હકીકત:જાપાનમાં દંપતી માટે એક જ અટક જરૂરી, યુવાનો લગ્ન અને બાળકો પેદા કરવાથી દૂર ભાગી રહ્યા છે

ટોક્યો16 દિવસ પહેલા
  • કૉપી લિંક

જાપાનમાં મહિલાઓ સાથે ભેદભાવ નથી રખાતો એવી સામાન્ય ધારણા છે. જાપાનના મંત્રી સાઈકો નોડાએ એક ઈન્ટરવ્યૂમાં કહ્યું છે કે જાપાનની વસતી સતત ઘટી રહી છે. બાળકોનો જન્મદર પણ બીજા વિશ્વયુદ્ધ પછી દેશમાં સૌથી ઓછો છે. તેનાં અનેક કારણ છે, પરંતુ સૌથી મોટું કારણ મહિલાઓ સાથે થતો ભેદભાવ છે.

જાપાનની સંસદના નીચલા ગૃહમાં હાલ ફક્ત બે મહિલા પૈકીની એક નોડા કહે છે કે આ અસમાનતા સાથે દુનિયાના ત્રીજા સૌથી મોટા અર્થતંત્રનું રાજકારણ આગળ નહીં વધી શકે. સંસદના સભ્ય હોવાના નાતે મેં અનુભવ્યું છે કે અહીં મહિલાઓ સાથે ભારે ભેદભાવ થઈ રહ્યો છે. દેશના પહેલા વડાપ્રધાન બનવાની ઈચ્છા રાખનારાં નોડા દેશની ઘટતી જતી વસતીથી ચિંતિત છે. તેઓ કહે છે કે જાપાનના યુવાનો લગ્ન અને બાળકોને જન્મ આપીને ઘર વસાવવાથી બચી રહ્યા છે.

આમ તો ટૂંક સમયમાં અમારી સેના, અગ્નિશમન વિભાગ વગેરે માટે યુવાનો મળવા મુશ્કેલ થઈ જશે. આ માટે જરૂરી છે કે દરેક ક્ષેત્રમાં મહિલાઓની સમાન ભાગીદારી હોય. દરેક દંપતી માટે દેશમાં એક અટક ફરજિયાત છે. આ દુનિયાનો એકમાત્ર કાયદો છે, જે જાપાનમાં અમલી છે. મોટા ભાગના કિસ્સામાં તો મહિલાઓએ જ પોતાની અટક બદલવી પડે છે.

નોડા કહે છે કે, દેશની આર્થિક અને રાજકીય ગતિવિધિઓમાં મહિલા અને પુરુષોની ભાગીદારી પર જારી વર્લ્ડ ઈકોનોમિક ફોરમ 2022ના રિપોર્ટમાં 146 દેશમાં જાપાન 116મા ક્રમે છે.

રાજકારણમાં મહિલાઓ માટે ક્વૉટા સિસ્ટમ હોવી જરૂરી
નોડાએ રાજકારણમાં મહિલાઓની ભાગીદારી વધારવા ક્વૉટા સિસ્ટમ શરૂ કરવાની સલાહ આપી હતી, પરંતુ તે મુદ્દે સંમતિ ના સધાઈ. તેઓ લિબરલ ડેમોક્રેટિક પાર્ટીના સભ્ય છે અને સમલૈંગિક લગ્નોનું પણ સમર્થન કરે છે.

અન્ય સમાચારો પણ છે...