અમેરિકામાં બેબી ફૉમ્યુલા એટલે કે બાળકો માટે દૂધ અને બીજા બેબી ફૂડની ભારે તંગી ઊભી થઈ છે. મૉલ્સ અને અન્ય સ્ટોર્સના બેબી ફૂડ અને બેબી ફૉમ્યુલાના રૈક ખાલી પડ્યા છે. સ્થિતિ એ હદે વણસી ગઈ છે કે બેબી ફૂડનું ઉત્પાદન વધારવા માટે રાષ્ટ્રપતિ જો બાઇડને એક પખવાડિયા પહેલા જ રક્ષા ઉત્પાદન અધિનિયમ લાગુ કર્યો.
તેઓએ બુધવારે બેબી ફૂડ ઉત્પાદકો તથા અન્ય ભાગીદારોની સાથે ઇમરજન્સી બેઠક કરી. બેબી ફૉમ્યુલાની આપૂર્તિ માટે યૂરોપિયન દેશોથી એરલિફ્ટ કરવાની પણ ઘોષણા કરવામાં આવી. જર્મની તથા અન્ય દેશોમાંથી બેબી ફૉમ્યુલાની ખેપ પહોંચી પણ રહી છે. તેમ છતાંય અછત હજુ પણ છે. તેના કારણે નવજાત બાળકોના માતા-પિતા પરેશાન છે.
આવા લોકો મજબૂરીમાં સોશિયલ મીડિયા પર જોઈને ઘરે બેબી ફૉર્મૂલા તૈયાર કરી રહ્યા છે. કેટલીક મહિલાઓ જરૂરિયાતવાળા બાળકોને પોતાનું બ્રેસ્ટમિલ્ક વેચવાની રજૂઆત પણ કરી રહી છે. અમેરિકા તથા અન્ય પશ્ચિમી દેશોમાં એક વર્ષથી ઓછી ઉંમરના બાળકોને ફૉમ્યુલા મિલ્ક પીવડાવવામાં આવે છે.
ગત વર્ષથી જ સંકટના સંકેત મળ્યા લાગ્યા હતા
અમેરિકાના 11,000 સ્ટોર્સ પર નજર રાખનારી રિસર્ચ ફર્મ ડેટાસેમ્બલી મુજબ દેશમાં ફૉર્મૂલા મિલ્કની તંગી ગત વર્ષથી જ શરૂ થવા લાગી હતી. સપ્લાય ચેઇનની અડચણ અને બીજા અનેક કારણોથી આવું થયું. ગત મહિને સ્થિતિ વધારે વિકરાળ થઈ ગઈ, જ્યારે લોકોએ તેને સ્ટોક કરવાનું શરૂ કરી દીધું હતું. 24 એપ્રિલે એવરેજ આઉટ ઓફ સ્ટોક રેટ ઉછળીને 40% પહોંચી ગયો, જે થોડા સપ્તાહ પહેલા 30% હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.