તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સીતાજીના ઘર જનકપુર ધામથી ગ્રાઉન્ડ રિપોર્ટ:સાસરી જનકપુરમાં વરરાજા રામ તરીકે શ્રીરામની પૂજા થાય છે, જમાઈ જેવો સત્કાર

જનકપુર5 મહિનો પહેલાલેખક: બરુણકુમાર
 • કૉપી લિંક
કાઠમંડુ સ્થિત શ્રીરામજાનકી મંદિર. - Divya Bhaskar
કાઠમંડુ સ્થિત શ્રીરામજાનકી મંદિર.
 • આતિથ્ય સત્કારની મિથિલા પરંપરાનું સંપૂર્ણ પાલન થાય છે, દિવસે બે વાર રાજભોગ સહિત પાંચ ભોગ ધરાવાય છે

આખી દુનિયામાં શ્રીરામને રાજા રામની જેમ પૂજાય છે... પણ તેમની સાસરી જનકપુર ધામમાં તેમની પૂજા વરરાજા તરીકે થાય છે. મિથિલના રાજા જનકની પુત્રી સીતાનાં જ્યારે શ્રીરામ સાથે લગ્ન થયાં હતાં ત્યારે તે અયોધ્યાના યુવરાજ હતા. અંતે અહીં મંદિરમાં બિરાજમાન શ્રીરામ 18 વર્ષના અને સીતા 16 વર્ષનાં છે. જોકે રામ મિથિલના જમાઈ(સ્થાનિક ભાષામાં પાહુન) છે એટલે પ્રસિદ્ધ આતિથ્ય સત્કારની પરંપરાનું પાલન કરતા આજે પણ અહીં શ્રીરામને દિવસે 5 વખત ભોગ ધરાવાય છે.

જનકધામમાં ફક્ત રામના ચાર ટંકના ભોજના માટે 6 પૂજારીઓ અને 8 રસોઈયાઓની ટીમ લાગેલી છે. આ ભોગ પ્રસાદ તરીકે શ્રદ્ધાળુઓને અપાય છે. સાધુ-સંતો અને ગરીબો માટે ભંડારા લગાવાય છે જેમાં દરરોજ 200 લોકો જમે છે. મુખ્ય મહંત રામ તપેશ્વર દાસ કહે છે કે સવારે જમાઈના ઊઠતાં જ ખીરનો ભોગ ધરાવાય છે. તેના પછી સવારના નાસ્તાને બાળભોગ કહેવાય છે. તેમાં દહીં, પૌંહા, મીઠાઈ પિરસાય છે. તેના પછી બપોરે પાહુનને મુખ્યરૂપે 56 કે 106 પ્રકારના વ્યંજન તૈયાર કરી પિરસાય છે. તેને રાજભોગ કહેવાય છે. સંધ્યાના સમયે ફળનો ભોગ પિરસાય છે. પછી રાત્રે રાજભોગ પિરસાય છે. મંદિરના મુખ્ય રસોઈયા રામ નાગેન્દ્ર મિશ્રાએ જણાવ્યું કે જુદા જુદા ભોગમાં 3 લાખ રૂપિયા દર મહિને ખર્ચાય છે.

દુકાળ દૂર કરવા 59 વર્ષ પૂર્વે શરૂ થયેલો અખંડ મહાયજ્ઞ આજે પણ જારી
1961માં જનકપુરમાં દુકાળની સ્થિતિ સર્જાઈ હતી. તે સમયે જનકધામમાં અખંડ શ્રી સીતારામ મહાયજ્ઞની શરૂઆત કરાઈ હતી. આ મહાયજ્ઞ આજે પણ સતત જારી છે. કોરોના જેવી મહામારીમાં પણ આ મહાયજ્ઞ જારી છે. કુલ 16 વ્યક્તિઓની મંડળી અલગ અલગ શિફ્ટમાં સીતારામ મહાયજ્ઞ ચાલુ રાખે છે. તેને મંદિર મેનેજમેન્ટ ભોજન, ઘર, વસ્ત્ર અને માસિક પગાર ચૂકવે છે.

દિવાળી પર કેળના પાનથી શણગારે છે ઘર-દુકાન...8 કરોડનાં પાન વેચાય છે
જનકપુરમાં દીપોત્સવના દિવસે તમામ વેપારી પોતાની દુકાનો આગળ કેળના પાનનો શણગાર કરે છે. સ્થાનિક ઈમ્પોરિયમ સંચાલક નિરંજન કેડિયા જણાવે છે કે નાની મોટી દુકાન મિલાવીને 12 હજારથી વધુ દુકાનો છે. લોકો દુકાનો પર 6થી 8 પાનનો શણગાર કરે છે. દિવાળી પર એક વૃક્ષ 500થી 1000 રૂપિયા સુધીમાં વેચાય છે. દર વર્ષે આ પ્રસંગે 5થી 8 કરોડ રૂપિયાનાં કેળનાં પાન વેચાય છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે કોઇ વિશેષ વસ્તુ પ્રાપ્ત કરવા માટે મહેનત કરશો. ઘરમાં કોઇ નવી વસ્તુની ખરીદદારી પણ શક્ય છે. કોઇ સંબંધીની પરેશાનીમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિવઃ- નકારાત્મક પ્રવૃત્તિના લોકો...

  વધુ વાંચો