ફૂટબોલ મેચ દરમિયાન 174નાં મોત:ઈન્ડોનેશિયામાં હારેલી ટીમના પ્રશંસકો મેદાનમાં ઘૂસ્યા, ટીયરગેસ-લાઠીચાર્જ બાદ નાસભાગ મચી હતી

2 મહિનો પહેલા

ઈન્ડોનેશિયામાં ફૂટબોલ મેચ દરમિયાન નાસભાગમાં 174 લોકોનાં મોત થયાં છે. 180 લોકો ઘાયલ થયા છે. આ ઘટના પૂર્વ જાવાના કંજુરુહાન સ્ટેડિયમમાં શનિવારે રાત્રે બની હતી.

ન્યૂઝ એજન્સી રોઇટર્સ અનુસાર ઇન્ડોનેશિયાની BRI લીગ-1માં અરેમા એફસી અને પર્સેબાયા સુરબાયા વચ્ચે મેચ ચાલી રહી હતી. પર્સબાયાની ટીમ હારી ગઈ. મેચ હારી ગયેલી ટીમના સમર્થકો મેદાનમાં ઊતર્યા હતા. તેમને રોકવા માટે પોલીસે ટીયરગેસ છોડવો પડ્યો હતો, જેના કારણે નાસભાગ મચી ગઈ હતી.

34 લોકોનાં મોત સ્ટેડિયમમાં જ થયાં
પોલીસે જણાવ્યું કે આ ઘટનામાં 127 લોકોનાં મોત થયાં છે, જેમાંથી બે પોલીસ અધિકારી છે. સ્ટેડિયમની અંદર 34 લોકોનાં ઘટનાસ્થળે જ મોત થયાં હતાં. બાકીના લોકો હોસ્પિટલમાં મૃત્યુ પામ્યા હતા. આ ઘટનાનો વીડિયો પણ સામે આવ્યો છે, જેમાં ચાહકો સુરક્ષાકર્મીઓ પર વસ્તુઓ ફેંકતા જોવા મળે છે. ભીડને નિયંત્રિત કરવા પોલીસે લાઠીચાર્જ કર્યો અને ટીયરગેસના સેલ છોડ્યા. ઈન્ડોનેશિયાના ફૂટબોલ એસોસિએશન (PSSI) એ આ ઘટના પર શોક વ્યક્ત કરતું નિવેદન જાહેર કર્યું છે.

PSSIએ કહ્યું કે રમત પછી શું થયું તેની તપાસ કરવામાં આવશે અને આ માટે એક ટીમ મલંગ જવા રવાના થઈ ગઈ છે. પીટી લીગા ઇન્ડોનેશિયા બારુ (LIB)ના અધ્યક્ષ અખ્મદ હાદિયન લુકિતાએ કહ્યું કે અમે આ ઘટનાથી ખૂબ જ દુઃખી છીએ.

જુઓ આ ઘટનાની તસવીરો

ભીડને કાબૂમાં લેવા માટે પોલીસે લાઠીચાર્જ કર્યો અને પછી ટીયરગેસના સેલ છોડ્યા.

પોલીસ અને અન્ય ઘાયલોને હોસ્પિટલ લઈ જઈ રહ્યા છે.
પોલીસ અને અન્ય ઘાયલોને હોસ્પિટલ લઈ જઈ રહ્યા છે.
મેચ દરમિયાન ફેન્સ મેદાનમાં ઘૂસી ગયા હતા.
મેચ દરમિયાન ફેન્સ મેદાનમાં ઘૂસી ગયા હતા.
પ્રશંસકોએ તોડફોડ કરી અને સ્ટેડિયમને પણ આગ લગાવી દીધી.
પ્રશંસકોએ તોડફોડ કરી અને સ્ટેડિયમને પણ આગ લગાવી દીધી.
ફૂટબોલ મેચ બાદ ફેન્સએ પોલીસના વાહનોમાં તોડફોડ પણ કરી હતી.
ફૂટબોલ મેચ બાદ ફેન્સએ પોલીસના વાહનોમાં તોડફોડ પણ કરી હતી.
ચાહકોને કાબૂમાં લેવા માટે પોલીસકર્મીઓએ તેમના પર ટીયરગેસના સેલ છોડ્યા હતા.
ચાહકોને કાબૂમાં લેવા માટે પોલીસકર્મીઓએ તેમના પર ટીયરગેસના સેલ છોડ્યા હતા.
ભીડને કાબૂમાં લેવા માટે પોલીસે ચાહકો પર લાઠીચાર્જ પણ કરવો પડ્યો હતો.
ભીડને કાબૂમાં લેવા માટે પોલીસે ચાહકો પર લાઠીચાર્જ પણ કરવો પડ્યો હતો.
અન્ય સમાચારો પણ છે...