જાપાનમાં હવે કોઈનું મુર્ખ કે સ્ટુપિડ કહીને અપમાન કરવું તે સજાપાત્ર ગુનો બન્યો છે. અલબત જાપાનમાં સાઈબર બુલિંગ કાયદા અંતર્ગત કોઈ વ્યક્તિનું અપમાન(ઈન્સલ્ટ) કરવાના સંજોગોમાં એક વર્ષની જેલની સજાપાત્ર ગુનો બને છે.
વર્તમાન પેનલ કોડને મજબૂત કરવા માટે ગયા સોમવારે જાપાનની ડાયટ (Diet) (જાપાનની સંસદ)માં આ કાયદો પસાર કરવામાં આવ્યો હતો, જેમાં ઓનલાઈન સહિત જાહેર સ્થળો પર કોઈ વ્યક્તિનું અપમાન કરતા અભદ્ર ભાષાનો ઉપયોગની સ્થિતિમાં કરનાર કોઈપણ વ્યક્તિને દોષિત ઠરાવવાની અને જેલના સળિયા પાછળ ધકેલવાની અથવા તો 300,000 જાપાની યેન જેટલો દંડની જોગવાઈ કરવામાં આવી છે.
અગાઉ જાપાનમાં ઓનલાઈન અપમાન અથવા અપમાનજનક આરોપ બદલ દોષિત ઠરાવવાની ઘટના કોઈ તથ્ય પર આધારિત ન હતી અને મહત્તમ 30 દિવસની જેલની સજા અથવા 10,000 જાપાની યેનની જોગવાઈ હતી.
અપમાન બદલ 22 વર્ષિય હાના કિમુરાએ આત્મહત્યા કરેલી
અત્રે ઉલ્લેખનિય છે કે બે વર્ષ અગાઉ 22 વર્ષના રિયાલિટી ટીવી સ્ટાર અપમાનજકન સ્થિતિનો સામનો કરવો પડ્યો હતો અને તેણે આત્મહત્યા કરી લીધી હતી. વ્યવસાયિક રીતે વ્રેસ્ટલર હાના કિમુરા નેટફ્લિક્સ શો ટેરેસ હાઉસ (Terrace House)માં જોવા મળી હતી, અન્ય કાસ્ટ મેમ્બર સાથે ઝઘડો થયા બાદ ઓનલાઈન અભદ્ર ટિપ્પણીઓથી તેને ટાર્ગેટ કરવામાં આવી હતી. સોશિયલ મીડિયા પર કેટલીક ટિપ્પણીઓ એવી હતી કે જેમા તેણીનીએ પોતાની જાતને મારી નાંખવી જોઈએ તેમ કહેવામાં આવ્યું હતું.
ત્યારબાદ તેણે આત્મહત્યા કરી લીધી હતી. અલબત જાપાનમાં કોઈને સોશિયલ મીડિયા પર કે જાહેરમાં અપમાનજનક શબ્દો કહેવા પર પ્રતિબંધ મુકી સજાની જોગવાઈ કરવામાં આવી હતી. હવે જાપાનની Diet દ્વારા આ અંગેના કાયદાને વધારે કડક બનાવ્યો છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.