પત્નીએ છૂટાછેડા માગતા આખા પરિવારની હત્યા કરી:અમેરિકામાં પતિએ પત્ની, સાસુ અને 5 બાળકો સહિત ખુદને ગોળી મારી દીધી

ઉટાહએક મહિનો પહેલા
  • કૉપી લિંક

અમેરિકાના ઉટાહમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. અહીંયા એક શખ્સે તેની પત્ની, પાંચ બાળકો અને સાસુની હત્યા કર્યા બાદ ખુદને ગોળી મારી આપઘાત કરી લીધો હતો. આ બધું પત્ની દ્વારા કોર્ટમાં છૂટાછેડા કરવાની અરજી દાખલ કર્યા બાદ થયું હતું.

ઘરમાં એકસાથે 8 મૃતદેહ મળી આવતા ખળભળાટ મચ્યો
આ ઘટના ઉટાહ રાજ્યના એનોક શહેરની છે. મૃતકમાં 40 વર્ષીય તૌશા હાઈટ, 78 વર્ષીય ગેલ અર્લ, 4થી 17 વર્ષની ઉંમરનાં બે છોકરા અને ત્રણ છોકરી છે. તમામ હત્યા 42 વર્ષીય માઈકલ હાઈટએ કરી છે. પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે તેઓ ત્યારે ચોંકી ઊઠ્યા હતા જ્યારે તેમને એકસાથે ઘરમાંથી આઠ મૃતદેહ મળ્યા. આનાથી આસપાસના લોકો પણ ભયભીત થઈ ગયા હતા.

વ્હાઈટ હાઉસે જાહેર કર્યું નિવેદન
વ્હાઈટ હાઉસે એક નિવેદન જાહેર કરી કહ્યું કે, પ્રેસિડેન્ટ જો બાઈડેન અને ફર્સ્ટ લેડી જિલ બાઈડેન પણ આ ઘટનાથી શોકમાં છે. નિવેદનમાં બંદૂક જેવાં હથિયારો પર પ્રતિબંધ લગાવવાની વાત પણ કરવામાં આવી. સ્ટેટમેન્ટ અનુસાર, અમેરિકાની શાળા, ઘર અને કમ્યુનિટીને સુરક્ષિત રાખવા માટે સરકાર તેના પર કામ કરી રહી છે.

પરિવારને શહેરના મોટાભાગના લોકો જાણે છે
અધિકારીઓએ જણાવ્યું કે પરિવારના તમામ સભ્યો ચર્ચને ફોલો કરે છે, જેથી શહેરના મોટાભાગના લોકો તેમને જાણે છે. ઘટનાના એક દિવસ અગાઉ જ તૌશા અને બીજા સભ્યોને ચર્ચમાં જોવામાં આવ્યા હતા. બીજા દિવસે તૌશાએ ચર્ચની એક મિટિંગ મીસ કરી. ત્યારે તેનો કોઈ કોન્ટેક્ટ ન થતા લોકોએ પોલીસને જાણ કરી હતી. ત્યાર બાદ અધિકારીઓએ તપાસ હાથ ધરી હતી.

છૂટાછેડાને લઈ થઈ શકે છે વિવાદ
તૌશાના વકીલ જેમ્સ પાર્કે જણાવ્યું કે, તૌશાએ 21 ડિસેમ્બરે કોર્ટમાં છૂટાછેડાની અરજી દાખલ કરી હતી. 27 ડિસેમ્બરે દસ્તાવેજ માઈકલને આપવામાં આવ્યા હતા. જોકે, તૌશાએ ક્યારેય નહોતું કહ્યું કે, તેમના પતિ તેને ઈજા પહોંચાડી શકે છે. મેયર જિયોફ્રી ચેસનટનું કહેવું છે કે, હત્યાનું કારણ છૂટાછેડા જ છે, એ સ્પષ્ટ રીતે નથી કહી શકાતું.

અમેરિકામાં ફેમિલી માસ કિલિંગ થઈ રહી છે કોમન
અમેરિકામાં પરિવારોમાં માસ કિલિંગ કોમન થતી જઈ રહી છે. યુએસએ ટુડે, એસોસિએટેડ પ્રેસ અને નોર્થઈસ્ટર્ન યુનિવર્સિટીના ડેટા મુજબ, 2022માં આવા 17 કેસ સામે આવ્યા હતા. જેમાં 14 ગોળીબાર અને 10 મર્ડર-સુસાઈડની ઘટનાઓ હતી. માસ કિલિંગ એ ઘટનાઓને કહેવામાં આવે છે, જેમાં 4 કે તેથી વધુ લોકોની હત્યા કરવામાં આવી હોય.

અન્ય સમાચારો પણ છે...