વિરોધ:મેક્સિકોમાં નાની ઉંમરની છોકરીઓ દુલ્હન તરીકે વેચાઇ રહી છે, વિરોધ શરૂ; પીડિતાઓએ કહ્યું- અમે પશુ નથી

મેક્સિકો સિટી8 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 32 લાખની વસતીવાળા ગ્યુરેરો રાજ્યની આ પરંપરા સામે લોકોનો વિરોધ

મેક્સિકોમાં 34 લાખની વસતીવાળા ગ્યુરેરો રાજ્યમાં માતા-પિતા નાની ઉંમરની દીકરીઓને દોઢેક લાખ રૂપિયા માટે દુલ્હન તરીકે વેચી દે છે. દક્ષિણ મેક્સિકોના ગ્યુરેરોમાં ઘણાં વર્ષોથી આ પરંપરા છે. જોકે, હવે ઘણાં લોકો તેનો વિરોધ કરવા લાગ્યા છે. આ પરંપરા અંગે 23 વર્ષની એલોઇના ફેલિસિયાનો જણાવે છે કે, ‘મને માત્ર 14 વર્ષની ઉંમરે વેચી દેવાઇ હતી. મેં મારી માતાને વિનંતી કરી હતી કે મને વેચશો નહીં પણ મારી વિનંતી બેકાર ગઇ. સોદા તો પશુઓના થતા હોય છે. અમે પશુ નથી, માણસ છીએ.’

કેટલાક એક્ટિવિસ્ટ્સ જણાવે છે કે ગ્યુરેરોમાં આજે પણ ડઝનબંધ સમુદાયોમાં આવા સોદા કરાય છે. દુલ્હનના માતા-પિતા 1.45 લાખથી 13 લાખ રૂ. માગે છે અને લગ્ન કરાવી આપે છે. સેન્ટર ઑફ હ્યુમન રાઇટ્સ ઑફ ધ માઉન્ટનના ડાયરેક્ટર એબેલ બેરેરા કહે છે કે અહીં છોકરીઓ જરાય સુરક્ષિત નથી. તેમનો નવો પરિવાર તેમની પાસે ઘરકામ તથા ખેતીકામ કરાવી ગુલામ બનાવી દે છે. સાસરિયાં ક્યારેક તેમનું જાતીય શોષણ પણ કરે છે. અહીં છોકરીઓ વસ્તુ બની ગઇ છે.

61 વર્ષનાં મૌરિલિયા જૂલિયોને પણ નાની ઉંમરે વેચી દેવાયા હતા. તેઓ કહે છે, ‘લોકો છોકરીને ખરીદવા તેને હેરાન કરે છે. ઘણી મહિલાઓ કહે છે કે તેઓ નાણાંની જરૂર હોવાથી દીકરીને 5,500થી 6,000 ડોલરમાં વેચી દે છે પણ આ સાંભળીને મને દુ:ખ થાય છે, કેમ કે એ તો તેમના જ બાળકો છે.’

મારી દીકરી છે, મારી ઇચ્છા હશે તે કરીશ...અને વેચી દે છે
ગ્યુરેરોમાં ગત વર્ષે 9થી 17 વર્ષની છોકરીઓએ 3 હજારથી વધુ બાળકીઓને જન્મ આપ્યો. તેમાંથી કેટલીક લગ્ન માટે વેચી દેવાઇ છે. 29 વર્ષના વિક્ટર મોરેનો કહે છે, ‘અમે ઇચ્છીએ છીએ કે આ પરંપરા બદલાય પણ કેટલાક પિતા કહે છે કે મારી ઇચ્છા હશે એ જ કરીશ, કેમ કે મારી દીકરી છે. મારે શું કરવું એ કોઇ મને ન કહે.’

અન્ય સમાચારો પણ છે...