ખાલિસ્તાનીઓની અલગ દેશની માંગ:કેનેડાના બ્રેમ્પટન શહેરમાં માહોલ ગરમાયો, શીખો ખાલિસ્તાની ધ્વજ સાથે રસ્તા પર નીકળી પડ્યા

એક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 18 સપ્ટેમ્બરે લોકમત મેળવાશે, ગોર મીડોઝ કોમ્યુનિટી સેન્ટરમાં મતદાન

ખાલિસ્તાન લોકમતનું મતદાન 18 સપ્ટેમ્બરના રોજ બ્રેમ્પટનના ગોર મીડોઝ કોમ્યુનિટી સેન્ટર ખાતે યોજાશે. આ માટેની તૈયારીઓ પૂરજોશમાં ચાલુ છે. જેના ભાગરૂપે કેનેડિયન શીખોએ ખાલિસ્તાન આંદોલનના સમર્થનમાં એક વિશાળ કાર રેલી કાઢી હતી. એક અહેવાલ મુજબ, બ્રેમ્પટન શહેર ખાલિસ્તાન લોકમતનું વિવાદાસ્પદ સ્થળ બની શકે છે.

પંજાબને દેશ તરીકે ઓળખ આપવા માગણી
બ્રેમ્પટનના ગોર મીડોઝ કોમ્યુનિટી સેન્ટરમાં 18 સપ્ટેમ્બરના રોજ ખાલિસ્તાન લોકમત માટે મતદાન થશે. એક મતદારે શીખોને પૂછ્યું કે, શું તેઓ માને છે કે ખાલિસ્તાનના ભાગરૂપે પંજાબને પોતાનો સ્વતંત્ર દેશ બનાવવો જોઈએ, અને ભારતથી અલગ થવું જોઈએ?

રેલીમાં બે હજાર વાહનો જોડાયા
ગયા અઠવાડિયે, મતદાન પહેલાં બ્રેમ્પટનમાં એક કાર રેલી યોજાઈ હતી. જેમાં 2 હજારથી વધુ વાહનો સાથે સંખ્યાબંધ લોકો જોડાયા હતા. તમામ વાહનો પર ખાલિસ્તાન આંદોલનના સમર્થનમાં ધ્વજ લહેરાતા જોવા મળ્યા હતા. આ લોકમતનું નેતૃત્વ શીખ ફોર જસ્ટિલ દ્વારા કરવામાં આવ્યું છે. જે અમેરિકામાં સ્થિત એક અલગતાવાદી જૂથ છે. આ જૂથ ભારતના રાજ્ય પંજાબને ખાલિસ્તાન રાજ્ય બનાવવાનું આહ્વાન કરે છે.
ભારતે SFJ પર પ્રતિબંધ મૂક્યો છે
ગયા વર્ષે ઓક્ટોબરમાં લોકમતમાં મતદાન શરૂ થયું હતું. જેમાં SFJએ યુકે, સ્વિટ્ઝર્લેન્ડ અને ઇટાલીમાં રહેતા લગભગ 450,000 શીખોએ તેમના મત આપ્યા છે. ભારત સરકાર દ્વારા ભારત વિરોધી પ્રવૃત્તિઓ માટે SFJ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે, અને જૂથના નેતા ગુરપતવંત સિંહ પન્નુનને ઉત્તરાધિકારવાદને પ્રોત્સાહન આપવા અને શીખ યુવાનોને આતંકવાદી પ્રવૃત્તિઓમાં જોડાવા માટે પ્રોત્સાહિત કરવા બદલ ભારતમાં આતંકવાદી જાહેર કરવામાં આવ્યો છે.

અન્ય સમાચારો પણ છે...