ઈરાકમાં બાઈક રેસિંગ શો દરમિયાન ટોળાએ 17 વર્ષની છોકરીની સાથે ગેરવર્તન કર્યું. હાલ તેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે. કહેવામાં આવી રહ્યું છે કે ભીડે યુવતીનાં કપડાંને લઈને વાંધો ઉઠાવ્યો હતો. આ મામલે પોલીસે કુલ 16 લોકોની ધરપકડ કરી છે.
વીડિયોમાં જોઈ શકાય છે કે પહેલા કેટલાક પુરુષો યુવતીને ઘેરી લે છે. પછી તેને ધક્કા મારવા લાગે છે . આ પછી લોકો યુવતીને માર મારવા લાગે છે. એક વ્યક્તિ તેને લાત મારતો પણ જોવા મળી છે. આ દરમિયાન યુવતીનો મિત્ર વચ્ચે પડે છે અને તેને બાઇક પર બેસાડી ત્યાંથી લઈ જાય છે.
3 લોકોએ વીડિયો બનાવ્યો
વાઈરલ થયેલા વીડિયો મુજબ, યુવતીએ બ્લેક ટોપ, કાર્ડિગન અને સ્કર્ટ પહેરેલું છે. તે ભીડમાંથી ભાગતી જોવા મળે છે, પરંતુ કેટલાક પુરુષો તેનો પીછો કરતા જોવા મળે છે. તેઓ બૂમો પાડી રહ્યા છે અને તેનો વીડિયો બનાવી રહ્યા છે. સ્થાનિક મીડિયા અનુસાર, ધરપકડ કરાયેલા 16 લોકોમાંથી 3 યુવતીનો વીડિયો બનાવી રહ્યા હતા.
છોકરીઓએ શોમાં ન આવવું જોઈએ
સ્થાનિક મીડિયા અનુસાર, લોકોનું કહેવું હતું કે છોકરીનાં કપડાં તેમનું અને બાઈકર્સનું ધ્યાન ભટકાવી રહ્યાં હતાં. આટલું જ નહીં, તેમણે એમ પણ કહ્યું હતું કે છોકરીઓએ આવા શોમાં ન આવવું જોઈએ, કારણ કે છોકરીઓની હાજરીને કારણે લોકોનું ધ્યાન શોની જગ્યાએ તેમના પર જાય છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.