કિંગ ચાર્લ્સ મહારાણીને યાદ કરી ભાવુક થયા:પ્રથમ રાષ્ટ્ર સંબોધનમાં કહ્યું- ડાર્લિંગ મમ્મા, તમે મારા માટે પ્રેરણારૂપ હતાં, હું તમારી જેમ જ પ્રેમથી લોકોની સેવા કરીશ

લંડનએક મહિનો પહેલા

બ્રિટનનાં મહારાણી એલિઝાબેથ-IIના નિધન બાદ તેમના પુત્ર પ્રિન્સ ચાર્લ્સ નવા રાજા બન્યા છે. હવે તેમને કિંગ ચાર્લ્સ IIIના નામથી ઓળખવામાં આવશે. રાજા તરીકે તેઓ 9 સપ્ટેમ્બરે પ્રથમ વખત બકિંગહામ પેલેસ પહોંચશે. શુક્રવારે સાંજે દેશને તેમના પ્રથમ સંબોધનમાં કહ્યું હતું કે તેઓ મહારાણીની જેમ જ પૂરી નિષ્ઠા અને પ્રેમથી લોકોની સેવા કરશે.

પોતાનાં માતાના નામે એક અંતિમ સંદેશ આપતાં કિંગ ચાર્લ્સ III ખૂબ જ ભાવુક થઈ ગયા હતા. તેમણે કહ્યું હતુ કે મારી પ્રિય માતા મારા અને મારા પરિવાર માટે પ્રેરણારૂપ હતાં. 1947માં મારી માતાએ તેમના 21મા જન્મદિવસ પર પ્રતિજ્ઞા લીધી હતી. તેઓ આખી જિંદગી માત્ર લોકોની સેવા કરવા માગતાં હતાં. એ એક વચન કરતાં વધુ લોકો માટે કરવામાં આવેલું કમિટમેન્ટ હતું, જે તેમણે જીવનભર નિભાવ્યું હતું.

સંબોધન દરમિયાન તેમના ડેસ્ક પર સ્વર્ગસ્થ રાણીની તસવીર રાખવામાં આવી હતી. ચાર્લ્સનું ભાષણ ટીવી અને સેન્ટ પોલ કેથેડ્રલમાં પ્રસારણ કરવામાં આવ્યું હતું.
સંબોધન દરમિયાન તેમના ડેસ્ક પર સ્વર્ગસ્થ રાણીની તસવીર રાખવામાં આવી હતી. ચાર્લ્સનું ભાષણ ટીવી અને સેન્ટ પોલ કેથેડ્રલમાં પ્રસારણ કરવામાં આવ્યું હતું.

પોતાના બે પુત્રનો ઉલ્લેખ કર્યો
રાજા ચાર્લ્સે કહ્યું - હવે મારો પુત્ર વિલિયમ મારો વારસદાર બનશે. વિલિયમ અને તેની પત્ની કેટ વેલ્સના પ્રિન્સ અને પ્રિન્સેસ હશે. પોતાના સંબોધનમાં તેમણે બીજા પુત્ર હેરી અને પત્ની મેગનને પ્રેમ ભર્યો સંદેશ મોકલ્યો હતો. તેઓ ચોક્કસપણે શાહી પરિવારથી દૂર છે, પરંતુ તેઓ જ્યાં પણ હોય ત્યાં ખુશ રહો.

પ્રિન્સ વિલિયમ અને તેમનાં પત્ની કેટ. 1982માં જન્મેલા વિલિયમ હવે ડ્યુક ઓફ કેમ્બ્રિજ હતા. તેમની પત્ની કેટ કેમ્બ્રિજની ડચેસ હતી.
પ્રિન્સ વિલિયમ અને તેમનાં પત્ની કેટ. 1982માં જન્મેલા વિલિયમ હવે ડ્યુક ઓફ કેમ્બ્રિજ હતા. તેમની પત્ની કેટ કેમ્બ્રિજની ડચેસ હતી.

શાહી પરિવારના ટાઇટલ બદલ્યા
રાજા ચાર્લ્સ ત્રીજાના પુત્ર પ્રિન્સ વિલિયમને હવે પ્રિન્સ ઓફ વેલ્સ કહેવામાં આવશે. મહારાણી એલિઝાબેથ IIએ 1969માં તેમના પુત્ર ચાર્લ્સને વેલ્સના પ્રિન્સનો તાજ પહેરાવ્યો હતો. તેને તેના પિતાનું ડ્યુક ઓફ કોર્નવોલનું બિરુદ વારસામાં મળ્યું હતું. વિલિયમ અને કેટને હવે ડ્યુક અને ડચેસ (Duchess) ઓફ કોર્નવાલ અને કેમ્બ્રિજનું બિરુદ આપવામાં આવ્યું છે. એટલું જ નહીં, ચાર્લ્સની પત્ની કેમિલા પણ હવે એક નવા ટાઈટલથી ઓળખાશે. તેમને ક્વીન કોન્સોર્ટ કહેવામાં આવશે.

પ્રિન્સ હેરી અને મેગન માર્કેલે વિવાદને પગલે 2020માં શાહી પરિવારથી પોતાને અલગ કર્યા હતા.
પ્રિન્સ હેરી અને મેગન માર્કેલે વિવાદને પગલે 2020માં શાહી પરિવારથી પોતાને અલગ કર્યા હતા.

પ્રિન્સ હેરી અને મેઘન માર્કલેના પુત્ર આર્ચી માઉન્ટબેટન-વિન્ડસર રાણી એલિઝાબેથના મૃત્યુ પછી હવે પરિવારના રાજકુમારો છે. 'ધ ગાર્ડિયન' અહેવાલ મુજબ, હેરી-મેગનની પુત્રી લિલિબેટ 'લીલી' માઉન્ટબેટન-વિન્ડસર પણ પોતાના દાદા ચાર્લ્સ સિંહાસન પર બેઠા પછી રાજકુમારી બનવા માટે હકદાર છે.

આજે ચાલર્સ સત્તાવાર રીતે રાજા જાહેર થશે
ભારતીય સમય મુજબ બપોરે 2.30 વાગે સેન્ટ જેમ્સ પેલેસમાં એક્સેશન કાઉન્સીલની બેઠકમાં કિંગ ચાર્લ્સને સત્તાવાર રીતે બ્રિટનના નવા સમ્રાટ તરીકે જાહેર કરવામાં આવશે. જોકે રાજા બન્યા પછી પણ ચાર્લ્સને કોરોનેશન, એટલે કે તાજપોશી માટે રાહ જોવી પડી શકે છે. તાજપોશી શાહી પરંપરાઓ અનુસાર થશે, જેની તૈયારીમાં સમય લાગશે.

આ પહેલાં ક્વીન એલિઝાબેથને પણ લગભગ 16 મહિના રાહ જોવી પડી હતી. ફેબ્રુઆરી 1952માં તેમના પિતાનું અવસાન થયું. તરત જ પછી બાદમાં તેઓ મહારાણી બન્યાં હતાં, પરંતુ જૂન 1953માં તેમની તાજપાશી કરાઈ હતી.

અન્ય સમાચારો પણ છે...