પ્રેરણા:થાઈલેન્ડમાં 60 વર્ષથી વધુ ઉંમરના વૃદ્ધો ઈન્ફ્લૂઅેન્સર બની શકે તે માટે વિદ્યાર્થીઓ તેમને ઇન્ટરનેટ શીખવી રહ્યા છે

પટાયા17 દિવસ પહેલા
  • કૉપી લિંક

થાઈલેન્ડમાં વૃદ્ધોને ઇન્ટરનેટ મીડિયામાં ઇન્ફ્લૂઅન્સર બનાવવા માટે નવી કવાયત શરૂ કરવામાં આવી છે. જેથી, કેટલાક વૃદ્ધ ઇન્ટરનેટ પર હેલ્થ ટિપ્સ આપી રહ્યા છે તો કોઈ ખેતીની ટેકનીક જણાવીને લોકોને ઇન્ફ્લૂઅન્સ કરી રહ્યા છે. મૂળે, આ શક્ય થઈ શક્યું છે થાઈ મીડિયા ફંડના માધ્યમથી. આ હેઠળ 60 વર્ષની ઉંમર પાર કરી ચૂકેલા લોકોને યુનિવર્સિટીના સ્ટુડન્ટ્સની મદદથી ઇન્ટરનેટના ગુણ શીખવાડવામાં આવી રહ્યા છે, જેથી તેમની કમાણીનો સ્ત્રોત ચાલુ રહે અને તેઓ પોતાના જ્ઞાનને ઓનલાઇન પ્લેટફોર્મનો ઉપયોગ કરી બીજાઓને ઇન્ફ્લૂઅન્સ કરી શકે.

તેમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ સહિત અન્ય ઓનલાઇન પ્લેટફોર્મનો ઉપયોગ કરવા માટે પ્રેરિત કરવામાં આવી રહ્યા છે. તેમાંથી કેટલાક એવા છે જેઓ ઇન્સ્ટાગ્રામ પર સ્ટાર બની ચૂક્યા છે અને તેમના હજારો ફોલોઅર્સ પણ છે. આ કવાયત એટલા માટે કરવામાં આવી રહી છે કારણ કે વર્તમાનમાં 10% વસ્તી 60 વર્ષની છે જે 2035 સુધી 30% થઈ જશે.

એક ડેટા અનુસાર વર્તમાનમાં લગભગ 78% થાઈલેન્ડની વસ્તી ઓનલાઇન પ્લેટફોર્મનો ઉપયોગ કરે છે. આ ઉપરાંત દરરોજ ઓછામાં ઓછા 3 કલાકનો સમય ઇન્ટરનેટ પર પસાર કરે છે. થાઈલેન્ડ મીડિયા ફંડના કાર્યકારી અધ્યક્ષ ડૉ. ધનકરણ શ્રીસુક્ષયે જણાવ્યું કે ઓનલાઇન પ્લેટફોર્મનો ઉપયોગ કરવા માટે અનેક વૃદ્ધોને કઠણાઈ થાય છે.

આવા લોકોને પ્રેરિત કરીને તેમને ફાયદો અને નુકસાન જણાવીને જાગૃત કરવામાં આવી રહ્યા છે, જેથી તેઓ પોતાના સ્વાસ્થ્યની દેખભાળ કરી શકે. નકામા કન્ટેન્ટને જોઈને પોતાની મૂડી બરબાદ ન કરે.

સોશિયલ મીડિયા પર વીડિયો શૅર કરવાનું પણ શીખવાય છે
થાઈ ફંડથી 60 વર્ષની ઉંમર પાર કરી ચૂકેલાને વીડિયો એડિટિંગ શીખવાઈ રહ્યું છે. ઓનલાઇન પેજ બનાવવું અને તેને અન્ય પ્લેટફોર્મ પર શૅર કરવાનું પણ શીખવાય છે. યૂટ્યૂબ પર એક ચૅટ શૉ બનાવાયો છે, જ્યાં યુનિવર્સિટીના વિદ્યાર્થી આ લોકોની સાથે હંમેશા સંપર્કમાં રહે છે.

અન્ય સમાચારો પણ છે...