• Gujarati News
  • International
  • In Kazakhstan, The Houses Of Several Leaders, Including An Angry President, Were Set On Fire, Injuring More Than 300 People.

ઓઈલની કિંમત વધતા દેશ ભડકે બળ્યો:કઝાકિસ્તાનમાં લોકો રોષે ભરાતા રાષ્ટ્રપતિ સહિત અનેક નેતાઓના ઘર સળગાવ્યા, 300થી વધુ લોકો ઘાયલ

15 દિવસ પહેલા
  • કઝાકિસ્તાનના વડાપ્રધાન અસ્કર મમિને બુધવારે રાષ્ટ્રપતિ કસીમ-જોમાર્ટ તોકાયેવને રાજીનામું મોકલ્યું હતું જેને સ્વીકારી લેવામાં આવ્યું છે

કઝાકિસ્તાનમાં ઓઈલની વધતી કિંમતને કારણે ભારે બબાલ જોવા મળી રહી છે. પ્રદર્શનકારીઓએ રાષ્ટ્રપતિ નિવાસસ્થાન સહિત અનેક સરકારી ઓફિસ અને નેતાઓના ઘરમાં આગ લગાવી દીધી છે. મળતી માહિતી મુજબ પોલીસે પ્રદર્શનકારીઓ ભાગે તે પહેલાં જ ગોળીઓ ચલાવી. કઝાકિસ્તાનના ગૃહ મંત્રાલય મુજબ આ દરમિયાન આઠ પોલીસ અધિકારી અને નેશનલ ગાર્ડના કેટલાંક સભ્યો માર્યા ગયા હતા જ્યારે 300થી વધુ લોકો ઘાયલ થયા છે. આ ઘટનામાં કેટલાં નાગરિકો ઘાયલ થયા તે અંગેનો આંકડો જાહેર કરાયો નથી.

દેશમાં 5 જાન્યુઆરીથી 19 જાન્યુઆરી સુધી ઈમરજન્સી લગાવી દીધી છે. પ્રદર્શનકારીઓને શાંત કરવા માટે પોલીસે લાઠીચાર્જની સાથે ટીયર ગેસનો ઉપયોગ કર્યો છે. મીડિયા રિપોટ્સ મુજબ રાષ્ટ્રપતિએ કહ્યું- કઝાકિસ્તાન રિપબ્લિકના અનુચ્છેદ 70 અંતર્ગત સરકારનું રાજીનામું સ્વીકારું છું. નવી સરકાર ન બને ત્યાં સુધી હાલ સરકારના સભ્ય પોતાના કર્તવ્યોનું પાલન કરતા રહેશે. આ ઉપરાંત ગરીબ પરિવારોને સબસિડી આપવા પર પણ વિચાર કરવાનો આદેશ આપ્યો છે.

રાષ્ટ્રપતિ કસીમ-જોમાર્ટ તોકાયેવે પ્રદર્શનકારીઓને અનેક વખત શાંતિની અપીલ કરી હતી
રાષ્ટ્રપતિ કસીમ-જોમાર્ટ તોકાયેવે પ્રદર્શનકારીઓને અનેક વખત શાંતિની અપીલ કરી હતી

ઈમરજન્સી જાહેર થઈ છતાં કોઈ જ અસર જોવા ન મળી
રાષ્ટ્રપતિ કસીમ-જોમાર્ટ તોકાયેવે પ્રદર્શનકારીઓને અનેક વખત શાંતિની અપીલ કરી હતી. જેની કોઈ જ અસર જોવા ન મળતા અનેક સખત પગલાં લેવામાં આવ્યા હતા. તેઓએ બે સપ્તાહ માટે ઈમરજન્સીની જાહેરાત કરી હતી. જે બાદ નૂર સુલ્તાનની રાજધાની અને અલ્માટીના સૌથી મોટા શહેરમાં એમ બંને જગ્યાએ કટોકટીનો સમયગાળો વધારવામાં પણ આવ્યો. સાથે નાઈટ કર્ફ્યૂનું પણ કડકપણે પાલન કરાવવામાં આવ્યું. તેમ છતાં પ્રદર્શનકારીઓ કાબૂમાં આવ્યા ન હતા. જે બાદ સરકારને રાજીનામું આપવું પડ્યું હતું. મળતી માહિતી મુજબ કઝાકિસ્તાનમાં ઈન્ટરનેટ પર પ્રતિબંધ પણ મુકવામાં આવ્યો છે. જેના કારણે લોકોને કોઈ સમાચાર નથી મળી રહ્યાં.

લોકોને ઘરમાં રહેવાની અપીલ
કઝાકિસ્તાનમાં ઈમરજન્સી દરમિયાન હથિયાર, ગોળા-બારુદ અને શરાબના વેચાણ પર રોક લગાવી દેવાઈ છે. આ સાથે જ સામાન્ય લોકોને ઘરમાં રહેવાની અપીલ કરવામાં આવી છે. ગાડીઓની અવરજવર પર પણ રોક લગાવી દેવાઈ છે. રાષ્ટ્રપતિએ દેશના ફાયનાન્સિયલ કેપિટલ અલ્માટી અને મંગિરુટાઉમાં પણ રાત્રે 11 વાગ્યાથી સવારે 7 વાગ્યા સુધી કર્ફ્યૂની જાહેરાત કરી દીધી છે. સરકારને દેશમાં ઓઈલની કિંમતોને રેગ્યુલાઈઝ કરવાના પણ આદેશ આપ્યા છે.

ઓઈલના આટલા ભંડાર હોવા છતાં દેશના કેટલાંક વિસ્તારમાં લોકો ખરાબ પરિસ્થિતિમાં રહેવા માટે મજબૂર છે જેના કારણે લોકોમાં ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે
ઓઈલના આટલા ભંડાર હોવા છતાં દેશના કેટલાંક વિસ્તારમાં લોકો ખરાબ પરિસ્થિતિમાં રહેવા માટે મજબૂર છે જેના કારણે લોકોમાં ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે

PMને આપવું પડ્યું રાજીનામું
કઝાકિસ્તાનમાં ઓઈલની કિંમતમાં વધારાને કારણે હિંસક પ્રદર્શનો થઈ રહ્યાં છે જેને પગલે સરકારને રાજીનામું આપવાની ફરજ પડી છે. કઝાકિસ્તાનના વડાપ્રધાન અસ્કર મમિને બુધવારે રાષ્ટ્રપતિ કસીમ-જોમાર્ટ તોકાયેવને રાજીનામું મોકલ્યું હતું જેને સ્વીકારી લેવામાં આવ્યું છે. રાષ્ટ્રપતિએ અલીખાન સમાઇલોવને કાર્યકારી વડાપ્રધાન બનાવ્યા છે.

કઝાકિસ્તાનમાં ઓઈલની કિંમતમાં વધારાને કારણે હિંસક પ્રદર્શનો થઈ રહ્યાં છે જેને પગલે સરકારને રાજીનામું આપવાની ફરજ પડી છે
કઝાકિસ્તાનમાં ઓઈલની કિંમતમાં વધારાને કારણે હિંસક પ્રદર્શનો થઈ રહ્યાં છે જેને પગલે સરકારને રાજીનામું આપવાની ફરજ પડી છે

ડબલ થઈ ગયા ભાવ
કઝાકિસ્તાનમાં ગાડિઓમાં ઈંધણ તરીકે પ્રયોગ કરવામાં આવતા પેટ્રોલિયમ ગેસની કિંમત લગભગ ડબલ થઈ ગઈ છે જે બાદ આ વિરોધ પ્રદર્શનો શરૂ થયા છે. રાષ્ટ્રપતિએ દાવો કર્યો કે આ પ્રદર્શનનું નેતૃત્વ આંતકવાદી બેન્ડ કરી રહ્યાં હતા જેને અન્ય દેશોની મદદ મળતી રહી છે. તેમને એમ પણ કહ્યું કે એરપોર્ટને આવા તત્વોથી મુક્ત કરવામાં આવ્યું છે અને ત્યાં સામાન્ય સ્થિતિમાં કામકાજ થઈ રહ્યું છે. કઝાકિસ્તાન વિશ્વનું નવમો સૌથી મોટો દેશ છે, જેની બોર્ડર ઉત્તરમાં રશિયા અને પૂર્વ ચીનને અડકે છે. કઝાકિસ્તાન પાસે મોટા પાયે તેલ ભંડાર છે જે તેમને રણનીતિક અને આર્થિક રીતે મજબૂત બનાવે છે. ઓઈલના આટલા ભંડાર હોવા છતાં દેશના કેટલાંક વિસ્તારમાં લોકો ખરાબ પરિસ્થિતિમાં રહેવા માટે મજબૂર છે જેના કારણે લોકોમાં ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે. વર્ષ 1991માં સોવિયત સંઘથી અલગ થયા બાદ કઝાકિસ્તાનમાં એક જ પાર્ટીનું શાસન રહ્યું છે અને તેના કારણે લોકોમાં ભારે અસંતોષ છે.

દેશમાં 5 જાન્યુઆરીથી 19 જાન્યુઆરી સુધી ઈમરજન્સી લગાવી દીધી છે. પ્રદર્શનકારીઓને શાંત કરવા માટે પોલીસે લાઠીચાર્જની સાથે ટીયર ગેસનો ઉપયોગ કર્યો છે.
દેશમાં 5 જાન્યુઆરીથી 19 જાન્યુઆરી સુધી ઈમરજન્સી લગાવી દીધી છે. પ્રદર્શનકારીઓને શાંત કરવા માટે પોલીસે લાઠીચાર્જની સાથે ટીયર ગેસનો ઉપયોગ કર્યો છે.