• Gujarati News
  • International
  • In Britain, The Finance Minister Issued Special Coins In Honor Of Mahatma Gandhi On The Occasion Of Diwali, With The Inscription "My Life Is My Message".

વિશેષ સન્માન:બ્રિટનમાં નાણાંમંત્રીએ દિવાળી નિમિત્તે મહાત્મા ગાંધીના સન્માનમાં વિશેષ સિક્કા બહાર પાડ્યા, સિક્કા પર "મારું જીવન જ મારો સંદેશ" સુવિચાર અંકિત કરાયો

એક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ભારતીય મૂળના નાણાંમંત્રીએ કહ્યું- એક હિંદુ તરીકે દિવાળી નિમિતે આ સિક્કા જાહેર કરતા હું ગૌરવ અનુભવી રહ્યો છું

બ્રિટનમાં દિવાળી નિમિતે મહાત્મા ગાંધીના જીવન અને વિરાસતની ઉજણી કરતા બ્રિટનના ચાન્સેલર અને નાણાંમંત્રી ઋષિ સુનકે ગુરુવારે પાંચ પાઉન્ડનો એક નવા સિક્કાનું અનાવરણ કર્યું છે. સોના તથા ચાંદી સહિત અનેક માપદંડ સાથે ઉપલબ્ધ આ ગોળ સિક્કાને હીના ગ્લોબલ દ્વારા ડિઝાઈન કરવામાં આવેલ છે, જેની ઉપર ભારતનું રાષ્ટ્રીય ફુલ કમળ તથા મહાત્મા ગાંધીનું ખૂબ જ પ્રસિદ્ધ સુવિચાર 'મારું જીવન જ મારો સંદેશ છે" અંકિત કરવામાં આવેલ છે.

સિક્કાના માધ્યમથી ગાંધીજીને યાદ કરવામાં આવ્યા
આ પ્રથમ વખતની ઘટના છે કે જ્યારે સત્તાવાર રીતે બ્રિટને સિક્કાના માધ્યમથી ગાંધીજીને યાદ કરવામાં આવ્યા છે. ભારતીય મૂળના નાણાંમંત્રીએ કહ્યું કે એક હિંદુ તરીકે દિવાળી નિમિતે આ સિક્કાને જાહેર કરવા નિમિતે હું ગૌરવ અનુભવી રહ્યો છું. મહાત્મા ગાંધીએ ભારતની સ્વતંત્રતા આંદોલનમાં અત્યંત મહત્વની ભૂમિકા ભજવી હતી અને પ્રથમ વખત બ્રિટનના સિક્કાના માધ્યમથી ઉલ્લેખનીય જીવનને સ્મરણ કરવું શાનદાર છે.

સોના અને ચાંદીમાં તૈયાર કરવામાં આવેલ છે પાંચ પાઉન્ડનો સિક્કો
આ સાથે કહેવામાં આવે છે કે ગાંધીજીનો આ સિક્કો બ્રિટન તથા ભારત વચ્ચે સ્થાયી સંબંધો અને સાંસ્કૃતિક સંબંધોનું નિર્માણ કરે છે. ભારત આ વર્ષ 75મા સ્વતંત્રતા દિવસની ઉજવણી કરી રહ્યો છે. પાંચ પાઉન્ડના સિક્કા સોના અને ચાંદીમાં તૈયાર કરવામાં આવ્યા છે અને તેને કાયદાકીય દરજ્જો પ્રાપ્ત થયો છે. જોકે તે સામાન્ય ચલણ માટે બનાવવામાં આવ્યો નથી. તે દિવાળીને ધ્યાનમાં રાખી ગુરુવારથી વેચાણ માટે ઉપલબ્ધ બનવા સાથે 1 ગ્રામ તથા 5 ગ્રામ સોનામાં ઉપલબ્ધ છે. ​​​​​​​

10 મિલિયન સિક્કા ઓક્ટોબર 2020માં ચલણ વ્યવસ્થામાં આવ્યા
ગયા વર્ષે સુનકે જીવનના તમામ ક્ષેત્રોમાં લઘુમતીઓના સમુદાયોના યોગદાનના યોગ્ય પ્રતિનિધિત્વ કરવા માટે અભિયાનના હિસ્સાના સ્વરૂપમાં ગયા વર્ષે એક નવા ડાયવર્સિટી બિલ્ટ બ્રિટન 50-પૈસા સિક્કા શરૂ કર્યાં. બ્રિટનના વિવિધ ઈતિહાસની ઉજવણીના ભાગરૂપે આશરે 10 મિલિયન સિક્કા ઓક્ટોબર 2020માં ચલણમાં આવ્યા.