એલેક્સ વાવાઝોડાથી તબાહી:ફ્રાન્સમાં 12 કલાકમાં એક વર્ષ જેટલો વરસાદ, પૂરમાં 100થી વધુ ઘર તણાઈ ગયાં

પેરિસ2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભારે વરસાદના કારણે પૂર આવ્યું અને ભૂસ્ખલનની ઘટનાઓ બની, જેના કારણે 100થી ‌વધુ ઘર પણ તણાઈ ગયાં. - Divya Bhaskar
ભારે વરસાદના કારણે પૂર આવ્યું અને ભૂસ્ખલનની ઘટનાઓ બની, જેના કારણે 100થી ‌વધુ ઘર પણ તણાઈ ગયાં.

કોરોનાકાળનો સામનો કરી રહેલા યુરોપિયન દેશ ફ્રાન્સમાં 12 કલાકમાં રેકોર્ડબ્રેક 19.7 ઈંચ વરસાદથી તબાહી મચી ગઈ છે. ભારે વરસાદના કારણે મોટા ભાગના વિસ્તારોમાં પૂર આવ્યું અને ભૂસ્ખલનની ઘટનાઓ બની, જેના કારણે 100થી ‌વધુ ઘર પણ તણાઈ ગયાં. આ ઘટનાઓમાં 25 લોકોનાં મોત થયાં, જ્યારે 20 લાપતા છે. સેંકડો વાહનો પણ પાણીમાં તણાઈ ગયાં અને કાટમાળમાં દબાઈ ગયાં. પૂરના કારણે અનેક રસ્તાઓને પણ નુકસાન થયું છે, જેથી કેટલાક વિસ્તારોનો સંપર્ક તૂટી ગયો છે.

વરસાદથી ઈટાલી અને જર્મનીના સરહદી વિસ્તારો પણ પ્રભાવિત થયા.
વરસાદથી ઈટાલી અને જર્મનીના સરહદી વિસ્તારો પણ પ્રભાવિત થયા.

ફ્રાન્સ હવામાન વિભાગના જણાવ્યાનુસાર, દક્ષિણ-પૂર્વ ફ્રાન્સ અને ઉત્તર ઈટાલીમાં રાતભર ચક્રવાતી તોફાન એલેક્સના કારણે મુશળધાર વરસાદ થયો. તેના કારણે નાઈસ શહેરના પહાડી વિસ્તારોમાં પૂર આવ્યું. આ દરમિયાન આલ્પ્સ-મેરિટાઈમ ક્ષેત્રમાં માંડ 12 કલાકમાં એક વર્ષ જેટલો વરસાદ પડ્યો. આ વરસાદથી ઈટાલી અને જર્મનીના સરહદી વિસ્તારો પણ પ્રભાવિત થયા. ઈટાલીમાં ફાયર બ્રિગેડના એક કર્મચારીનું મૃત્યુ થયું, જ્યારે 16 લોકો લાપતા છે.

પૂર અને ભૂસ્ખલનને કારણે અનેક ગાડીઓને નુકશાન.
પૂર અને ભૂસ્ખલનને કારણે અનેક ગાડીઓને નુકશાન.

રસ્તા પર પાંચ-પાંચ ફૂટ કાટમાળ, 1500 ફાયર ફાઈટર્સનું બચાવ અભિયાન
નાઈસ શહેરની વસતી આશરે 3.5 લાખ છે. અહીંના મેયર ક્રિશ્ચિયન એસ્ટોર્સીએ કહ્યું કે, આ પૂરથી શહેર તહસનહસ થઈ ગયું છે. સેન્ટ મરીન અને બ્રેઈલ સુર રોવા જેવા અનેક વિસ્તારો સંપૂર્ણ નષ્ટ થઈ ગયા છે. રસ્તા પર પાંચ-પાંચ ફૂટ કાટમાળ પડ્યો છે, જેને જેસીબી મશીનોથી હટાવાઈ રહ્યો છે. શહેરને પહેલાં જેવું બનાવવા 1500 ફાયર ફાઈટર્સે બચાવ અભિયાન શરૂ કર્યું છે.

અન્ય સમાચારો પણ છે...