ટાયસન ફૂડ્સના CFOની ધરપકડ:નશાની હાલતમાં અજાણી મહિલાના ઘરમાં ઘૂસ્યા, વગર કપડે જ તેના બેડ પર સૂઇ ગયા

એક મહિનો પહેલા
  • કૉપી લિંક

અમેરિકાની મટન પ્રોસેસિંગ કંપની ટાયસન ફૂડ્સના ચીફ ફાઇનાન્શિયલ ઓફિસર (CFO) જોન આર ટાયસનને પોલીસે ગિરફતાર કરી લીધો. તેઓ દેખીતી રીતે નશાની હાલતમાં એક મહિલાના ઘરમાં ઘૂસી ગયા અને તેના બેડ પર વગર કપડે સૂઇ ગયા.

ઘટના 6-7 નવેમ્બરની રાતની છે. અર્કાંસાસ સ્ટેટના ફેયેટવિલે શહેરમાં રહેનારી એક મહિલાએ પોલીસને રાતના આશરે 2 વાગે ફોન કર્યો. તેણે જણાવ્યું કે અજાણ્યો વ્યક્તિ તેના બેડ પર સૂઇ રહ્યો છે. તેના વસ્ત્રો જમીન પર પડ્યાં છે.

ન્યૂયોર્ક પોસ્ટ અનુસાર પોલીસે 32 વર્ષના જોન આર ટાયસન પર સાર્વજનિક રીતે દારૂ પીને ધમાલ કરવાની (પબ્લિક ઇનટોક્સિફિકેન) અને વગર પરમિશને કોઇની પ્રોપર્ટીમાં દાખલ (ક્રિમિનલ ટ્રેસપાસિંગ)થવાનો ચાર્જ લગાવ્યા છે.

વોશિંગ્ટન પોલીસે આ તસવીર જાહેર કરી છે. જેમાં જોન આર ટાયસન પોલીસ ઓફિસરના સવાલોના જવાબ આપી રહ્યા છે.
વોશિંગ્ટન પોલીસે આ તસવીર જાહેર કરી છે. જેમાં જોન આર ટાયસન પોલીસ ઓફિસરના સવાલોના જવાબ આપી રહ્યા છે.

પોલીસને નશાની હાલતમાં બેડ પર મળ્યા
પોલીસે જણાવ્યું કે મહિલા મોડી રાત્રે ઘરે આવી તો તેણે એક શખ્સને પોતાના બેડ પર જોયો. તે તેને જાણતી નહોતી એટલા માટે તેણે પોલીસને ફોન કર્યો. જ્યારે અમે ઘર પહોંચ્યા તો અમે જાયું કે તે શખ્સ બીજો કોઇ નહીં બલકે ટાયસન ફૂડ્સના CFO જોન આર ટાયસન છે. જમીન પર પડેલાં વસ્ત્રોમાથી અમને તેનું આઇડેન્ટિટી કાર્ડ પણ મળ્યું.

અમે તેને ઉઠાડવાની કોશિશ કરી પરંતુ તેઓ નશામાં ચકચૂર હતા. કશું બોલી નહોતા શકતા. અમે જેમ તેમ કરીને તેને જગાડીને બેસાડ્યો. તેમણે ખૂબ દારૂ પીધો હતો. સખત ગંધ આવી રહી હતી.

વોશિંગ્ટન પોલીસ વિભાગે જોન આર. ટાયસનની પૂછપરછ કર્યા બાદ આ ફોટો જાહેર કર્યો હતો.
વોશિંગ્ટન પોલીસ વિભાગે જોન આર. ટાયસનની પૂછપરછ કર્યા બાદ આ ફોટો જાહેર કર્યો હતો.

1 ડિસેમ્બરે થશે મામલાની સુનાવણી
આ મામલાની સુનાવણી અદાલત 1 ડિસેમ્બરે કરશે. ટાયસન ફૂડ્સે આ મામલે કોઇ નિવેદન નથી આપ્યું. કંપની આને પર્સનલ મેટરની રીતે જોઇ રહી છે. CNN અનુસાર કંપનીએ કહ્યું- અમે આ ઘટના વિશે જાણીએ છીએ અને તે વ્યક્તિગત મામલો છે, તેથી અમે આની પર કોઇ કોમેન્ટ નહીં કરીએ.

CFOએ માફી માગી
રવિવારે આ ઘટના બાદ જોન આર ટાયસને માફી માગી, તે કાઉન્સિલિંગ પણ લઇ રહ્યા છે. તેમણે કહ્યું- હું લજ્જિત છું. મેં ભૂલ કરી છે. આ મારી પર્સનલ અને કંપની વેલ્યૂસની વિરુદ્ધ છે.

દુનિયાની બીજી સૌથી મોટી મટન પ્રોસેસિંગ કંપની

ટાયસન ફૂડ્સ દુનિયાની બીજી સૌથી મોટી ચિકન, બીફ અને પોર્ક પ્રોસેસિંગ કંપની છે. જોન ડબ્લ્યૂ ટાયસનના પિતા ટાયસન ફૂડ્સ બોર્ડના ચેરમેન જોન એચ ટાયસન છે. જણાવી દઇએ કે બ્રાઝિલની JBS S.A.કંપની દુનિયાની સૌથી મોટી મટન પ્રોસેસિંગ કંપની છે.

અન્ય સમાચારો પણ છે...