• Home
  • International
  • In London, death ratio double in two days, there will be no bed in hospitals after four days

કોરોનાવાઈરસ / લંડનમાં દર બે દિવસે બે ગણાં મોત, ચાર દિવસ પછી હોસ્પિટલોમાં બેડ પણ નહીં હોય 

સ્પેનમાં સેનાની મદદથી ઈમર્જન્સી હોસ્પિટલ તૈયાર કરતા આરોગ્યકર્મી.
સ્પેનમાં સેનાની મદદથી ઈમર્જન્સી હોસ્પિટલ તૈયાર કરતા આરોગ્યકર્મી.
X
સ્પેનમાં સેનાની મદદથી ઈમર્જન્સી હોસ્પિટલ તૈયાર કરતા આરોગ્યકર્મી.સ્પેનમાં સેનાની મદદથી ઈમર્જન્સી હોસ્પિટલ તૈયાર કરતા આરોગ્યકર્મી.

  • ઈટાલીમાં કારણ વિના બહાર નીકળનારા લોકો પર હવે રૂ. 2.5 લાખ દંડ, ન્યૂયોર્કમાં મેડિકલ વિદ્યાર્થીઓને મેદાનમાં ઉતારાશે
  • વુહાન પછી ઈટાલીનું લોમ્બાર્ડી કોરોનાનું નવું કેન્દ્ર હતું, હવે લંડન અને મેડ્રિડ નવા કેન્દ્ર બન્યાં

દિવ્ય ભાસ્કર

Mar 26, 2020, 06:36 AM IST
ન્યૂયોર્ક/લંડન/મેડ્રિડ: બ્રિટનનું લંડન અને સ્પેનનું મેડ્રિડ કોરોના વાઈરસના નવા કેન્દ્ર બની ગયાં છે. અહીં દર બે દિવસે મોત બે ગણાં વધી રહ્યા છે. અત્યાર સુધી યુરોપમાં ઈટાલીનું લોમ્બાર્ડી અને તેની પહેલા ચીનનું વુહાન આ ઘાતક વાઈરસનું કેન્દ્ર હતું. યુરોપના અખબારોએ મૃતકોની સંખ્યાનું વિશ્લેષણ કરીને આ ઘટસ્ફોટ કર્યો છે. લંડનમાં ચાર દિવસ પછી હોસ્પિટલોમાં જગ્યા પણ નહીં બચે. દુનિયાભરના આશરે 4.15 લાખ લોકો આ બિમારીની ચપેટમાં છે. 18 હજારથી વધુના મૃત્યુ થઈ ચૂક્યા છે. ઈટાલીમાં સૌથી વધુ 6,820 લોકો માર્યા ગયા છે. ઈટાલિયન સરકારનું કહેવું છે કે, પ્રતિબંધો કડક કર્યા પછી પ્રતિ દિન સંક્રમિત લોકોની સંખ્યા 8% પહોંચી ગઈ છે, જે 21 ફેબ્રુઆરી પછીનો સૌથી નીચો આંકડો છે. યુરોપ બહાર અમેરિકાના ન્યૂયોર્કમાં પણ મૃતકોની સંખ્યા વધવાની ગતિ તેજ છે. અહીં પણ 20 હજાર શંકાસ્પદો નોંધાઈ ચૂક્યા છે, જ્યારે 160ના મોત થયા છે. ન્યૂયોર્ક પણ ડૉક્ટરો અને વેન્ટિલેટરની અછતનો સામનો કરી રહ્યું છે. આ સ્થિતિમાં ન્યૂયોર્ક યુનિવર્સિટી મેડિકલ કોલેજ અને હોસ્પિટલ ફાઈનલ યરના વિદ્યાર્થીઓને ગ્રેજ્યુએશન ડિગ્રી આપવાની તૈયારી રહ્યા છે. જેથી તેમને કોરોનાના દર્દીઓની સારવારમાં ખડેપગે તહેનાત કરી શકાય. 
બ્રિટન: કારમાં જ હોસ્પિટલ વૉર્ડ બનાવાઈ રહ્યા છે, નબળાં-વૃદ્ધોને તેમના હાલ પર છોડાઈ રહ્યા છે
કેમ્બ્રિજ યુનિવર્સિટના અહેવાલ પ્રમાણે, લંડનમાં ચાર દિવસમાં ઈન્ટેન્સિવ કેર બેડ સંપૂર્ણપણે ભરાઈ જશે. બ્રિટનમાં 14 જ દિવસમાં આ સ્થિતિ સર્જાઈ શકે છે. ડેઈલી ટેલિગ્રાફે હૈરોમાં નોર્થવિક પાર્ક હોસ્પિટલની એક નર્સના હવાલાથી અહેવાલ પ્રકાશિત કર્યો છે કે, તેને નિર્દેશ અપાયા છે કે કોવિડ-19ના વૃદ્ધ દર્દીઓને મરવા માટે છોડી દેવાય. ઈટાલીની જેમ આ પ્રકારના લોકોના વેન્ટિલેટર હટાવી દેવામાં આવે, જેથી વધુને વધુ યુવાનોને બચાવી શકાય. આ બિમારીથી શ્વાસ લેવામાં ખૂબ તકલીફ પડતી હોવાથી વેન્ટિલેટરની જરૂર પડે છે. આ સિનિયર નર્સે કહ્યું છે કે, અમારી પાસે પૂરતા સંસાધનો નથી, જેથી અમે કારમાં વૉર્ડ બનાવ્યા છે. આ કારણસર અમે હોસ્પિટલ બહાર પણ લોકોની સારવાર કરી શકીએ છીએ. 
ચીન: હુબેઈ ફરી પાટા પર, ટ્રેનો-એરપોર્ટ પર ભીડ, 21 હજાર આરોગ્યકર્મીઓ ઘરે ગયા 
ચીનના હુબેઈ પ્રાંતમાં લોકોનું જીવન ફરી પાટા પર પરત ફરી રહ્યું છે. અહીં 6 કરોડ લોકો ઘરમાં કેદ હતા. લૉકડાઉન હટ્યા પછી બુધવારે હુબેઈમાં ટ્રેનો, એરપોર્ટ અને બસોમાં લોકોની ભીડ જોવા મળી. સુરક્ષાકર્મીઓ ભીડને શાંતિપૂર્ણ રીતે નિયંત્રિત કરી રહ્યા હતા. અન્ય વિસ્તારોમાં ફસાયેલા હુબેઈના લોકો પણ ઘરે જવાની તૈયારી કરી રહ્યાછે. આશરે બે હજાર લોકો એક જ દિવસમાં સડક માર્ગે માચેંગ પરત ફર્યા હતા. કોરોનાનું કેન્દ્ર રહેલા વુહાનમાં પણ બસ સેવા શરૂ થઈ ગઈ છે. આ બસોને 30 હાઈવે સહિત 117 રસ્તા પર જવાની મંજૂરી અપાઈ છે. તંત્રએ હુબેઈ આવવા-જવા ગ્રીન હેલ્થ કાર્ડ જારી કર્યા છે. આ કાર્ડ એમને અપાઈ રહ્યા છે, જે સંક્રમિત નથી. હુબેઈથી 21 હજાર આરોગ્યકર્મીઓ ઘરે પરત ફર્યા છે. આ સાથે અહીં ફસાયેલા લોકો પણ પોતાના શહેર જઈ રહ્યા છે. 
સ્પેનમાં અત્યાર સુધી 3,434 મૃત્યુ, ચીનને પાછળ છોડીને બીજા નંબરે પહોંચ્યું 
  • સ્પેનમાં મૃતકોની સંખ્યા 3,434 થઈ ગઈ છે, જે ચીનમાં થયેલા 3,281 મોતથી વધુ છે. ઈટાલીમાં સૌથી વધુ 6,820 મૃત્યુ થયા છે. 
  • ન્યૂયોર્કમાં ગીચ વસતી ધરાવતી જેલોમાં 300 કેદી મુક્ત કરાયા છે. 
  • ચીને ભારતને આગ્રહ કર્યો છે કે, કોવિડ-19ને ચાઈના વાઈરસ ના કહો. 
  • કેલિફોર્નિયામાં 17 વર્ષના યુવકનું મોત થયું છે. તે અમેરિકામાં કોરોનાના સૌથી નાની ઉંમરના દર્દીનું મોત છે. 2 હજાર સંક્રમિતો 50થી ઓછી ઉંમરના છે. 

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી