• Gujarati News
  • International
  • In Many Countries In Asia And Europe, 80% To 40% Of School Children And Young People Have Poor Eyesight.

ધ ઇકોનોમિસ્ટમાંથી:એશિયા, યુરોપના અનેક દેશોમાં 80%થી 40% સ્કૂલનાં બાળકો અને યુવાનોની દૂરની દૃષ્ટિ નબળી પડી રહી છે

ન્યૂયોર્ક18 દિવસ પહેલા
  • કૉપી લિંક

ધનવાન દેશોમાં ચેપી બીમારીઓ લગભગ સમાપ્ત થઈ ગઈ હતી. જોકે, આ દેશોની સરકારોએ સમૃદ્ધિને કારણે પેદા થયેલી બીમારીઓ પર વધુ ધ્યાન આપવું પડ્યું છે. કેલરીથી ભરપૂર ભોજન અને આરામદાયક જીવનશૈલીએ ડાયાબિટિસ, મેદસ્વીતા અને હૃદયની બીમારીઓને જન્મ આપ્યો છે. શિક્ષણ પણ હંમેશા સારા પરિણામ લઈને આવ્યું નથી. છેલ્લા કેટલાક દાયકાથી પૂર્વ એશિયાના દેશોમાં બાળકો અને કિશોરોની દૂરની દૃષ્ટિ નબળી (માયોપિયા) પડી છે. બાળકો દ્વારા ઓછી પ્રકાશ વ્યવસ્થા ધરાવતા વર્ગખંડમાં વધુ સમય બેસવાને કારણે આવી સ્થિતિ પેદા થઈ છે.

1960ના દાયકામાં આર્થિક સમૃદ્ધિની શરૂઆતથી પહેલા પૂર્વ એશિયામાં માયોપિયા લગભગ ન હતું. આજકાલ તે સર્વવ્યાપી છે. હોંગકોંગ, સિંગાપુર અને તાઈપેહ-તાઈવાનમાં સ્કૂલમાંથી નીકળેલા 80% બાળકોની દૂરની દૃષ્ટિ નબળી છે. દક્ષિણ કોરિયાની રાજધાની સેઉલમાં દસમાંથી 9 યુવાનોને દૂરદૃષ્ટિનો દોષ છે. ચીનમાં પણ સ્થિતિ ઝડપથી બગડી રહી છે. ગુઆંગઝાઉ રાજ્ય અને આંતરિક મંગોલિયામાં લગભગ 80% યુવાનો માયોપિયાનો ભોગ બનેલા છે. યુરોપમાં તેનો દર 20%થી 40%, અમેરિકાના કેલિફોર્નિયામાં 17થી 19 વર્ષના 59% યુવાનો માયોપિયાનો શિકાર બનેલા છે. બાળકોની આંખોના ઉચિત વિકાસ માટે દિવસનો ચમકદાર પ્રકાશ જરૂરી છે. ઝાંખા પ્રકાશમાં આંખો ફેલાય છે, દૂરદૃષ્ટિ નબળી પડે છે.

દૂરદૃષ્ટિ દોષથી અનેક નુકસાન
દૂરદૃષ્ટિ દોષથી અનેક નુકસાન છે. ચશ્મા અને કોન્ટેક્ટ લેન્સ ખર્ચાળ છે અને આજીવન પીછો છોડતા નથી. ચીનના ગ્રામ્ય વિસ્તારોમાં અનેક પરિવાર આ ખર્ચ ઉઠાવવાની સ્થિતિમાં નથી. જે સ્કૂલોને કારણે બાળકોને આ સમસ્યા પેદા થાય છે, તેના અભ્યાસમાં પણ તેઓ પાછળ રહી જાય છે. માયોપિયા ગંભીર થવાથી આધેડ વય સુધી પહોંચતા આંખોની અન્ય ગંભીર બીમારીઓ થઈ શકે છે. કેટલીક બીમારીઓથી દૃષ્ટિ પણ જતી રહે છે.

અન્ય સમાચારો પણ છે...