તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • International
  • In Pakistan, An 89 year old Hindu Dharamshala Was Being Demolished And A Plaza Was Being Built; The Court Asked To Declare The Heritage

ભાસ્કર વિશેષ:પાક.માં 89 વર્ષ જૂની હિન્દુ ધર્મશાળા તોડીને પ્લાઝા બનાવાઇ રહ્યું હતું; કોર્ટે હેરિટેજ જાહેર કરવા કહ્યું

કરાચી3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પાકિસ્તાનની સુપ્રીમકોર્ટે સિંધ હાઇકોર્ટનો ચુકાદો પલટાવ્યો

પાકિસ્તાનની સુપ્રીમકોર્ટે 89 વર્ષ જૂની હિન્દુ ધર્મશાળા તોડી પાડવાના ઇમરાન ખાન સરકારના નિર્ણય પર રોક લગાવી છે. કોર્ટે જણાવ્યું કે ધર્મશાળામાં આરસના પથ્થર પર લખેલું છે તે મુજબ તે 1932માં બની હતી, જેથી આપણે તેની જાળવણી કરવી જોઇએ અને તેને હેરિટેજ પ્રોપર્ટી જાહેર કરવી જોઇએ. કરાચી સ્થિત આ ધર્મશાળા 6,444 સ્ક્વેર ફૂટમાં બનેલી છે.

ઇમરાન સરકાર તેને તોડી પાડીને ત્યાં કોમર્શિયલ પ્લાઝા બનાવવા ઇચ્છતી હતી પણ તેના વિરોધમાં પાક.ના લઘુમતી પંચના સભ્ય રમેશકુમારે સુપ્રીમકોર્ટમાં અરજી કરી. તેમણે જણાવ્યું કે ધર્મશાળા 8 દાયકા જૂની અને 716 સ્ક્વેર યાર્ડમાં ફેલાયેલી છે. પોતાના દાવાના સમર્થનમાં તેમણે ધર્મશાળાની જૂની તસવીરો તથા જમીનના ડોક્યુમેન્ટ રજૂ કર્યા. તેમણે કહ્યું કે આ પ્રોપર્ટી સત્તાવાળાઓ દ્વારા કેટલાક ખાનગી લોકોને લીઝ પર અપાઇ હતી, જેમણે તેને તોડવાનું શરૂ કર્યું હતું.

આ નિર્ણય વિરુદ્ધ સિંધ હાઇકોર્ટમાં અપીલ કરાઇ હતી પરંતુ હાઇકોર્ટે ધર્મશાળા તોડી પાડવાનો આદેશ કરતા કહ્યું હતું કે હવે ત્યાં નવી બિલ્ડિંગ બનાવવી જોઇએ. તે ચુકાદાને જ સુપ્રીમકોર્ટમાં પડકારાયો હતો. રમેશકુમારે સુપ્રીમકોર્ટમાં ધર્મશાળાની જે તસવીરો રજૂ કરી તેમાંથી ઇમારતની બહારની એક તસવીર દ્વારા માલુમ પડે છે કે ધર્મશાળાનું નિર્માણ 1932માં થયું હતું.

હેરિટેજ સેક્રેટરીને નોટિસ, હાજર થવા ફરમાન
સુપ્રીમકોર્ટે ચુકાદો આપતા કહ્યું કે આ બહુ જૂની ઇમારત છે. તેથી તેને હેરિટેજનો દરજ્જો આપવો જોઇએ. કોર્ટે સિંધના હેરિટેજ સેક્રેટરીને નોટિસ પાઠવી હાજર થવા ફરમાન પણ કર્યું. કોર્ટે કરાચીના કમિશનરને હાલ પૂરતું આ ઇમારતનું નિયંત્રણ સ્વહસ્તક લેવા આદેશ કર્યો. નોંધનીય છે કે તાજેતરમાં જ ખૈબર પખ્તૂનખ્વામાં બૉલિવૂડના દિગ્ગજ કલાકારો- દિલીપકુમાર અને રાજ કપૂરનાં ઘરોને હેરિટેજ ઇમારત જાહેર કરાયાં હતાં. ત્યાં મ્યુઝિયમ બનશે.

અન્ય સમાચારો પણ છે...