• Gujarati News
  • International
  • In Germany The Parties Included The Idea Of Other Countries' Plans In The Election Manifesto; Burqa Ban, Promise To Apply The Rule Of Work 4 Days A Week

ભાસ્કર વિશેષ:જર્મનીમાં પક્ષોએ બીજા દેશોની યોજનાઓના આઈડિયાને ચૂંટણી ઢંઢેરામાં સ્થાન આપ્યું; બુરખા બૅન, અઠવાડિયામાં 4 દિવસ કામનો નિયમ લાગુ કરવાનો વાયદો

બર્લિનએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 26 સપ્ટેમ્બરે સંસદીય ચૂંટણીથી પહેલા તમામ પક્ષોએ પ્રચારમાં સંપૂર્ણ તાકાત લગાવી, ચૂંટણી ઢંઢેરામાં નવા નવા વાયદા કર્યા

જર્મનીની સંસદ બુંદેસ્ટાગની ચૂંટણી 26 સપ્ટેમ્બરે યોજાવાની છે. તેના પહેલા પ્રચાર અંતિમ તબક્કામાં પહોંચી ગયું છે. ચાન્સેલર એન્જેલા મર્કેલની સત્તાધારી સીડીયૂ/સીએસયુ પાર્ટીઓ ઉપરાંત દેશને ત્રણ વખત ચાન્સેલર આપનાર સોશિયલ ડેમોક્રેટિક પાર્ટી અને ગ્રીન પાર્ટીએ તેમના ચાન્સેલર ઉમેદવારોની જાહેરાત કરી દીધી છે.

આ ક્રમમાં મતદાતાઓને આકર્ષવા માટે તમામ પક્ષોએ મૌલિકતાને નેવી મૂકી દીધી છે. આ પક્ષોએ પહેલીવાર ચીન, ફ્રાન્સ સહિત અન્ય દેશોના રાજકીય આઈડિયાને તેમના ચૂંટણી ઢંઢેરામાં સામેલ કર્યા છે. ચાલો જાણીએ કયા પક્ષે કયા દેશથી કયો આઈડિયાની પસંદગી કરી છે...

ક્રિશ્ચિયન ડેમોક્રેટિક યુનિયન : સત્તાધારી સીડીયૂની લોકપ્રિયતા હાલના સમયે ઐતિહાસિક સ્તરે સૌથી ઓછી છે. વોટર્સને આકર્ષવા સીડીયૂએ ડેનમાર્કનો લાંબા સમયથી બેરોજગારોને સામુદાયિક કામ કરાવવાનો આઈડિયા ઉઠાવ્યો છે. તે રોડની સફાઈ, કચરો વીણનારા પર ધ્યાન આપશે. ખરેખર ડેનિશ સરકારે અપ્રવાસી કર્મચારીઓને એકજૂટ કરી રોજગાર આપવાની પહેલ કરી છે. જોકે તેની ટીકા થઈ રહી છે. લોકો કહે છે કે તેનાથી બેરોજગારોએ રોજગારી શોધવાનું બંધ કરી દીધું છે. તેમના રોજગારની વ્યવસ્થા સ્થાનિક અધિકારીઓએ કરવી પડી રહી છે.

સોશિયલ ડેમોક્રેટિક પાર્ટી(એસડીપી) : તેણે સ્વિડનથી પેન્શન સુધારાનો આઈડિયા ઉઠાવ્યો છે. આ મોડલ જર્મનીમાં પસંદ કરાય છે. સ્વિડન સરકારી, ખાનગી તથા કંપનીઓના કર્મચારીઓને વધારાનું ફંડ આપે છે જે બજારમાં રોકાણ કરવામાં આવે છે. જેથી લોકોને વધુમાં વધુ પૈસા મળી શકે.

ગ્રીન પાર્ટી : તેણે ફ્રાન્સનો હાનિકારક રાસાયણ બિસ્ફેનોલ એ(બીપીએ)ના ઉપયોગ પર પ્રતિબંધનો આઇડિયા ઉઠાવ્યો છે. આ રસાયણનો ઉપયોગ ખાદ્ય કન્ટેનર સહિત અનેક પ્લાસ્ટિક ઉત્પાદનોમાં કરાય છે. આ શુક્રાણુની ગુણવત્તા બગાડે છે અને અસ્થમાથી પીડિત કરે છે. તેનાથી બેબી બોટલ્સ બનાવવા પર અમેરિકામાં રોક છે.

લેફ્ટ પાર્ટી : આઈસલેન્ડનો ચાર દિવસ કે અઠવાડિયામાં 30 કલાકનો આઇડિયા લીધો છે. આઈસલેન્ડે જુલાઈમાં જણાવ્યું હતું કે કામ કરવાના કલાકો ઘટાડવાનો પ્રયોગ સફળ રહ્યો છે.

ફ્રી ડેમોક્રેટિક પાર્ટી(એફડીપી) : તેણે અમેરિકા અને ચીનનો લર્નિંગ એનાલિટિક્સનો આઈડિયા અપનાવ્યો છે. આ એક સામાન્ય માળખું છે જે શૈક્ષણિક અભ્યાસ અને વિદ્યાર્થીઓનું માર્ગદર્શન, ગુણવત્તા આશ્વાસન, અભ્યાસક્રમ વિકાસ અને શિક્ષક પ્રભાવશીલતા અને દક્ષતામાં સુધારા માટે માર્ગદર્શકનું કામ કરી શકે છે.

એએફડીનું માનવું છે કે સ્વિટ્ઝર્લેન્ડની ટેક્સ પ્રણાલી અને ટ્રેન શ્રેષ્ઠ
કટ્ટર દક્ષિણપંથી અલ્ટરનેટિવ ફોર જર્મની(એએફડી)એ સ્વિટ્ઝર્લેન્ડનો બુરખો અને નકાબ પર પ્રતિબંધ તથા જનમત કરાવવાની સાથે જાપાનનો પ્રતિબંધાત્મક ઇમિગ્રેશનનો આઈડિયા ઉઠાવ્યો છે. એએફડીનો દાવો છે કે જર્મનીની તુલનાએ સ્વિટ્ઝર્લેન્ડની ટેક્સ સિસ્ટમ અને ટ્રેનો શ્રેષ્ઠ છે. એએફડીનું ગઠબંધન મંત્રણાની જગ્યાએ જનમતમાં વિશ્વાસ ધરાવે છે. જાપાનની ઈમિગ્રેશન સિસ્ટમથી પણ તે પ્રભાવિત છે. તે તેને રાષ્ટ્રીય ઓળખ માટે પ્રતિબંધાત્મક તથા સુરક્ષાત્મક ઉપાય તરીકે જુએ છે.

અન્ય સમાચારો પણ છે...