તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • International
  • In India, Indian Women Perform Lesbian Marriages !; Choosing A Different Path To Empower The Disadvantaged

ન્યૂયોર્ક ટાઇમ્સમાંથી:અમેરિકામાં ભારતવંશી મહિલા કરાવે છે સમલૈંગિકોનાં લગ્ન!; વંચિત લોકોને અધિકાર સંપન્ન બનાવવા માટે અલગ માર્ગની પસંદગી

ન્યૂયોર્ક3 મહિનો પહેલા
  • કૉપી લિંક
સુષમા દ્વિવેદીની તસવીર. - Divya Bhaskar
સુષમા દ્વિવેદીની તસવીર.
  • તેમણે અત્યારસુધી 33 લગ્ન કરાવ્યાં છે, જેમાંથી લગભગ અડધાં સમલૈંગિકોનાં છે

સમલૈંગિકો અને કિન્નરોનું ધ્યાન રાખતાંx સુષમા દ્વિવેદી વૈવાહિક કારોબારના ક્ષેત્રમાં દુર્લભ છે. તેઓ કહે છે, અમેરિકામાં મહિલા પંડિતનું મળવું લગભગ અશક્ય છે. મારી જાણ મુજબ એવા દસ લોકો છે, જેમાંથી કોઈપણ સમલૈંગિકો અને કિન્નરોને પોતાની સેવા આપતા નથી. 2016માં મિસિસ દ્વિવેદીએ ન્યૂયોર્કમાં પર્પલ પંડિત પ્રોજેક્ટની શરૂઆત કરી હતી. આ સમલૈંગિકો માટે લગ્ન, બાળકોનું નામકરણ, ગૃહપ્રવેશ, વ્યવસાયની શરૂઆત જેવી ધાર્મિક સુવિધાઓ ઉપલબ્ધ કરાવે છે. તેમણે અત્યારસુધી 33 લગ્ન કરાવ્યાં છે, જેમાંથી લગભગ અડધાં સમલૈંગિકોનાં છે.

સુષમાનો ઉછેર કેનેડામાં થયો છે
40 વર્ષનાં સુષમા ઓર્ગેનિક ફૂડ કંપની ડેઈલી હાર્વેસ્ટમાં કમ્યુનિકેશન અને બ્રાન્ડ માર્કેટિંગનાં વાઈસ- પ્રેસિડન્ટ છે. તેમનો ઉછેર કેનેડામાં થયો છે અને હવે હાર્લેમમાં રહે છે. તેમના પતિ 37 વર્ષના વિવેક જિંદલ ન્યૂયોર્કમાં વેલ્થ મેનેજમેન્ટ કંપની - કોરમાં મુખ્ય રોકાણ અધિકારી છે. તેઓ જણાવે છે, 2013માં મોન્ટ્રિયલમાં તેમનાં લગ્ન થયા હતા. મારા પતિના સગા સમલૈંગિક છે. તેમને લગ્ન કરવા હોય તો કોઈ પંડિત મળવાનો ન હતો. આ વાતે મને કંઈક કરવા માટે પ્રેરિત કરી.

સુષમાએ અત્યારસુધી 33 લગ્ન કરાવ્યાં છે, જેમાંથી લગભગ અડધાં સમલૈંગિકોનાં છે ( પ્રતીકાત્મક તસવીર)
સુષમાએ અત્યારસુધી 33 લગ્ન કરાવ્યાં છે, જેમાંથી લગભગ અડધાં સમલૈંગિકોનાં છે ( પ્રતીકાત્મક તસવીર)

યુનિવર્સિલ લાઈફ ચર્ચમાંથી ઓનલાઈન ધાર્મિક રીત-રિવાજ શીખ્યા
લગ્નના બે મહિના પછી મેં યુનિવર્સિલ લાઈફ ચર્ચમાંથી ઓનલાઈન ધાર્મિક રીત-રિવાજ શીખ્યા. 2016માં મને ખબર પડી કે બિલ્ડિંગમાં અમે જે માળ પર રહીએ છીએ ત્યાં એક યુગલ લગ્ન કરવા માગતું હતું. મહિલા બાળકને જન્મ આપનારી હતી. તેઓ ઈચ્છતા હતા કે પ્રસૂતિ પહેલાં લગ્ન થઈ જાય. મેં કહ્યું કે જો તેમને કોઈ પાદરી મળતો નથી તો હું લગ્ન કરાવી શકું છું. તેઓ મારા રૂમમાં આવ્યા. દુલ્હનના વાળમાં ફૂલ લગાવાયા. મારા પતિએ ફોન પર લગ્નનું રેકોર્ડિંગ કર્યું. આ વીડિયો વાઈરલ થઈ ગયો.

સુષમા હિન્દુ પદ્ધતિથી લગ્ન માત્ર 35 મિનિટમાં કરાવે છે ( પ્રતીકાત્મક તસવીર)
સુષમા હિન્દુ પદ્ધતિથી લગ્ન માત્ર 35 મિનિટમાં કરાવે છે ( પ્રતીકાત્મક તસવીર)

સુષમા દ્વિવેદી જણાવે છે કે 2016 ચૂંટણીનું વર્ષ હતું. સમલૈંગિક સમુદાયના અધિકાર છીનવાઈ રહ્યા હતા. હું દરેક સાથે સમાનતાના પક્ષમાં હતી. આ રીતે પર્પલ પ્રોજેક્ટનો જન્મ થયો. સુષમા હિન્દુ પદ્ધતિથી લગ્ન માત્ર 35 મિનિટમાં કરાવે છે. ભગવાન ગણેશની પૂજા પછી યુગલના અગ્નિ ફેરા કરાવે છે.

અન્ય સમાચારો પણ છે...