તૂટતા સપનાં:ચીનમાં રૂ. 103 લાખ કરોડના પ્રોપર્ટી માર્કેટ પર સંકટ, બીજી સૌથી મોટી કંપની ધરાશાયી

શાંઘાઈએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ચીનમાં રૂ. 103 લાખ કરોડના પ્રોપર્ટી માર્કેટ પર સંકટ, બીજી સૌથી મોટી કંપની ધરાશાયી

ચીનના પ્રોપર્ટી બજારમાં ગયા સપ્તાહે બહુ મોટો ઝટકો લાગ્યો. જૂન 2020 સુધી હાઉસિંગ સેક્ટરમાં રૂ. 103 લાખ કરોડનું રોકાણ થઈ ચૂક્યું હતું. ચીનની જીડીપીમાં સંપત્તિ બજારનો હિસ્સો 29% છે. પરંતુ ખતરાની ઘંટી ત્યારે વાગી, જ્યરો દેવામાં ડૂબેલી રિઅલ એસ્ટેટ કંપની એવરગ્રાંડેને રૂ. 22 લાખ કરોડની લોનની ચૂકવણી કરવામાં મુશ્કેલી પડવા લાગી.

દક્ષિણ ચીનના શહેર શેનઝેન સ્થિત એક કંપનીએ કહ્યું કે, તે પોતાના દેણદારોને ગેરંટી નથી આપી શકતી. આ સમાચાર એવરગ્રાંડેએ નિર્માણ કરેલા ઘરો માટે પૈસા જમા કરી ચૂકેલા 15 લાખ લોકોને સ્તબ્ધ કરનારા હતા.

સેંકડો લોકોએ એવરગ્રાંડે મુખ્યાલય બહાર દેખાવો કરીને ગુસ્સો વ્યક્ત કર્યો. આમ તો રાષ્ટ્રપતિ શી જિનપિંગના કડક શાસન હેઠળ લોકો અસંતોષ વ્યક્ત કરે તે બહુ દુર્લભ છે. કેટલાક દેખાવકારોએ કંપનીના સ્થાપક હુઈ કી યાનના હુનાના પ્રાંત સ્થિત વારસાઈ ઘરમાં બનેલી તેમના પરિજનોની કબરોનો ફોટોગ્રાફ ઓનલાઈન શેર કર્યો.

આ સાથે કેટલાકે કબરોમાં તોડફોડ કરવાની અપીલ કરી. વર્તમાન ઘટનાક્રમથી નિષ્ણાતો ચિંતિત છે. કેપિટલ ઈકોનોમિસ્ટ કંપનીમાં અગ્રણી અર્થશાસ્ત્રી માર્ક વિલિયમ્સ કહે છે કે, એવરગ્રાંડેનું ધ્વસ્થ થવું ચીનના નાણાકીય સિસ્ટમની સૌથી મોટી પરીક્ષા છે. પ્રોપર્ટી કંપનીના ધરાશાયી થવાથી રોકાણકારોનો વિશ્વાસ તૂટશે. સત્તાધારી કોમ્યુનિસ્ટ પાર્ટીની પ્રતિષ્ઠાને આઘાત લાગશે.

હાલમાં જ શી જિનપિંગે સામાન્ય લોકોની સમૃદ્ધિ માટે અમીરો પર નિયંત્રણ, બજારનું જોખમ ઓછું કરવા તેમજ આવકમાં અસમાનતા દૂર કરવાનું અભિયાન છેડ્યું છે. પરંતુ ચીનની મોટી કંપનીઓમાં સામેલ એવરગ્રાંડેની મુશ્કેલી જિનપિંગના શાસનમાં વધી છે. આઈએચએસ માર્કેટમાં વરિષ્ઠ અર્થશાસ્ત્રી એંગસ લેમનું કહેવું છે કે, એવરગ્રાંડેની નાણાકીય મુશ્કેલીની બેંકિંગ ક્ષેત્ર પર અસર પડી શકે છે. થોડા સમય પહેલા એવરગ્રાંડે ચીનની બીજી મોટી રિયલ એસ્ટેટ કંપની હતી.

તેણે 900 વ્યવસાયિક, રહેવાસી અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ પૂરા કર્યા છે. તેનો વ્યાપ ચોંકાવનારો છે. આ કંપનીમાં બે લાખ કર્મચારી છે. એવરગ્રાંડેના પતનથી સામાન્ય ચાઈનીઝ ચિંતિત છે કે, ક્યાંક એવરગ્રાંડેના નુકસાનની કિંમત તેમણે ના ચૂકવવી પડે.

ચીનમાં દર વર્ષે દોઢ કરોડ મકાન બને છે
રોકાણકારોને ચિંતા છે કે, એવરગ્રાંડેનું પતન કેટલીક અન્ય પ્રોપર્ટી કંપની સુધી પહોંચી શકે છે. તેનાથી સિસ્ટમની ખામીઓની પોલ ખૂલી છે. ચીનમાં દર વર્ષે દોઢ કરોડ નવા મકાન બને છે. તે અમેરિકા, યુરોપના કુલ આંકડાથી પાંચ ગણા વધુ છે. તેમાંથી ચોથા ભાગના મકાન ખાલી રહે છે. 2021માં ચીનના પ્રોપર્ટી ડેવલપરને રૂ. સાત લાખ કરોડથી વધુની ચૂકવણી કરવાની છે. કોર્ટમાં રજૂ જાણકારી પ્રમાણે 2020ના પહેલા છ મહિનામાં 228 રિઅલ એસ્ટેટ કંપનીઓ ધરાશાયી થઈ ચૂકી હતી.

20 વર્ષથી પરેશાન લોકોને હજુ પણ રાહત નહીં
1997માં ઝિવેઈએ ઓસ્ટ્રેલિયા વિલા નામના પ્રોજેક્ટમાં લક્ઝરી એપાર્ટમેન્ટ બુક કર્યું હતું. ગુઆંગઝાઉ શહેરમાં બની રહેલા પ્રોજેક્ટ હેઠળ 292 બિલ્ડિંગ, જિમ, સ્પા, સિનેમાઘર, સ્કૂલ, બુટિક અને રેસ્ટોરન્ટનું નિર્માણ થવાનું હતું. ઝિવેઈએ રૂ. 15 લાખ કરોડ જમા કર્યા હતા. એ વખતે કંપનીએ દેવાળુ ફૂંક્યું. બહુ લોકો અધૂરા મકાનોમાં રહેવા લાગ્યા. આશરે બે હજાર લોકો વળતરની રાહ જુએ છે. ઝિવેઈ કહે છે કે, અમે 20 વર્ષથી ન્યાયની રાહ જોઈ રહ્યા છીએ.

અન્ય સમાચારો પણ છે...