• Gujarati News
  • International
  • In Corona, People Used Perfume To The Maximum To Relieve Stress, As Demand Increased And Prices Doubled.

નવો ટ્રેન્ડ:કોરોનામાં તણાવ દૂર કરવા લોકોએ પરફ્યૂમનો મહત્તમ ઉપયોગ કર્યો, માગ વધી જવાથી ભાવ બમણો થઇ ગયો

વોશિંગ્ટન5 મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર
  • સામાન્ય રીતે પરફ્યૂમ સેક્ટરનો વૃદ્વિદર 5% છે, ગત વર્ષે 15% રહ્યો

કોરોના મહામારી દરમિયાન લદાયેલા લૉકડાઉન દરમિયાન ઘરમાં રહીને લોકોએ ઉદાસી અને તણાવમાં સમય પસાર કર્યો. આ અનિશ્વિતતાના માહોલમાં હળવાશ માટે અમેરિકાના લોકોએ પરફ્યૂમનો મહત્તમ ઉપયોગ કર્યો. વધતી માંગને કારણે પ્રીમિયમ પરફ્યૂમના ભાવ પણ બમણા થયા. વાસ્તવમાં, પરફ્યૂમ બનાવવામાં ઉપયોગ થતા કાચા માલની અછત સર્જાઇ અને વપરાશમાં વધારો થયો.

માર્કેટ રિસર્ચ ફર્મ એનડીપી અનુસાર રોઝ પરફ્યૂમની કિંમતો 2020ની તુલનાએ 2021માં 15 ટકા વધી. તેની પહેલાના બે વર્ષમાં વેચાણમાં અંદાજે 5 ટકાનો જ વધારો થયો. વાતાવરણમાં લાંબા સમય સુધી સુંગધ રહેતી હોવાથી અતર અને તેલની વધુ માત્રા ધરાવતા પરફ્યૂમોના વેચાણમાં ઉછાળો નોંધાયો. 2020ની તુલનામાં પણ 2021માં પરફ્યૂમ (રૂમ ફ્રેશનર્સ સિવાયના)નું વેચાણ 52 ટકા વધ્યું. રિપોર્ટ અનુસાર માંગમાં જબરદસ્ત ઉછાળાને કારણે પરફ્યૂમની કિંમતો 175 ડૉલર (અંદાજે 14 હજાર રૂપિયા) ને આંબી ગઇ.

આ સામાન્ય દિવસોની તુલનાએ બમણી કિંમત છે. સેંટબર્ડ કંપનીના ઉપાધ્યક્ષ બેટના ઓ-નીલે જણાવ્યું કે, અભ્યાસમાં માલૂમ પડ્યું છે કે, કંપનીના 4,50,000 ગ્રાહકોએ લક્ઝરી પરફ્યૂમ પાછળ મહિને 1200 રૂપિયા સુધીનો ખર્ચ કર્યો. જો કે હવે માંગ ઘટતા ફરીથી કિંમતો ફરીથી સ્થિર થશે તેવી અપેક્ષા છે. આગામી સમયમાં ભાવવધારો થાય તેવી ઓછી સંભાવના છે.

ઉત્પાદનખર્ચમાં વૃદ્વિથી પ્રેસ્ટીજ પરફ્યૂમ મોંઘા થયા
પ્રેસ્ટીજ પરફ્યૂમમાં તેલની માત્રા વધુ હોય છે. તેમાં મોંઘા કાચા માલનો ઉપયોગ થાય છે. માંગમાં વૃદ્વિની સાથે ઉત્પાદન ખર્ચ પણ વધે છે. ચેનલ નંબર 5 કંપનીનું પરફ્યૂમ તેનું યોગ્ય ઉદાહરણ છે, જે ઓ-નિલ નામના દુર્લભ ફૂલમાંથી બને છે.

અન્ય સમાચારો પણ છે...