દાવો:10 મિનિટમાં તપાસ કિટથી રિઝલ્ટ મળ્યું, મેરિલેન્ડના શોધકર્તાઓનો સ્ટડી

વોશિંગ્ટન3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

અમેરિકામાં વિજ્ઞાનીઓએ કોરોના તપાસ માટે પ્રાયોગિક કિટ તૈયાર કરી છે. તેનાથી 10 મિનિટમાં સંક્રમણની જાણ થઇ જશે. એમસીએસ નેનો જર્નલમાં પ્રકાશિત શોધપત્ર મુજબ આ તપાસ કિટમાં સાધારણ નેનો કણ હોય છે. જે વાઇરસની હાજરી હોય તો રંગ બદલે છે. મેરિલેન્ડ સ્કૂલ ઓફ મેડિસિન યુનિવર્સિટીના શોધકર્તાઓએ જણાવ્યું કે તપાસમાં કોઇ એડવાન્સ લેબ ટેક્નિકની જરૂર નથી હોતી. ટીમના પ્રમુખ દીપાંજન પૈને કહ્યું કે પ્રાથમિક તપાસ પર આધારિત આ તપાસથી અમને ભરોસો છે કે વાઇરસનાં આરએનએ તત્વો સંક્રમણના પહેલા દિવસે જ શોધી કાઢવામાં મદદ મળશે. પ્રાયોગિક તપાસમાં દર્દીના નાક અને લાળના નમૂના લઇ 10 મિનિટની પ્રક્રિયામાં આરએનએ પ્રાપ્ત કરાય છે. વિજ્ઞાનીઓએ કહ્યું કે તપાસ દરમિયાન કોરોનાની આનુવાંષિકીના ક્રમમાં હાજર પ્રોટીનને શોધવા માટે વિશેષ કણનો ઉપયોગ કરાય છે. આરએનએ આધારિત તપાસ વાઇરસથી સંક્રમણને શોધવાના મામલે બહુ પ્રામાણિક છે.

અન્ય સમાચારો પણ છે...