તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિશ્વભરના સમાચારો તસવીરોમાં:2025માં હશે આવું જહાજઃ ઊંટ દોડશે પણ દોડાવશે રોબોટ; અહીં વાંચો મન ભરીને પણ સાવ મફતમાં

2 મહિનો પહેલા
  • કૉપી લિંક

બ્રિટન 2025માં પરમાણુ ઈંધણથી ચાલતું પ્રદૂષણ મુક્ત જહાજ લૉન્ચ કરશે. સર્ચ ઓપરેશન માટે તૈયાર કરાયેલું આ જહાજ 300 મીટર લાંબુ, 46 મીટર પહોળું અને 60 મીટર ઊંચું છે. તેમાં એકસાથે 160 વિજ્ઞાની, 165 ક્રૂ તેમજ 160 લોકો મુસાફરી કરી શકશે.

યુએઇ: અલ-મરમૂમ હેરિટેજ ફેસ્ટિવલ શરૂ

આરબ દેશોમાં મશહૂર યુએઇનો અલ-મરમૂમ હેરિટેજ ફેસ્ટિવલ શરૂ થઇ ચૂક્યો છે. ઊંટની દોડ આ ફેસ્ટિવલનું મુખ્ય આકર્ષણ હોય છે. આ વખતે ઊંટો પર માણસો નહીં પણ રોબોટ જૉકી બેસશે. દોડમાં ભાગ લેનારા તમામ ઊંટ પર રોબોટ ફિટ કરાયા છે, જે રેસ દરમિયાન પોતપોતાના ઊંટને કંટ્રોલ કરશે. ફેસ્ટિવલ 18 એપ્રિલ સુધી ચાલશે.

અહીં વાંચો મન ભરીને મફતમાં

ચીનના હેનાન પ્રાંતના હાઇકોમાં પોતાની ખાસ ડિઝાઇન માટે વિશ્વભરમાં મશહૂર એવી ઝિયાડાઓ લાઇબ્રેરી જાહેર જનતા માટે ખૂલી ગઇ છે. આ લાઇબ્રેરીમાં કળા અને માનવ વિજ્ઞાનની 10 હજાર ક્લાસિક બુક્સ છે, જે કોઇ પણ વ્યક્તિ ફ્રીમાં વાંચી શકે છે. આ લાઇબ્રેરી ચીનના આર્કિટેક્ચર સ્ટુડિયો મેડે ડિઝાઇન કરી છે.