તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ન્યૂયોર્ક ટાઇમ્સમાંથી:અઠવાડિયામાં કોરોના કરતાં વધુ મોત ગોળીબારમાં, બંદૂક હિંસા કટોકટી લાગુ

ન્યૂયોર્કએક મહિનો પહેલાલેખક: એશ્લે સાઉથૉલ
  • કૉપી લિંક
ન્યૂયોર્કમાં બંદૂક હિંસા બિલ પર સહી કરતા ગવર્નર ક્યૂમો. - Divya Bhaskar
ન્યૂયોર્કમાં બંદૂક હિંસા બિલ પર સહી કરતા ગવર્નર ક્યૂમો.
  • ગન કલ્ચર - અમેરિકામાં બંદૂક હિંસા રોકવા 1,038 કરોડ રૂપિયા ખર્ચાશે

ગત વર્ષે ન્યૂયોર્કમાં કોરોના નિયંત્રણમાં ઘણી હદ સુધી સફળતા મળી પણ ત્યાર બાદ અહીં બંદૂક હિંસામાં 75% વધારો થયો છે. તેને ધ્યાનમાં રાખીને ગવર્નર એન્ડ્ર્યુ ક્યૂમોએ ન્યૂયોર્કમાં ‘બંદૂક હિંસા કટોકટી’ જાહેર કરી દીધી છે. રાજ્ય સરકાર ન્યૂયોર્કમાં ગોળીબાર અને હત્યાઓ રોકવા 1,038 કરોડ રૂપિયા ખર્ચશે. અધિકારીઓના જણાવ્યાનુસાર આ ફંડમાંથી 576 કરોડ રૂપિયા 21 હજાર લોકોને રોજગારી આપવા પાછળ ખર્ચાશે, જેનો હેતુ યુવાઓને રોજગારી આપીને સાચા માર્ગે વાળવાનો હશે. ક્યૂમોએ મીડિયાને કહ્યું કે બંદૂક હિંસા નાગરિક અધિકારોની વિરુદ્ધ છે. ગરીબ, અશ્વેત અને લેટિન સમુદાયો પર અન્ય સમુદાયોની સરખામણીમાં 3થી 10 ગણા વધુ હુમલા થઇ રહ્યા છે.

ગોળીબારના બનાવો બમણા થયા, આ વર્ષે 886 લોકોને ગોળી મરાઇ
પોલીસના જણાવ્યા મુજબ ન્યૂયોર્ક શહેરમાં ગત વર્ષે ગોળીબારના 1,500થી વધુ કેસ નોંધાયા, જે આંકડો 2019ની સરખામણીમાં લગભગ બમણો છે. ચાલુ વર્ષે 4 જુલાઇ સુધીમાં 765 બનાવમાં 886 લોકોને ગોળી મરાઇ. ન્યૂયોર્ક શહેર ઉપરાંત બફેલો, રોચેસ્ટર જેવાં શહેરોમાં પણ બંદૂક હિંસા ઝડપથી વધી છે.

ન્યૂયોર્કમાં બંદૂક હિંસામાં 45% યુવા, જેથી સ્કૂલો પર અસર
ગવર્નર ઓફિસે એક નિવેદન જારી કરીને જણાવ્યું કે બંદૂક હિંસાથી સ્કૂલોને અસર થઇ છે. અંદાજે 45% યુવાઓ બંદૂક હિંસા આચરવામાં સામેલ છે. તેથી સરકારે 7 મુદ્દાની યોજના ઘડી છે, જે અંતર્ગત બંદૂક હિંસાનો માસિક નહીં પણ અઠવાડિક ડેટા તૈયાર કરાશે, જે ડેટા પોલીસ ગુનાખોરી ન્યાય સેવા વિભાગને આપશે. સરકાર બંદૂક હિંસા રોકવા માટેનો વિભાગ પણ બનાવશે, જેને સ્વાસ્થ્ય વિભાગ સાથે જોડાશે.

રાષ્ટ્રપતિ બાઇડેને કહ્યું- બંદૂક તસ્કરો પર અંકુશ લાદવા ફોર્સ મોકલીશું
પોર્ટલેન્ડ, ઓરે, મિનેપોલિસ તથા લોસ એન્જેલ્સમાં પણ હથિયારોથી હત્યાના બનાવ વધ્યા છે. રાષ્ટ્રપતિ જો બાઇડેને સ્થાનિક, રાજ્ય સ્તરના તથા કેન્દ્રીય અધિકારીઓને કોરોના મહામારીની સાથોસાથ બંદૂક હિંસા પર પણ ધ્યાન આપવા કહ્યું છે. બાઇડેને હિંસા રોકવા 37,320 કરોડ રૂ. ખર્ચવાનો પ્રસ્તાવ મૂક્યો છે. તેમણે કહ્યું કે બંદૂક તસ્કરો પર અંકુશ લાદવા દેશભરમાં સ્ટ્રાઇક ફોર્સ મોકલાશે. ન્યૂયોર્ક શહેર તંત્રએ હિંસાવિરોધી કાર્યક્રમો માટે 746 કરોડ રૂ.નું બજેટ રાખ્યું છે.

અન્ય સમાચારો પણ છે...