તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
કોરોના વાઇરસ મહામારીનો સામનો કરી રહેલી દુનિયામાં અત્યારે વેક્સિન મેળવવા માટે હુંસાતુંશી મચી છે. દરેક દેશ શક્ય એટલી જલદી પોતાના નાગરિકો સુધી વેક્સિન પહોંચાડવા માગે છે. આ દરમિયાન દક્ષિણ અમેરિકન દેશ ઈક્વાડોરમાં લગભગ 70,000 લોકોને નકલી કોરોના વેક્સિન લગાવવાની ઘટના પ્રકાશમાં આવી છે. વેક્સિન લગાવનારા પ્રાઈવેટ ક્લિનિકે લોકોને સંપૂર્ણ સુરક્ષા મળે એ માટે ત્રણ-ત્રણ ડોઝ આપ્યા હતા, જેમાં એક ડોઝ માટે લગભગ 1100 રૂપિયા (15 ડોલર) ચાર્જ લેવામાં આવ્યો હતો.
Ecuadoran police have shut down an alternative medicines center in Quito that had administered thousands of fake COVID-19 vaccines, the local government said https://t.co/Qvn6ThAjHX
— TIME (@TIME) January 28, 2021
રાજધાની ક્વિટોમાં જ વેક્સિનના નામે ગોરખધંધો
ટાઈમના રિપોર્ટ અનુસાર, આ ઘટના ઈક્વાડોરની રાજધાની ક્વિટોની છે. ક્વિટો પોલીસના સુરક્ષા પ્રમુખ સેસર ડીઆઝે પોતાના નિવેદનમાં કહ્યું હતું કે આ ક્લિનિકથી લોકોને એક અજાણ્યો પદાર્થ ડોઝ સ્વરૂપે આપવામાં આવ્યો અને એના માટે લગભગ 15 ડોલર ફી વસૂલવામાં આવતી હતી. લોકોને કહેવામાં આવતું હતું કે આ વેક્સિનના ત્રણ શોટ લગાવ્યા પછી કોરોના વાઇરસ સામે ઈમ્યુન થઈ જશો.
પોલીસે આરોપીઓની ધરપકડ કરી
પોલીસે એ લોકોનાં પણ નિવેદન નોંધ્યાં છે, જેમણે એ ક્લિનિકમાં નકલી વેક્સિનના ડોઝ લગાવ્યા હતા. પોલીસે કહ્યું હતું કે લગભગ 70,000 લોકોને નકલી વેક્સિનનો ડોઝ આપવામાં આવ્યો છે. પોલીસે એ ક્લિનિકને સીલ કરી દીધું છે અને આરોપીઓની ધરપકડ કરી છે. જોકે આ ક્લિનિકના માલિકે દાવો કર્યો છે કે તે લોકોને વેક્સિનના સ્થાને લોકોને ઈમ્યુનિટી વધારવા માટે વિટામિન અને સીરમનો ડોઝ આપતો હતો.
દક્ષિણ અમેરિકામાં કોરોનાનું હોટસ્પોટ છે ઈક્વાડોર
ઈક્વાડોર સમગ્ર દક્ષિણ અમેરિકન મહાદ્વીપમાં કોરોના વાઇરસનું હોટસ્પોટ બનેલું છે. આ દેશમાં કોરોના વાઇરસના સંક્રમણથી અત્યારસુધીમાં 14668 લોકોનાં મોત થઈ ચૂક્યાં છે, જ્યારે 242146 લોકો સંક્રમિત થયા છે. ઈક્વાડોરે ફાઈઝર અને એસ્ટ્રાજેનેકાની કોરોના વેક્સિનને મંજૂરી આપી છે. જ્યારે ત્યાંના આરોગ્ય મંત્રાલયે આ વર્ષના અંત સુધીમાં દેશના તમામ પુખ્ત લોકોને કોરોના વેક્સિનનો ડોઝ મફતમાં આપવાની ઘોષણા કરી છે.
પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.