તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • International
  • In Indonesia, A Celestial Meteorite Broke The Roof And Fell Into A House, And The Young Man Instantly Became A Millionaire.

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વાહ રે નસીબ:ઇન્ડોનેશિયામાં અવકાશી ઉલ્કાપિંડ છત તોડીને ઘરમાં પડ્યો અને યુવક ક્ષણભરમાં કરોડપતિ બની ગયો

5 મહિનો પહેલા

ઈન્ડોનેશિયામાં આશરે 1.4 મિલિયન પાઉન્ડનું મૂલ્ય ધરાવતી એક ઉલ્કાપિંડ 33 વર્ષના એક યુવકના ઘરની છત તોડીને આવી પડતાં તે રાતોરાત કરોડપતિ વ્યક્તિ બની ગઈ છે. જોસુઆ હુટાગાલુંગ નામનો આ યુવક શબપેટી (કોફીન) બનાવવાના વ્યવસાય સાથે સંકળાયેલો છે અને તે ઉત્તર સુમાત્રાના કોલંગમાં રહે છે. જ્યારે તે પોતાના ઘરની પાસે એક શબપેટી બનાવી રહ્યો હતો ત્યારે અવકાશી પિંડ તેના લિવિંગ રૂમના એક છેડે છત તોડીની અંદર પડ્યો હતો. આ ઉંલ્કાપિંડનો વજન 2.1 કિલો છે અને તે જમીનમાં આશરે 15 ઈંચ જેટલો ઉંડે ઉતરી ગયો હતો.

આ અવકાશી પિંડ આશરે 4.5 બિલિયન વર્ષ જૂનો છે.
આ અવકાશી પિંડ આશરે 4.5 બિલિયન વર્ષ જૂનો છે.

સુઆએ જ્યારે આ પિંડને બહાર કાઢ્યો ત્યારે તે ખૂબ જ ગરમ હતો અને જ્યારે તેનો સ્પર્શ કર્યો ત્યારે તેનો થોડો ભાગ તૂટી ગયો હતો.

આ ઉલ્કાપિંડ ખૂબ જ અવાજ સાથે ઘરના એક ભાગમાં પડ્યો હતો. થોડી તપાસ કરી ત્યારે માલુમ પડ્યું હતું કે ઘરની છતમાં નાનો હોલ પડી ગયો હતો. જ્યારે આ પિંડને લોકોએ જોયો ત્યારે તેમણે કહ્યું હતું કે તે આકાશમાંથી આવ્યો છે. સ્થાનિક લોકોએ પણ એક મોટા ધડાકાનો અવાજ સાંભળ્યો હતો. આ દુર્લભ ખડગને જોવા માટે ઘણા લોકો તેના ઘરની મુલાકાત લઈ ચુક્યા છે.

આ અવકાશી પિંડ આશરે 4.5 બિલિયન વર્ષ જૂનો છે અને તેનું મૂલ્ય આશરે 1.4 મિલિયન પાઉન્ડ છે, જે જોસુઆની આશરે 30 વર્ષની સમકક્ષ વેતન જેટલું મૂલ્ય થાય છે. તે કહે છે કે આ રકમથી તે પોતાના સમુદાય માટે એક ચર્ચ બનાવશે.

અમેરિકાના ઉલ્કાપિંડ બાબતના નિષ્ણાત જારેડ કોલિન્સે કહ્યું કે આ આશરે 4.5 બિલિયન વર્ષ જૂના પિંડ માટે મને ઓફર થઈ હતી અને તે તેની ખરીદી માટે તૈયારી દર્શાવી હતી. કોલિંસે તે અમેરિકા મોકલી આપ્યો જ્યારે તેને ઈન્ડિયાનાપોલિસના ડોક્ટર અને મિટેરિએટ કલેક્ટર જય પિયાટેક દ્વારા ખરીદવામાં આવ્યો હતો, તેમ ટેક્સાસ, અમેરિકાની લુનાર એન્ડ પ્લેનેટરી ઈન્સ્ટિટ્યૂટે માહિતી આપી હતી.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...

વધુ વાંચો