અમેરિકામાં આગની ઘટના:ફિલાડેલ્ફિયામાં ભયાનક આગને લીધે 13 લોકોએ જીવ ગુમાવ્યા, મૃતકોમાં સાત બાળકોનો સમાવેશ

12 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • આગ લાગવા પાછળનું કારણ જાણી શકાયું નથી

ફિલાલ્ફિયા ટાઉનહાઉસના બે એપાર્ટમેન્ટમાં ભીષણ આગ લાગવાને લીધે ઓછામાં ઓછા 13 લોકોના મોત થયા છે. આ ઘટના બુધવારે સર્જાઈ હતી. મળતી માહિતી પ્રમાણે ફિલાડેલ્ફિયાના એક ટાઉનહાઉસમાં બે માળના એપાર્ટમેન્ટમાં આગ લાગવાને લીધે 13 લોકો માર્યા ગયા હતા, મૃતકોમાં 7 બાળકોનો પણ સમાવેશ થાય છે.

અન્ય બે ગંભીર સ્થિતિમાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. સ્થાનિક સમય પ્રમાણે સવારે 6:45 વાગે ત્રણ માળના મકાનોમાં આગ લાગી હતી. ફાયર ફાઈટરને આગ પર અંકૂશ મેળવવામાં આશરે એક કલાકનો સમય લાગ્યો હતો.

મૃતકોમાં સાત જેટલા બાળકોનો સમાવેશ થાય છે
મૃતકોમાં સાત જેટલા બાળકોનો સમાવેશ થાય છે

ફિલાડેલ્ફિયા ફાયર ડિપાર્ટમેન્ટે જણાવ્યું હતું કે આગ પર આશરે 50 મિનિટમાં કાબૂ મેળવી લેવામાં આવ્યો હતો. સ્થાનિક મીડિયાની માહિતી પ્રમાણે 36 વર્ષના એક વ્યક્તિને ગંભીર સ્થિતિમાં હોસ્પિટલ લઈ જવાઈ છે. આગ લાગવા પાછળના કારણ અંગે કોઈ જાણકારી મળી શકી નથી.

ફાયર બ્રિગેડે આશરે એક કલાકમાં આગ પર અંકુશ મેળવી લીધો હતો
ફાયર બ્રિગેડે આશરે એક કલાકમાં આગ પર અંકુશ મેળવી લીધો હતો

અત્રે ઉલ્લેખનીય છે કે આ અગાઉ અમેરિકાના ડેનવરમાં કોલોરાડોમાં ભીષણ આગ લાગ્યાના સમાચાર મળ્યા હતા. જેમાં 580 મકાન, એક હોટેલ અને એક શોપિંગ સેન્ટર બળીને ખાખ થઈ ગયું હતું. કોલોરાડો જંગલોમાં આગ ભભુકતા આ ઘટના બની હતી.