તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • International
  • In Maryland City, A Woman Set Fire To Her Own Home And Watched A Spectacle While Sitting In A Garden, A Neighbor Made A Video

અમેરિકા:મેરિલેન્ડ સિટીમાં મહિલાએ ખુદના ઘરને આગ ચાપી બગીચામાં બેઠાં-બેઠાં તમાશો જોયો, પાડોશીએ વીડિયો બનાવ્યો

3 મહિનો પહેલા

અમેરિકાના મેરિલેન્ડ સિટીમાં એક મહિલાએ તેના પોતાના જ ઘરને આગ ચાંપી દીધી હતી. ગેલ મેટવલી નામની મહિલાએ તેના ઘરમાં આગ ચાંપી દીધી હતી. ત્યારબાદ તે બગીચામાં ખુરશી પર બેઠાં-બેઠાં પોતાનું સળગતું ઘર જોતી રહી હતી. આ દરમિયાન પાડોશી મહિલાએ ઘટનાનો વીડિયો તેના મોબાઇલમાં કેદ કરી લીધો હતો. મહત્ત્વનું છે કે, મહિલાએ તેના આગ લગાવી તે પહેલાં ઘરમાં ઝઘડો થયો હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. પ્રત્યક્ષદર્શીએ જણાવ્યા મુજબ, આગ લાગ્યા પછી ઘરના બેઝમેન્ટમાં એક યુવક ફસાઈ ગયો હતો. જેને બચાવી લેવામાં આવ્યો હતો. પોલીસે મહિલાની ધરપકડ કરી તેના પર હત્યાનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...