અમેરિકાનું નિચલું ગૃહ એટલે હાઉસ ઓફ રિપ્રેઝેન્ટેટિવ્સમાં સ્પીકરને ચૂંટવા માટે સતત 15 વખત વોટિંગ થઈ. જે પછી કેવિન મેકાર્થીને સ્પીકર તરીકે ચૂંટી લેવાયા. અમેરિકના ઈતિહાસમાં આવું પહેલીવાર થયું કે સતત આટલા દિવસો સુધી સ્પીકરને ચૂંટવા માટે વોટિંગ કરવામાં આવતી રહી.
આ વચ્ચે ગૃહના એક સભ્ય મેટ ગેટ્ઝે સ્પીકર માટે ડોનાલ્ડ ટ્રમ્પનું નામ આગળ કર્યું હતું. તે એકલા એવા વ્યક્તિ હતા જેમણે ટ્રમ્પને વોટ આપ્યો. જ્યારે આ વાતની ગૃહમાં જાહેરાત થઈ ત્યારે સભ્યો પોતાની હસીને રોકી નહોતા શક્યા.
જીત પછી બાઈડેને અભિનંદન પાઠવ્યા
રિપબ્લિકન પાર્ટીના કેવિન મેકાર્થીને સ્પીકર તરીકે ચૂંટવા માટે ચાર દિવસ સુધી 15 રાઉન્ડની વોટિંગ કરાઈ. જેમાં તેમને 428માંથી 216 વોટ મળ્યા, જ્યારે ડેમોક્રેટિક પાર્ટીના ઉમેદવાર હકીમ જેફરીઝને 212 સભ્યોએ વોટ આપ્યા. મેકાર્થી સ્પીકર તરીકે ચૂંટાઈ આવતા રાષ્ટ્રપતિ જો બાઈડને તેમને અભિનંદન પાઠવ્યા હતા.
પાર્ટીમાં મેકાર્થીના નામ પર એકતા નહોતી
અમેરિકાના હાઉસ ઓફ રિપ્રેઝેન્ટેટિવ્સમાં તાજેતરમાં જ થયેલી મિડટર્મ ચૂંટણીમાં ડોનાલ્ડ ડ્રમ્પની રિપબ્લિકન પાર્ટીને બહુમતી મળી હતી. 435 બેઠકમાંથી 222 બેઠક રિપલ્બિકન પાર્ટીને મળી હતી. જ્યારે ડેમોક્રેટિકને માત્ર 213 બેઠક જ મળી શકી હતી. તેવામાં માનવામાં આવી રહ્યું હતું કે, રિપબ્લિકન પાર્ટી સરળતાથી તેમનો સ્પીકર ચૂંટી લેશે. જોકે તેવું ન થઈ શક્યું. ખુદ પાર્ટી જ પોતાના ઉમેદવાર કેવિન મેકાર્થીને સ્પીકર તરીકે ચૂંટવામાં એક નહોતી. 14 વાર થયેલા વોટિંગમાં તેમને બહુમતી નહોતી મળી રહી.
ડેમોક્રેટ્સની હાર બાદ નેન્સી પેલોસીએ સ્પિકરના પદેથી રાજીનામું આપી દીધું હતું
અમરિકાની સંસદના સ્પીકર નેન્સી પેલોસી હાઉસ ઓફ રિપ્રેઝેન્ટેટિવ્સમાં ડેમોક્રેટ્સની હાર બાદ સ્પીકર અને તેમની પાર્ટીની લીડરશિપર પરથી હટી ગયા હતા.
82 વર્ષીય પેલોસીએ કહ્યું હતું- હું ડેમોક્રેટિક પાર્ટીના યુવાન નેતાઓને તક આપવા માગુ છું. હું કોઈ પણ દાવેદારનું સમર્થન નહીં કરું.
પેલોસીએ તાઈવાન વિઝિટ કરી ખેંચ્યું હતું દુનિયાનું ધ્યાન
નેન્સી પેલોસીએ અમેરિકામાં મિડ ટર્મ ઈલેકશન અગાઉ તાઈવાન જઈને આખી દુનિયાનું ધ્યાન પોતાની તરફ ખેંચ્યું હતું. ચીનની ચેતવણી બાદ પણ આ વિઝિટથી બંને દેશો વચ્ચે ઘણો તનાવ વધી ગયો હતો. માનવામાં આવે છે કે પેલોસીએ તાઈવાન વિઝિટ અમેરિકામાં વોટર્સને આકર્ષવા કરી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.