ભાસ્કર ખાસ:અખાતી દેશોમાં ફેસબુક-ઇન્સ્ટાગ્રામ પર નોકરાણીની લે-વેચ થાય છે, એપલે ઍપ હટાવી પણ કાર્યવાહી નહીં

દુબઇ8 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ગરીબ દેશોની મહિલાઓ ડોમેસ્ટિક હેલ્પના નામે જાય છે

અખાતી દેશોમાં ધનિક શેખોના ઘરમાં ડોમેસ્ટિક હેલ્પ (નોકરાણી) તરીકે કામ કરતી દક્ષિણ અને દક્ષિણ-પૂર્વ એશિયાની મહિલાઓની ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર લે-વેચ થાય છે. અખાતી દેશોમાં ઘરમાં નોકરાણી તરીકે કામ કરતી મહિલાઓને ‘ખાદિમા’ કહે છે.

સ્થિતિ એવી છે કે ફેસબુક કે ઇન્સ્ટાગ્રામ પર ‘ખાદિમા’ સર્ચ કરતા જ યુઝર્સને દક્ષિણ એશિયાના દેશો- નેપાળ, ભારત, બાંગ્લાદેશ અને શ્રીલંકાની તથા દક્ષિણ-પૂર્વ એશિયાના દેશો ફિલિપાઇન્સ અને થાઇલેન્ડની મહિલાઓ વિશે માહિતી મળવા લાગે છે. એપલે બે વર્ષ અગાઉ ફેસબુક અને ઇન્સ્ટાગ્રામને આ મામલે કાર્યવાહી કરવા કહ્યું હતું. એપલનું કહેવું હતું કે નોકરી મેળવવા જતાં અખાતી દેશોમાં મહિલાઓ ફસાઇ જાય છે.

ઘણી મહિલાઓ તો ક્રિમિનલ ગેંગમાં ફસાય છે તો ઘણી મહિલાઓ પાસે કેટલાય કલાકો સુધી કામ કરાવાય છે અને તેમને પૂરું વેતન પણ નથી અપાતું. તેમને નોકરી પર રાખતી એજન્સીઓ પણ પ્રામાણિક નથી હોતી.

એપલે ફેસબુક અને ઇન્સ્ટાગ્રામને નોકરી આપતી આવી એજન્સીઓની તપાસ કરવા કહ્યું હતું. તેણે ચેતવણી પણ આપી હતી કે ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ તેમ નહીં કરે તો પોતે તેમની ઍપ પ્લે સ્ટોર પરથી હટાવી દેશે. તે છતાં કોઇ કાર્યવાહી ન કરાઇ. ફેસબુકનું કહેવું હતું કે તે માનવ તસ્કરીની વિરુદ્ધમાં છે પણ અખાતી દેશોમાં મહિલાઓને નોકરી આપતી એજન્સીઓ સામે કોઇ કાર્યવાહી કરી શકે તેમ નથી.

ફિલિપાઇન્સે ટીમ બનાવી, ફેસબુકનો સહકાર નહીં
અખાતી દેશોમાં જઇને ફસાઇ જતી મોટા ભાગની મહિલાઓ ફિલિપાઇન્સની હોય છે. તેથી ફિલિપાઇન્સ સરકારે બોગસ પ્લેસમેન્ટ એજન્સીઓ પર સકંજો કસવા ટીમ પણ બનાવી પરંતુ ફેસબુકને ઘણીવાર કાર્યવાહી કરવાનું કહેવા છતાં તેણે સહકાર નથી આપ્યો.

અન્ય સમાચારો પણ છે...