમાં ચીને કર્યો હતો ફિલ્મી કલાકારોનો ઉપયોગ, એક વેબ પોર્ટલે કર્યો દાવો

19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ઝંડો ફરકાવવાનો વીડિયો સામે આવ્યા વિબો પર કોઈ ચીની નાગરિકે સવાલો કર્યા હતા
  • આ મામલાએ સાચી હકીકત પકડી એ સાથે જ તેમણે તમામ વિબો એકાઉન્ટ્સ બ્લોક કરી દીધાં

વર્ષ બદલાઈ ગયું, પરંતુ ચીનની હરકત ન બદલાઈ. નવા વર્ષના દિવસે ગલવાન વેલીમાં ચીની સૈનિકોએ જે ઝંડો ફરકાવ્યો એ માત્ર એક ડ્રામા જ હતો કે શું એવા પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે અને આ ડ્રામા માટે ચીની સૈનિકો જ નહીં, પરંતુ ફિલ્મી કલાકારોનો પણ ઉપયોગ કરાયો હતો. આવા સવાલ ઉઠાવી રહ્યું છે એક ઈન્ટરનેશનલ પોર્ટલ. આ પોર્ટલે એવો પણ દાવો કર્યો છે કે ચીને આ ઝંડો ગલવાન વેલીથી 28 કિલોમીટર દૂર અક્સાઈ ચીનના વિસ્તારમાં ફરકાવ્યો હતો.

વેબ પોર્ટલે કર્યો દાવો
'કાર્બુન ટ્રેસી' નામના પોર્ટલે દાવો કર્યો છે કે ચીનના વીડિયોમાં જે એક સૈનિક જોવા મળે છે તો બીજો કોઈ નહીં, પરંતુ ચીનનો ફિલ્મી કલાકાર વૂ જિંગ છે. પોર્ટલનો દાવો છે કે વીડિયોમાં જે ચીનની મહિલા સૈનિક જોવા મળે છે તે વૂ જિંગની પત્ની શિએ નાન છે. શિએ નાન પણ ચીની કલાકારની સાથે ટીવી હોસ્ટ પણ છે. પોર્ટલના દાવા મુજબ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'વિબો' પર કોઈ ચીની નાગરિકે ગલવાન વેલીમાં ઝંડો ફરકાવવાનો વીડિયો સામે આવ્યા બાદ સવાલો કર્યા હતા. પોર્ટલના દાવા મુજબ વિબો પર જ ચીની સૈનિકોની હકીકત ઉજાગર કરવામાં આવી હતી, પરંતુ જેવું જ આ મામલાએ તૂલ પકડ્યું એ સાથે જ તેમણે તમામ વિબો એકાઉન્ટ્સ બ્લોક કરી દીધાં.

કાર્બુન ટ્રેસી પોર્ટલનો એવો પણ દાવો છે કે વૂ જિંગે અનેક વખત ચીનની ફિલ્મોમાં PLA સૈનિકની ભૂમિકા ભજવી છે.
કાર્બુન ટ્રેસી પોર્ટલનો એવો પણ દાવો છે કે વૂ જિંગે અનેક વખત ચીનની ફિલ્મોમાં PLA સૈનિકની ભૂમિકા ભજવી છે.
વીડિયોમાં જે ચીનની મહિલા સૈનિક જોવા મળે છે તે વૂ જિંગની પત્ની શિએ નાન છે.
વીડિયોમાં જે ચીનની મહિલા સૈનિક જોવા મળે છે તે વૂ જિંગની પત્ની શિએ નાન છે.

વૂ જિંગે અનેક વખત ચીનની ફિલ્મોમાં PLA સૈનિકની ભૂમિકા ભજવી
કાર્બુન ટ્રેસી પોર્ટલનો એવો પણ દાવો છે કે વૂ જિંગે અનેક વખત ચીનની ફિલ્મોમાં PLA સૈનિકની ભૂમિકા ભજવી છે. ચીનની અત્યારસુધીની સૌથી મોંઘી ફિલ્મ બેટલ ઓફ લેક ચેંગજિનમાં પણ વૂ જિંગે ચીની સૈનિકનો રોલ કર્યો હતો. આ ફિલ્મની વાર્તા સીસીપી એટલે કે ચાઈનીઝ કોમ્યુનિસ્ટ પાર્ટીએ મંજૂરી આપી હતી, જે સીસીપીના 100મી વર્ષગાંઠનો એક ભાગ હતી.

ચીનના સોશિયલ મીડિયા પર બહાર પાડવામાં આવ્યો હતો વીડિયો
1લી જાન્યુઆરીએ ચીનના સરકારી મીડિયા અને પત્રકારોએ ટ્વિટર પર એક વીડિયો પોસ્ટ કર્યો હતો. પોસ્ટમાં દાવો કરાયો હતો કે આ વીડિયો ગલવાન વેલીનો છે અને ચીનની પીપલ્સ લિબરેશન આર્મી (PLA)ના સૈનિકોએ ત્યાં પોતાનો રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો છે. વીડિયોમાં તેઓ દેશભક્તિનું ગીત ગાતા પણ સંભળાય છે. આ દરમિયાન ચીનના મુખપત્ર ગ્લોબલ ટાઈમ્સે પણ એક વીડિયો પોસ્ટ કરીને તેને ગલવાન વેલીનો જણાવ્યો હતો, જેમાં ચીનના સૈનિક પોતાની એક ઈંચ જમીન પણ નહીં ગુમાવવાના શપથ લેતા જોવા મળ્યા હતા.

ભારતીય સરહદમાં ચીને ધ્વજ ફરકાવ્યો જ નથી: સેના
ભારતીય સેનાનાં સૂત્રોએ મીડિયાને જણાવ્યું હતું કે ચીને સોશિયલ મીડિયા પર જ્યાં ચીનનો ધ્વજ ફરકાવ્યો હતો એ વિસ્તારને લઈને કોઈ વિવાદ નથી. એ વિસ્તાર શરૂઆતથી જ ચીનના નિયંત્રણમાં રહેલો છે. સરળ શબ્દોમાં કહીએ તો ચીને પોતાનો ધ્વજ પોતાના વિસ્તારમાં જ ફરકાવ્યો છે, એ ગલવાનનો વિસ્તારમાં નથી કે જ્યાં ભારત અને ચીન વચ્ચે સરહદ વિવાદ છે.

ચીનના એક વેરિફાઈડ સોશિયલ મીડિયા એકાઉન્ટમાંથી ગલવાનમાં ચીન ઝંડો ફરકાવી રહ્યું છે, એવો વીડિયો પોસ્ટ કરવામાં આવ્યો હતો.
ચીનના એક વેરિફાઈડ સોશિયલ મીડિયા એકાઉન્ટમાંથી ગલવાનમાં ચીન ઝંડો ફરકાવી રહ્યું છે, એવો વીડિયો પોસ્ટ કરવામાં આવ્યો હતો.

ચીનના વીડિયોના જવાબમાં ભારતે બહાર પાડ્યો ફોટો
આ વીડિયો આવ્યા બાદ કોંગ્રેસના વરિષ્ઠ નેતા રાહુલ ગાંધીએ સરકાર પર પ્રહારો કરતાં ટ્વીટ કર્યું હતું. જોકે બાદમાં ભારતે પણ ગલવાન વેલીમાં ભારતીય સેનાની એક ઓબ્ઝર્વેશન પોસ્ટ પર તહેનાત સૈનિકોના હાથમાં તિરંગાવાળી એક તસવીર જાહેર કરી હતી, જે બાદ આ મુદ્દો શાંત પડ્યો હતો. ગુરુવારે ભારતના વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ પણ ચીનના પ્રોપગેન્ડા વીડિયો પર સવાલો કર્યા હતા અને કહ્યું હતું કે આ તથ્યાત્મક રીતે યોગ્ય નથી.

ભારતીય જવાનોની તસવીરોને ગલવાનમાં ચીનના દુષ્પ્રચારના જવાબ તરીકે જોવામાં આવી રહી છે, જેમાં LAC પર ભારતીય સશસ્ત્ર જવાન તહેનાત દેખાઈ રહ્યા છે.
ભારતીય જવાનોની તસવીરોને ગલવાનમાં ચીનના દુષ્પ્રચારના જવાબ તરીકે જોવામાં આવી રહી છે, જેમાં LAC પર ભારતીય સશસ્ત્ર જવાન તહેનાત દેખાઈ રહ્યા છે.
અન્ય સમાચારો પણ છે...