• Gujarati News
  • International
  • In Afghanistan, The Woman Was Shot And Killed By The Taliban Publicly? Know The Truth Of This Viral Video

ફેક ન્યૂઝ એક્સપોઝ:અફઘાનિસ્તાનમાં તાલિબાનીઓએ એક મહિલાને જાહેરમાં ગોળી મારી તેની હત્યા કરી? જાણો આ વાયરલ વીડિયોનું સત્ય

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

શું થઈ રહ્યું છે વાયરલ
સોશિયલ મીડિયામાં એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં જોઈ શકાય છે કે એક મુસ્લિમ મહિલાને હથિયારધારી ઈસ્લામિક લોકોએ પકડી છે. જે બાદ તે મહિલાને ગોઠણભેર બેસવાનું કહે છે અને માથામાં ગોળી મારીને તેની હત્યા કરી દે છે.

દાવો કરવામાં આવી રહ્યો છે કે આ વીડિયો અફઘાનિસ્તાનનો છે. જ્યાં તાલિબાનીઓએ એક મહિલાને જાહેરમાં ગોળી મારીને તેની હત્યા કરી છે.

અને સત્ય શું છે?

  • વાયરલ વીડિયોનું સત્ય જાણવા માટે અમે તેની કી-ફ્રેમને ગૂગલ પર રિવર્સ સર્ચ કર્યું છે. સર્ચ રિઝલ્ટમાં અમે વીડિયો સાથે જોડાયેલા સમાચાર Vice Newsની વેબસાઈટ પર મળ્યા.
  • વેબસાઈટ મુજબ આ વીડિયો સીરિયાનો છે. જ્યાં સીરિયાઈ આતંકીઓએ ખોટું આચરણ કરતી હોવાની શંકા કરી એક મહિલાને જાહેરમાં ગોળી મારી દીધી હતી. આ ખબર વેબસાઈટ પર 16 જાન્યુઆરી, 2015નાં રોજ પબ્લિશ થયા હતા.
  • તપાસ દરમિયાન અમને વીડિયોની સાથે આ સમાચાર raqqa-sl.com નામની વેબસાઈટ પર જોવા મળ્યા.
  • સ્પષ્ટ છે કે સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયોની સાથે કરવામાં આવેલો દાવો ખોટો છે. આ વીડિયો અફઘાનિસ્તાનનો નથી પરંતુ સીરિયાનો છે જે 2015ના જાન્યુઆરી માસમાં સામે આવ્યો હતો.